________________
૧૫૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ એમનાં કેટલાંક પદ્યો પ્ર. ચ. (શૃંગ ૨૨)માં છે. જલ્ડણકૃત સૂક્તમુક્તાવલીમાં પણ બે પદ્યો છે. એમના પુત્ર 'સિદ્ધપાલ કવિ ગણાય છે પણ એમની કોઈ કૃતિ હજી સુધી તો મળી આવી નથી, જો કે એમણે રચેલું કોઈ કોઈ પદ્ય કુમારવાલપડિબોહમાં મળે છે. આ શ્રીપાલના પૌત્ર વિજયપાલે રચેલું દ્રૌપદી-સ્વયંવર નાટક તો મળે છે.
શ્રીપાલના પિતાનું નામ લક્ષ્મણ છે. એઓ વિમલશાહના વંશજ હશે અને દેલવાડામાં વિમલશાહના જિનમંદિરમાં જે સંગેમરમરની પુરુષ-પ્રતિમા છે તે આ શ્રીપાલની હશે એમ મુનિ
જિનવિજયે “મહાકવિ વિજયપાલ અને તેના પિતામહ મહાકવિ શ્રીપાલ” નામના લેખમાં કહ્યું છે. P ૨૪૨ વિશેષમાં આ લેખમાં એમણે શ્રીપાલ, સિદ્ધપાલ અને વિજયપાલનો પરિચય આપ્યો છે. આ ઉપરાંત
એમાં એમણે શ્રીપાલના પિતા લક્ષ્મણથી માંડીને વિજયપાલની વિદ્યમાનતાના સમયનું નીચે મુજબ અનુમાન થઈ શકે છે એમ કહ્યું છે :
૧. લક્ષ્મણ વિ. સં. ૧૧૦૦-૧૧૫૦. ૨. શ્રીપાલ વિ. સં. ૧૧૫૧-૧૨૧૦. ૩. સિદ્ધપાલ વિ. સં. ૧૨૧૧-૧૨૫૦. ૪. વિજયપાલ વિ. સં. ૧૨૫૧-૧૩૦૦.
'કુમાર-વિહાર-શતક (લ. વિ. સં. ૧૨૩૦)-આ નાટ્ય-દર્પણ ઈત્યાદિના પ્રણેતા રામચન્દ્રગણિએ ૧૧૬ પદ્યમાં વિવિધ છંદમાં રચેલું ખંડકાવ્ય છે. પ્રારંભમાં પાટણમાંના
કુમારવિહાર” નામના જિનપ્રાસાદમાં -ચૈત્યમાં રહેલી પાર્શ્વનાથની પ્રતિમાનું આઠ પદ્ય દ્વારા વર્ણન છે. એમ કરીને કર્તાએ એ પ્રભુનાં ગુણગાન ગાયાં છે. ત્યાર બાદ કુમારપાલે બંધાવેલા
ઉપર્યુક્ત ચૈત્યનું કવિઓને છાજે તેવી રીતે મનમોહક વર્ણન કરાયું છે. આ ચૈત્યની સમૃદ્ધિ અને P ૨૪૩ સાધનસામગ્રી પુષ્કળ છે એ બાબત અહીં દર્શાવાઈ છે. ગ્લો. ૩૭માં ચૈત્યને આકાશ સાથે અને શ્લો.
૧. સુમઈનાહચરિય અને કુમારવાલપડિબોહ એ બંનેની પ્રશસ્તિમાં સિદ્ધપાલને “કવિચક્રમસ્તકમણિકહ્યા છે. ૨. આ નાટક જિનવિજયજીની પ્રસ્તાવના સહિત “જૈ. આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૧૮માં છપાવાયું છે. ૩. આ લેખ “પુરાતત્ત્વ” (વર્ષ ૧, અંક ૧. પૃ. ૧૧૩-૧૨૧)માં છપાવાયો છે. એમાં સિદ્ધપાલે રચેલાં પડ્યો
અપાયાં છે. ૪. આ ખંડકાવ્ય સુધાભૂષણકૃત અવચૂર્ણિ, ગુજરાતી ભાવાર્થ અને વિશેષાર્થ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાયું છે. એની ગુજરાતી પ્રસ્તાવનામાં કહ્યું છે કે અવચૂર્ણિકાર સુધાભૂષણે અવચૂર્ણિના પ્રારંભમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ઉપર્યુક્ત પ્રાસાદમાં ૭ર દેવકુલિકાઓ હતી, મુખ્ય પ્રાસાદમાં ચન્દ્રકાન્ત' મણિની ૧૨૫ આંગળની પ્રતિમા હતી, સર્વત્ર કળશો અને સ્તંભો સુવર્ણના હતા અને ૯૬ કોટિ દ્રવ્ય ખર્ચી કુમારપાલે આ પ્રાસાદ બંધાવ્યો હતો પરંતુ મુદ્રિત પ્રતિમાં જે આ અવચૂર્ણિ છપાઈ છે
તેમાં તો આવો પ્રારંભિક ભાગ જ નથી તેનું શું ? ૫. એના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૮૦-૧૮૬). ૬. આનું સંક્ષિપ્ત વર્ણન સોમપ્રભસૂરિએ કુમારવાલપડિબોહમાં કર્યું છે. એમાં આ મંદિરને ૨૪ જિનાલયથી
રમણીય અને “ચન્દ્રકાન્ત' મણિની પાર્શ્વનાથની મૂળ પ્રતિભાવાળું હોવાનું કહ્યું છે. ૭. જુઓ ગ્લો. ૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org