________________
P ૨૭૦
૧૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ (૪) 'સુરપ્રિયમુનિકથા– આ ઉપરાંત એમણે સંસ્કૃતમાં નીચે મુજબની કૃતિઓની વૃત્તિઓ
રચી છે ઃ
(૧) ઋષભનમ્રસ્તોત્ર, (૨) °કલ્યાણમન્દિરસ્તોત્ર, (૩) 'ચતુર્વિંશતિજિનસ્તોત્ર (જિનપ્રભીય), (૪) જિનસ્તુતિ, (૫) “દેવા:પ્રભોસ્તોત્ર, (૬) 'ભક્તામરસ્તોત્ર, (૭) પંચમીપર્વસ્તુતિ, (૮) રત્નાકરપંચવિંશતિકા, (૯) વિશાલલોચનસ્તોત્ર, (૧૦) શોભનસ્તુતિ, (૧૧) P ૨૭૧ સકલાર્હત્-સ્તોત્ર, (૧૨) “સાધારણજિનસ્તવ અને (૧૩) સ્નાતસ્યાસ્તુતિ.
કેટલાક વીતરાગસ્તોત્ર પણ ગણાવે છે. એમણે આ સંસ્કૃત કૃતિઓ ઉપરાંત અન્ય ભાષામાં પણ કૃતિઓ રચી છે.
પ્રસ્તુત કૃતિ આઠ ભાગમાં વિભક્ત છે. દરેક ભાગને ‘પ્રકાશ’ કહ્યો છે. આ આઠ પ્રકાશનાં પદ્યોની સંખ્યા પ્રકાશદીઠ નીચે મુજબ છે :–
૧૭૯, ૫૨, ૧૧૫, ૧૧૫, ૫૬, ૩૯, ૧૮૧, ૪૩, (૩૯ + ૪).
૧. આનો પરિચય પૃ. ૨૭૨માં અપાયો છે.
૨. આ જિનપ્રભસૂરિએ ૨૬ પદ્યમાં રચ્યું છે. એ જૈનસ્તોત્ર-સમુચ્ચય” (પૃ. ૧૪૯-૧૫૧)માં છપાયું છે. ૩. આની વૃત્તિ ભક્તા.સ્તોત્રત્રયની મારી આવૃત્તિમાં છપાઈ છે.
૪. શું આ ઉપ૨ ગણાવાયેલી ઋષભનભ્રસ્તોત્ર નામની પહેલી કૃતિથી ભિન્ન છે ?
૫. આ જયાનન્દસૂરિએ નવ પદ્યમાં રચેલું સ્તોત્ર છે. એ “સાધારણ જિનસ્તવ''ના નામથી અવસૂરિ સહિત “જૈનસ્તોત્રસંગ્રહ” (ભા. ૧, પૃ. ૪૫-૪૬)માં છપાવાયું છે.
૬. આની વૃત્તિ ભક્તા.સ્તોત્રત્રયની મારી આવૃત્તિ (પૃ. ૧૨૬-૧૫૧)માં છપાઈ છે.
૭. ‘શ્રીનેમિ: પદ્મરૂપ’” થી શરૂ થતી આ સ્તુતિમાં ચાર પદ્યો છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૭) પ્રમાણે તો આ નામની કૃતિ ૧૩૨ પદ્યની છે અને એના ઉપર કનકકુશલગણિની વૃત્તિ છે.
૮. આની વૃત્તિ મૂળ સ્તોત્ર સહિત ‘જૈ. આ. સ.’' તરફથી ઈ. સ. ૧૯૪૨માં પ્રકાશિત થયેલી છે. ૯. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૯)માં છ સાધારણજિનસ્તવનની નોંધ છે. જેમકે (૧) કુમારપાલે ૩૩ પદ્યોમાં રચેલું સંસ્કૃત સ્તવન, (૨) સોમપ્રભકૃત (૩) જયાનન્દસૂરિકૃત, (૪) કલિ. હેમચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્રે રચેલ કે જેને ‘ષોશિકા’ કહે છે તે, (૫) રત્નાકરકૃત અને (૬) અજ્ઞાતકર્તૃક. સોમતિલકસૂરિએ સાધારણસ્તુતિ રચી છે અને એ “આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી સૂરચન્દ્રે એક સાધારણસ્તવન રચ્યું છે. એના ઉપર કોઈકની ટીકા છે. આમ વિવિધ સ્તવનાદિમાંથી શેના ઉપર કનકકુશલગણિએ વૃત્તિ રચી છે એનો નિર્ણય કરવો બાકી રહે છે. બાકી જયાનન્દસૂરિકૃત ‘દેવાઃપ્રભો’થી શરૂ થતા સ્તોત્રની વૃત્તિ તો એમણે રચી જ છે. એ જ જો અહીં અભિપ્રેત હોય તો આના પૃથક ઉલ્લેખની જરૂર નથી.
૧૦. દીવાલી-કપ્પ એ એમની પાઈય કૃતિ છે. વરદત્ત ગુણમંજરી બાવની કદાચ હિન્દીમાં હશે. જ્ઞાનપંચમીકથાનો બાલાવબોધ એ એમની ગુજરાતી કૃતિ છે. હરિશ્ચન્દ્રરાજાનો રાસ એ એમની ગુજરાતી કૃતિ નથી પરંતુ કનકસુન્દરની છે એમ ‘‘જૈ. સ. પ્ર.’’ (વ. ૧૪, અં. ૧)માં ઉલ્લેખ છે. ગુજરાતીમાં રચાયેલ ગોડી પાર્શ્વનાથ છંદ શાન્તિકુશલે કે કનકકુશલગણિએ રચ્યો છે તેની તપાસ કરવી બાકી રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org