________________
૧૪૭
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૩૨-૨૩૪] પ્રબન્ધનું નામ “પટ્ટકૂલિકાનયન-ચાહડમન્નિસંબંધ” છે. એમાં કહ્યું છે કે કુમારપાલ રાજાનો મંત્રી ચાહડ સાળવીઓનાં કુટુંબોને મારવાડના બંબેરાપુરથી પાટણ લાવ્યો અને રાજાએ એ કુટુંબોને યોગ્ય આશ્રય આપી વસાવ્યા. આ ઉપરથી એમ અનુમનાય છે કે પટોળાં વણનારા સાળવીઓ મારવાડમાંથી પાટણ આવી ત્યાંથી ખંભાત અને સુરત થઈ દખણ અને મધ્ય પ્રદેશમાં ગયા હોવાની અનુશ્રુતિનું સમર્થન થાય છે.'
પ્રિયંકરનૃપકથા (લ. વિ. સં. ૧૫૫૦)- આ ૧૦૦૦ શ્લોક જેવડી અને મુખ્યતયા ગદ્યમાં ૨ ૨૩૪ રચાયેલી કથાના કર્તા જિનસૂર છે. એઓ વિશાલરાજસૂરિના શિષ્ય સુધાભૂષણના શિષ્ય થાય છે. એમણે મન્મથ નરેન્દ્રના પુત્ર કથાનકરૂપ રૂપસેનચરિત્ર રચ્યું છે. આ પ્રિયંકરનૃપકથા ઉવસગ્ગહરથોત્તનો પ્રભાવ દર્શાવે છે અને નૃપતિ પ્રિયંકરને પ્રાપ્ત ના થયેલી સંપત્તિનો નિર્દેશ કરે છે. આ કથા (પૃ. ૨૮૨૯)માં ભોજન સમારંભનું વર્ણન છે અને એ પ્રસંગે એમાં વિવિધ વાનીઓનાં નામ ગણાવાયાં છે. આ રસિક કથા સંસ્કૃત, પાઈય અને ગુજરાતી અવતરણોથી અલંકૃત છે. ૨૭૩મું પદ્ય સ્વસ્તિક બંધથી અને ૨૭૪મું પદ્ય આઠ પાંખડીના કમળરૂપ બંધથી વિભૂષિત છે. ૨૫૬માં અને ૨૫૭મા પદ્યો “વરકનક”ની પાદપૂર્તિરૂપ છે.
ભાષાંતર- આ પ્રિયંકરનૃપકથાનાં ગુજરાતીમાં બે ભાષાંતર થયેલાં છે અને એ બંને છપાવાયાં છે.
૧. કેટલાકનું માનવું એ છે કે દક્ષિણમાંથી પાટણમાં સાળવીઓ આવ્યા હતા. ૨. જુઓ ડૉ. ભોગીલાલ સાંડેસરાનો “ગુ. સા. ૫. સં.” (અ. ૧૮) માટેનો “નિબંધસંક્ષેપ” નામે “પટોળાં
વણનાર સાળવીઓના ઇતિહાસ ઉપર કેટલોક પ્રકાશ.” ૩. આ કથા મારી સંસ્કૃત પ્રસ્તાવના સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઇ. સ. ૧૯૩૨માં પ્રકાશિત
કરાઈ છે. એમાં ઉવસગ્ગહરથોત્ત “દ્વિજ' પાર્શ્વદેવગણિકૃત એની સંસ્કૃત વૃત્તિ સહિત અપાયું છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે પાંચ અંતરકથા અપાઈ છે. વળી ઉવ.થોરની વીસ ગાથા અને એની પાદપૂર્તિરૂપ પાસજિણોત્ત અપાયાં છે. સંસ્કૃત પ્રસ્તાવનામાં મેં રૂપસેનચરિત્ર સાથે સંતુલન કર્યું છે અને કેટલાક વિશિષ્ટ શબ્દો અને પ્રયોગો ગુજરાતી અર્થ સહિત આપ્યા છે. વિશેષમાં ઉવ.થોરની વિવિધ વૃત્તિની
નોંધ લીધી છે. ૪. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી વિ. સં. ૧૯૬૮માં છપાવાઈ છે. ૫. આ બંને પદ્યો TL D (2nd instalment)માં ઉદ્ધત કરાયાં છે. ૬. પહેલું ભાષાંતર “જૈ. ધ. પ્ર. સ.” તરફથી પ્રસિદ્ધ થયેલું છે. એમાં ઘણી અશુદ્ધિ છે એવા નિર્દેશપૂર્વકનું
અને શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ પાસે નવેસરથી તૈયાર કરાયેલું ભાષાંતર મહાપ્રભાવિક નવસ્મરણ નામની જે કૃતિ ગુજરાતી ભાષાંતર, વિવેચન, પાંચ પરિશિષ્ટો અને ૪૧૦ ચિત્રો સહિત શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ તરફથી અમદાવાદ વિ. સં. ૧૯૯૫માં “શ્રીજૈન પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રંથાવલિ'ના છઠ્ઠા પુષ્પ તરીકે પ્રકાશિત થયેલી છે તેમાં પૃ. ૧૫૦-૨૨૮માં છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org