________________
૧૭૧
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૭૪-૨૭૭] પદ્યો છે અને પ્રત્યેક પદ્ય એકેક લોકોક્તિ યાને કહેવત પૂરી પાડે છે. દા. ત. શ્લો. ૧૨માં “ટુથે પૂરઉપામ્” એમ છે આ કૃતિ વિ. સં. ૧૬૯૯માં વિજયદેવસૂરિના રાજ્યમાં રાજનગરની સમીપમાંના ઉષ્માપુર (ઉસમાનપુર)માં રચાઈ છે. અનુવાદ– પ્રસ્તુત કૃતિનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે.
P ૨૭૬ દૃષ્ટાન્ત-શતક- આ નામની ત્રણ કૃતિઓ છે. એકના કર્તા નરેન્દ્રસૂરિ છે અને એના ઉપર કોઈકની અવસૂરિ છે બીજાના કર્તા “લંકા' ગચ્છના કેશવ ઋષિના શિષ્ય તેજસિંહ છે. એમની આ *કૃતિમાં ૧૦૨ પદ્યો છે, એ કૃતિનો છોટાલાલ નરભેરામ ભટ્ટ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ત્રીજી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી.
ગૌતમ-ચરિત્ર (વિ. સં. ૧૭૨૬)- આના કર્તા દિ. મંડલાચાર્ય ધર્મચન્દ્ર છે. એઓ દિ. ભાનુકીર્તિના શિષ્ય શ્રીભૂષણના શિષ્ય થાય છે. એમણે આ ચરિત્ર પાંચ અધિકારમાં વિભક્ત કરી વિ. સં. ૧૭૨૬માં રચ્યું છે. આ દ્વારા મહાવીરસ્વામીના આદ્ય ગણધર ઈન્દ્રભૂતિ ઉર્ફે ગૌતમસ્વામીનું ચરિત્ર આલેખાયું છે.
ગૌતમ-ચરિત્ર- આ દિ. ભટ્ટારક યશકીર્તિની રચના છે.
ગૌતમીય-કાવ્ય (વિ. સં. ૧૮૦૭)- આના કર્તા “ખરતર' ગચ્છના દયાસિંહના શિષ્ય ૨ ૨૭૭ રૂપચન્દ્ર ઉર્ફે ‘રામવિજય છે. એમણે ગુજરાતીમાં એક બાલાવબોધ રચ્યો છે અને રાજસ્થાનમાં મુહૂર્તમણિમાલા નામની જ્યોતિષની કૃતિ રચી છે. વળી વીરાયુ-૭-વર્ષ-સ્પષ્ટીકરણ, વિજ્ઞપ્તિાવિંશિકા ઇત્યાદિ એમની કૃતિઓ છે. એમણે આ કાવ્ય ૧૧ સર્ગમાં વિ. સં. ૧૮૦૭માં રચ્યું છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૪૧, ૩૯, ૪૧, ૩૮, ૪૧, ૩૯, ૮૧, ૪૭, ૨૧, ૫૧, અને ૪૫.
આમ કુલ્લે ૫૧૪ પદ્યો છે. ૧. આનો અર્થ “દૂધમાંથી પોરા કાઢવા થાય છે. ૨. આ અનુવાદ મૂળ સહિત પ્રકાશિત થયેલો છે. ૩. શું વિદ્વચ્છતકના કર્તા તેજસિંહ તે આ જ છે ? ૪. આ કૃતિ છો. ન. ભટ્ટના ગુજરાતી અનુવાદ સહિત મોહનલાલ મનસુખરામ શાહ તરફથી વડોદરાથી ઈ.
સ. ૧૯૧૦માં છપાવાઈ છે. પ. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આની પં. લાલારામજી શાસ્ત્રીએ કરેલી હિન્દી ભાષાટીકા મૂ. કિ. કાપડિયાએ ઈ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ
કરી છે. ૭. આ “ચન્દ્રસિંહસૂરિ જૈન ગ્રંથમાલા”માં છપાવાયું હતું. ત્યાર બાદ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ક્ષમાકલ્યાણગણિકૃત વ્યાખ્યા નામે ગૌતમીયપ્રકાશ સહિત ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત કરાયું છે અને એમાં
અંતમાં પધોની અકારાદિ ક્રમે સૂચી છે. [ક્ષમાકલ્યાણકૃત ટીકા સાથે હર્ષપુષ્પા સં. ૨૦૪૯માં પ્રકાશિત.] ૮. જુઓ “ચતુર્વિશંતિ-જિનેન્દ્ર-સ્તવનાનિ”ની શ્રી અગરચંદ નાહટાએ લખેલી હિંદી ભૂમિકા (પૃ. ૪-૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org