________________
૧૬૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ P ૨૬૬ અને એની વ્યાખ્યા, પ્રમાણ-પ્રકાશ અને એની વ્યાખ્યા તેમ જ યુક્તિપ્રકાશ અને એની
વ્યાખ્યા રચ્યાં છે.
“જગદ્ગુરુ-કાવ્ય (ઉ. વિ. સં. ૧૬૪૬)– આ ઐતિહાસિક કાવ્યના કર્તા પંડિત વિમલસાગરના શિષ્ય પદ્મસાગરગણિ છે. એમણે આ કાવ્ય સૌરાષ્ટ્રમાં આવેલા મંગલપુર (માંગરોલ)માં ૨૩૩ પદ્યમાં વિ. સં. ૧૬૬૪માં કે તે પૂર્વે રચ્યું છે. “જગદ્ગુરુ' હીરવિજયસૂરિ મોગલ સમ્રાટ અકબરના દરબારમાં જઈ ત્યાંથી પાછા ફરી ગુજરાત તરફ આવે છે એ સમાચાર સાંભળી આ કાવ્ય રચવા એઓ પ્રેરાયા હતાં. એમાં એમણે છ મહિનાના ઉપવાસ કરનારી એક ‘શ્રાવિકા પાલખીમાં બેસીને વાજતેગાજતે જાય છે એ દશ્ય-સરઘસ અકબર જુએ છે એ વાત રજૂ કરી છે. આ કાવ્યનો મુખ્ય વિષય “જગદ્ગુરુ
તરીકે ઓળખાવાતા હીરવિજયસૂરિનો જીવનવૃત્તાંત છે. P. ૨૬૭ ‘પવનદૂત (લ. વિ. સં. ૧૬૫૦)- આના કર્તા દિ. વાદિચન્દ્ર છે. વિ. સં. ૧૬૪૮માં
જ્ઞાનસૂર્યોદય નામનું નાટક રચનારા તે આ જ હશે. જો એમ હોય તો એઓ દિ. પ્રભાચન્દ્રના શિષ્ય અને ભટ્ટારક દિ. જ્ઞાનભૂષણના પ્રશિષ્ય થાય છે. વળી ઉપર્યુક્ત નાટકમાં જે કમલસાગરની અને કીર્તિસાગરની આજ્ઞાથી સૂત્રધાર આ નાટક ભજવે છે તે બંનેના આ નાટકકાર ગુરુ હશે.
આ ૧૦૧ પદ્યના પવનદૂતમાં કાલિદાસના મેઘદૂતની છાયા છે પરંતુ એ એની પાદપૂર્તિરૂપ નથી, બાકી આ સંદેશ-કાવ્ય તો છે જ કેમકે ઉજ્જૈનનો રાજા વિજય, વિદ્યાધર અશનિવેગે હરણ કરેલી પોતાની પત્ની તારાની પાસે પવનને દૂત બનાવી વિરહ-સંદેશ મોકલે છે. પદ્ય 100માં “પ્રભાચન્દ્ર' એવો જે પ્રયોગ છે તે દ્વારા કર્તાએ પોતાના ગુરુના નામનો નિર્દેશ કર્યો હોય એમ અનુમનાય છે.
ઋષભ-શતક (વિ. સં. ૧૬પ૬)- આના કર્તા વિજય-પ્રશસ્તિકાવ્ય વગેરે રચનારા હેમવિજયગણિ છે. એમણે આ શતક ખંભાતમાં વિ. સં. ૧૬૫૬માં રચ્યું છે. અને એનું સંશોધન લાભવિજયગણિએ કર્યું છે.
સદ્ભાવ-શતક- આના કર્તા ઉપર્યુક્ત હેમવિજયગણિ છે.
અન્યોક્તિ-મુક્તામહોદધિ (લ. વિ સં. ૧૬૫૬)- આ પણ ઉપર્યુક્ત હેમવિજયગણિની રચના છે. આનું નામ વિચારતાં એમ લાગે છે કે એ વિવિધ અન્યોક્તિરૂપ મૌક્તિકોનો સાગર હશે. ૧. આ બંને કૃતિઓ એક જ પુસ્તકરૂપે પાટણની “હેમચન્દ્રસભા” તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ કૃતિ છપાઈ છે ખરી ? ૩. આ કૃતિ રાજશેખરસૂરિકૃત સ્યાદ્વાદકલિકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી છપાવાઈ છે. ૪. જિ. ૨. કો. (ખંડ, પૃ. ૩૨૦)માં આના જ નામાંતર તરીકે નયપ્રકાશ અને જૈનમંડનનો ઉલ્લેખ છે. ૫. “ય. જૈ. ગ્રં.” માં આ પ્રકાશિત છે. ૬. આની વિ. સં. ૧૬૪૬માં લખાયેલી એક હાથપોથી મળે છે.
૭. જુઓ શ્લો. ૨૦૦. ૮. જુઓ શ્લો. ૧૨૩. અહીં નામ છપાયું નથી પણ અન્ય કૃતિ પ્રમાણે એ થાનસિંહની માતા ચંપાબાઈ છે. ૯. આ “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં છપાયું છે. આ કાવ્ય હિંદી અનુવાદ સહિત “જૈન
સાહિત્ય પ્રસારક કાર્યાલય” તરફથી ઈ. સ. ૧૯૧૪માં છપાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org