________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૭૯-૨૮૩]
૧૭૫ રચાયાં છે. તેમ છતાં એ વાંચવા વિચારવામાં મારા જેવો તો ભક્તિપ્રધાન સ્તોત્રોની અપેક્ષાએ અધિક આનંદ અનુભવે છે.
ભક્તિપ્રધાન’ સ્તોત્રોમાં તીર્થકરોના ગુણોત્કીર્તનને જેમ સ્થાન છે તેમ અન્ય પ્રાભાવિક ૨૮૨ પુરુષોની અને દેવદેવીઓની તેમ જ આગમની સ્તુતિ માટે પણ અવકાશ છે. આને લઈને આપણે આ જાતનાં સ્તોત્રોનાં બે ઉપવર્ગ પાડી શકીએ : (૧) જિન-વિષયક અને (૨) અજિન-વિષયક. પ્રથમ પ્રકારનાં સ્તોત્રો કોઈ એક જ-અમુક જ તીર્થકરને ઉદેશીને હોય અથવા તો અનેકને–સમસ્ત જિનવરોને લક્ષીને હોય. આમ જે બે ઉપપ્રકારો પડે છે તે પૈકી બીજા ઉપપ્રકારના શુદ્ધ અને મિશ્રિત એમ બે ભેદ પાડી શકાય. સચ્ચાર પદ્યોની સ્તુતિઓ (થોય).એ મિશ્રિતના ઉદાહરણરૂપ છે કેમકે એમાં અમુક તીર્થકર ઉપરાંત સમસ્ત તીર્થંકરો, આગમ અને યક્ષ કે દેવીની સ્તુતિને પણ સ્થાન અપાયેલું હોય છે.
‘શુદ્ધ સ્તોત્રોનો વિષય કેવળ જિનેશ્વરો જ છે. તેમ છતાં એના પણ બે પ્રકારો છે : (૧) વિશિષ્ટ અને (૨) સામાન્ય. ‘વિશિષ્ટ સ્તોત્રો મુખ્યતયા ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ છે જ્યારે સામાન્ય સ્તોત્રો એ સમસ્ત જિનવરોને અંગે ઘટી શકે એવાં છે અને એથી તો એને “સાધારણ-જિન-સ્તોત્ર' કહે છે.'
આમ જે મેં અહીં અંતિમ વર્ગીકરણની દૃષ્ટિએ વર્ગો, ઉપવર્ગો અને પેટવર્ગોનો–દસ પ્રકારોનો નિર્દેશ કર્યો છે તેનો એકસામટો ખ્યાલ આવે તે માટે એ હકીકત નીચે મુજબ હું હવે રજૂ કરું છું સ્તુતિ-સ્તોત્રો
P. ૨૮૩
૧ તત્ત્વ-પ્રધાન (દાર્શનિક)
૨ ભક્તિ-પ્રધાન
૩ જિન-વિષયક
૧૦ અજિન-વિષયક
૪ એક
૫ અનેક
૭ મિશ્રિત
૮ વિશિષ્ટ
૯ સામાન્ય
૧. આ સંબંધમાં કેટલીક વિશેષ માહિતી મેં D C G C M (Vol. XIX, sec. 1, pt. 2) ના મારા તૃતીય
પરિશિષ્ટ (પૃ. ૩૭૩-૩૭૭)માં આપી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org