________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૬૬-૨૬૯].
૧૬૭ "અન્યોક્તિ-શતક- આના કર્તા દર્શનવિજયગણિ છે. એમાં એમણે જાતજાતની સો અન્યોક્તિને P. ૨૬૮ સ્થાન આપ્યું છે.
અન્યોક્તિ-મુક્તાવલી (વિ. સં. ૧૭૩૬)- આ ૬૪૦ પદ્યમાં અન્યોક્તિરૂપ મોતીની માળા વિજયાનન્દસૂરિના શિષ્ય હંસવિજયે વિ. સં. ૧૭૩૬માં રચી છે.
મૂર્ખશતક- આ અજ્ઞાતકર્તક કૃતિની વિવિધ હાથપોથીઓ મળે છે. આના અંગે મેં “મૂર્ખશતકનો પરિચય” નામનો લેખ લખ્યો હતો.
*મૂર્ખશતક-ષત્રિશિકા- આ કૃતિ કોઈકે રચી છે."
"દાનપ્રકાશ (વિ. સં. ૧૬૫૬)- આ ૮૪૦ શ્લોક જેવડી કૃતિના રચનાર કનકકુશલગણિ P ર૬૯ છે. એઓ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિના શિષ્ય સોમકુશલગણિના શિષ્ય થાય છે. આથી ભક્તામરસ્તોત્રની વૃત્તિમાં હીરવિજયસૂરિનાં શિષ્યા તરીકે અને રોહિણીકથામાં પણ વિજયસેનસૂરિના શિષ્યાણ તરીકે એમણે પોતાને વિષે નિર્દેશ કર્યો છે. વાચક શાન્તિચન્દ્ર અને વિબુધ કમલવિજય એ આ કનકકુશલગણિના વિદ્યાગુરુ થાય છે. આ ગણિએ નિમ્નલિખિત સંસ્કૃત કૃતિઓ રચી છે –
(૧) જિનસ્તુતિ- આ કૃતિ વિ. સં. ૧૬૪૧માં રચાઈ છે.
(૨) “જ્ઞાનપંચમીકથા, સૌભાગ્યપંચમીકથા કિવા વરદત્તગુણમંજરી-કથા. આમાં વરદત્ત અને ગુણમંજરીનો અધિકાર છે.
(૩) “રોહિણીકથા યાને રૌહિણેય-કથા– આ વિ. સં. ૧૬૫૭ની રચના છે. [પ્ર.જૈ.આ.સ.] ૧. આ લઘુ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૩માં છપાવાઈ છે. [“હર્ષપુષ્પા.” પ્રસિદ્ધ.] ૨. સુભાષિતરત્નભાંડાગારમાંના પાંચમા “અન્યોક્તિ' પ્રકરણમાં જાતજાતની પુષ્કળ અન્યોક્તિઓ અપાયેલી છે. ૩. આ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” ના તા. ૧૦-૧૨' પરના અંકમાં છપાયો છે. ૪. જુઓ જિ. ૨. કો. (વિ ૧, પૃ. ૩૧૨) ૫. મૂર્ખને લગતા મારા અન્ય લેખોનાં નામ અને એજ સામયિકોમાં છપાયાં છે તેનાં નામ નીચે મુજબ છે. - મૂર્ખસનનો ચોથો પાયો : “ગુજરાતી” (તા. ૧૦-૪-૪૯). મૂર્ણ સંબંધી સાહિત્ય : “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” (તા. ૩-૧૨-૫૧). મૂરખાઓનું પ્રદર્શન (લેખાંક ૧-૯) (૪૭ વાર્તા) : “ગુ. મિત્ર તથા ગુ દર્પણ” (તા. ૧૭-૧૨-૫૧થી તા.
૭-૪-'૫ર સુધીના ગાળામાંના નવ અંકો). ૬. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૧માં છપાવાઈ છે. ૭. એમના કૃતિકલાપનો સંક્ષિપ્ત પરિચય મેં “કનકકુશલગણિ અને એમની કૃતિઓ” નામના મારા લેખમાં
આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૩, અં. ૧૨)માં છપાયો છે. ૮. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૨૫-૨૬માં છપાઈ છે. વળી જે પર્વકથાસંગ્રહ “ય. જૈ. ગ્રં.”માં
વીરસવંત્ ર૪૩૬માં પ્રકાશિત થયો છે તેમાં પણ આ કથા છે. ૯. [આ. “જૈ. આ. સ” ૩૬માં અને હીરાલાલ હ. દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org