________________
૧૬૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ "શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૮૬૮)- આ ૧૧૦૦ શ્લોક જેવડા ગદ્યાત્મક ચરિત્રના કર્તા ખરતર' ગચ્છના જયકીર્તિસૂરિ છે. એના ઉપર કોઈકની ટીકા છે.
આ ઉપરાંત નિમ્નલિખિત વ્યક્તિઓએ પણ શ્રીપાલ-ચરિત્ર નામની એકેક કૃતિ સંસ્કૃતમાં રચી છે :
ઇન્દ્રદેવરસ ‘ક્ષેમલક કવિ, જગન્નાથ પંડિત, જીવરાજગણિ, નરદેવ, દિ. મલ્લિભૂષણ, વિજયસિંહસૂરિ, વિદ્યાનન્દિ, વિરભદ્રસૂરિ, (દિ.) સકલકીર્તિ, સોમકીર્તિદેવ, સોમચન્દ્રગણિ, સૌભાગ્યસૂરિ અને હર્ષસૂરિ.' [રત્નશેખરસૂરિના શિષ્ય હેમચન્દ્રસૂરિકૃત શ્રીપાલકથા “નેમિવિજ્ઞાન ગ્રં.”માં પ્રસિદ્ધ
થઈ છે.] તપા. કમલચારિત્ર શિષ્ય ચારિત્ર વિ. કે વિજયચારિત્રકૃત શ્રીપાલન.ચ. કોબા કે.જ્ઞાન.માં છે.] P ૨૬૩ સ્નાત્ર-પંચાશિકા (લ. વિ. સં. ૧૫૩૦)- આ “સહસાવધાની” મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલની ૮૦૦ શ્લોક જેવડી કૃતિ છે. એમાં એમણે જિનપૂજાને અંગે પચાસ કથાઓ આપી છે.
અવચૂરિ– આ સમગણિએ વિ. સં. ૧૫૩૨માં રચી છે. બાલાવબોધ– આ ગુજરાતી રચના જિનહર્ષગણિની છે.
સમાનનામક કૃતિઓ- “સ્નાત્ર-પંચાશિકા' નામની ત્રણ કૃતિ છે. એ પૈકી એક અજ્ઞાતકર્તક છે. બીજી કૃતિ “વિધિ’ પક્ષના વિદ્યાસાગરસૂરિના શિષ્ય ઉદયસાગરે વિ. સં. ૧૮૦૪માં રચી છે. એને સમ્યકત્વદીપિકા પણ કહે છે. એ ૧૩૦૦ શ્લોક જેવડી કૃતિ પણ કથાઓ પૂરી પાડે છે. એના ઉપર સ્વપજ્ઞ વૃત્તિ છે. ત્રીજી કૃતિ પદ્યાત્મક છે અને એ ધર્મવિમલસૂરિએ રચી છે. એ પણ શું કથાત્મક કૃતિ છે ?
ગુરુગુણરત્નાકર-કાવ્ય (વિ. સં. ૧૫૪૧)- આ ઐતિહાસિક લઘુકાવ્ય સોમચારિત્રગણિએ લક્ષ્મીસાગરસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૫૪૧માં વિવિધ છંદમાં ચાર સર્ગમાં રચ્યું છે. એ ગણિ
સોમસુન્દરસૂરિના શિષ્ય સોમદેવસૂરિના શિષ્ય ચારિત્રહંસગણિના શિષ્ય થાય છે. એમણે પ્રસ્તુત P ૨૬૪ કાવ્યમાં રત્નશેખરસૂરિના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિનો જીવનવૃત્તાંત આલેખ્યો છે.
‘આનનન્દસુન્દર-કાવ્ય કિવા દશશ્રાવકચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૫૧)- આના કર્તા સર્વવિજયગણિ છે. એમણે માળવાના ગ્યાસુદ્દીન ખીલજીના દરબારના એક અમલદાર નામે જાવડની
૧. આ હીરાલાલ હંસરાજ તરફથી ઈ.સ. ૧૯૦૮માં છપદ્ઘાયું છે. ૨. ક્ષેમલકગણિએ સિદ્ધચક્રમાહાભ્ય રચ્યું છે. શું આ જ શ્રીપાલચરિત્ર છે ? ૩. એમની કૃતિ ગદ્યમાં છે. ૪. “ખરતર' ગચ્છના રાજમુનિના શિષ્ય લબ્ધિમુનિએ દસ સર્ગમાં આસરે ૧૦૪૦ પદ્યોમાં વિ. સં. ૧૯૯૦માં
શ્રીપાલચરિત્ર રચ્યું છે. અને એ મુંબઈના “જિનદત્તસૂરિભંડાર'તરફથી વિ. સં. ૧૯૯૧માં છપાવાયું છે. ૫. આની શિલાછાપ આવૃત્તિ અમદાવાદની જૈન વિદ્યાશાળાએ વિ. સં. ૧૯૩૦માં પ્રસિદ્ધ કરી હતી. ૬. આ કાવ્ય વિષયોના નિર્દેશપૂર્વક “ય. જૈ. ગ્રં.”માં વિરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત કરાયું છે. એમાં
સોમસુન્દરસૂરિ વિષે હકીકત છે. પૃ. ૧૪માં લક્ષ્મીસાગરસૂરિની જન્મપત્રિકા અપાઈ છે. ૭. એમાં અનુક્રમે ૧૧૪, ૧૦૨, ૧૧૧ અને ૧૪૭ (૧૪૧+૬) પદ્યો છે. એકંદર પો ૪૭૪ છે. ૮. આની વિ.સં. ૧૫૫૧માં લખાયેલી હાથપોથી મળે છે. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૧૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org