________________
૧૭૬
2 ૨૮૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ આમ જે સ્તુતિ-સ્તોત્રોનાં વિવિધ પ્રકારનાં વર્ગીકરણો મેં સૂચવ્યા છે એ પૈકી પ્રથમ પ્રકારના વર્ગીકરણને લક્ષીને સ્તોત્રો ગોઠવવાં પડે તેમ નથી. એ કાર્ય તો આપોઆપ સધાય છે કેમકે કેવળ ગદ્યાત્મક અને સાથે સાથે મહત્ત્વપૂર્ણ કોઈ સંસ્કૃત સ્તોત્ર હોય એમ જણાતું નથી શક્રસ્તવ ઉપરાંતનું કોઈ મહત્ત્વનું ઉભયાત્મક સ્તોત્ર હોય એમ અત્યારે તો મને સ્ફરતું નથી.
દ્વિતીય પ્રકારનાં વર્ગીકરણ માટે અહીં અવકાશ નથી કેમકે આ સમગ્ર પુસ્તકની રચનામાં ભાષાષ્ટિને સ્થાન અપાયું છે એટલે આ પ્રકરણ પૂરતાં તો અહીં સમસ્ત સ્તોત્રો સંસ્કૃત જ છે. અર્ધસંસ્કૃત સ્તોત્રો જે થોડાંક મળે છે તેનો તેમ જ અનેક ભાષાત્મક સ્તોત્રોનો પણ પૃથક્ પ્રકરણમાં વિચાર કરવો ઉચિત ભાસે છે.
તૃતીય પ્રકારના વર્ગીકરણ માટે અત્ર અવકાશ છે એટલે એ પ્રમાણે હું સ્તોત્રોને ગોઠવું છું. સૌથી પ્રથમ સ્વાશ્રયી સ્તોત્રો આપી ત્યાર બાદ પાદપૂર્તિરૂપ અને એ અપેક્ષાએ પરાશ્રયી' સ્તોત્રો આપું છું.
ચતુર્થ પ્રકારના વર્ગીકરણ પ્રમાણે સ્તોત્રો ગોઠવવાં હોય તો “અનુકરણાત્મક સ્તોત્રો પૂરતાં પ્રમાણમાં જોઈએ પણ તેમ નથી એટલે એ વર્ગીકરણ પ્રમાણે ક્રમ સાચવવાનો રહેતો નથી.
પંચમ પ્રકારના વર્ગીકરણ પ્રમાણે ક્રમ રાખવાની વાત અત્ર અસ્થાને છે કેમકે વ્યાપ્ય-સ્તોત્રોને આ પુસ્તકમાં સ્થાન અપાય તેમ નહિ હોવાથી મેં એ જતાં કર્યા છે.
અંતિમ વર્ગીકરણ માટે પણ સ્તોત્રોની સંખ્યાની અલ્પતા, કેટલાક સ્તુતિકરોને અંગે પુનરુલ્લેખ વગેરે બાબતો વિચારતાં આ જ સ્થિતિ ઉદ્ભવે છે. તેમ છતાં એ મહત્ત્વનું વર્ગીકરણ હોવાથી સ્તુતિસ્તોત્રોને ક્રમાંક આપી એ દ્વારા આ વર્ગીકરણમાં નોંધાયેલા દસ પ્રકારનું અનુક્રમે સૂચન હું “ઉપોદ્ધાત”માં કરવા ધારું છું.
'શાન્તિસ્તવ (લ. વિક્રમની ત્રીજી સદી)- આ સૂરિમન્તથોર (સૂરિમન્નસ્તોત્ર)ના પ્રણેતા મનાતા માનવદેવસૂરિએ ૧૯ પદ્યમાં શાન્તિનાથની અને સાથે સાથે વિજયા અને જયા એ દેવીઓની સ્તુતિરૂપે રચેલી કૃતિ છે. એઓ વિરનિર્વાણની સાતમી શતાબ્દીમાં અને મહાવીરસ્વામીની ૧૯મી પાટે થયાનું મનાય છે. એમની આ કૃતિને સિદ્ધિચન્દ્રમણિએ પોતાની ટીકામાં ‘લઘુશાન્તિસ્તોત્ર' તેમજ ‘લઘુશાન્તિ’ કહી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે આ રચાતાં મરકીનો ઉપદ્રવ મટી જઈ શાંતિ થઈ ત્યારથી પ્રાયઃ પ્રતિદિન પ્રતિક્રમણના અંતે એ બોલાય છે. વિશેષમાં ૧. આ સ્તવ “પ્રતિક્રમણ સૂત્રો” નામના પુસ્તકમાં મોટે ભાગ ગુજરાતી અને કેટલીકવાર હિન્દી અનુવાદ સહિત કે તે વિના પણ છાપાયો છે. “શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ-ટીકા” (ભા.૨)માં ગુજરાતીમાં વિસ્તૃત વિવેચન
છે. એમાં આ સ્તવના આદ્ય પદ્યનો જે અનુવાદ અપાયો છે. તે સમુચિત જણાતો નથી. ૨. પહેલા ૧૭ પદ્યો આર્યામાં છે જ્યારે અંતિમ બે અનુણ્ભમાં છે અને એ બે પદ્યો તો બૃહચ્છાન્તિસ્તવના
અંતમાં પણ જોવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org