________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : [પ્ર. આ. ૨૫૮-૨૬૨]
૧૬૩ - શ્રીપાલને અંગે જે વિવિધ ચરિત્રો રચાયેલાં મળે છે તેમાં રત્નશેખરસૂરિએ વિ. સં. ૧૪૨૮માં જ. મ. માં ૧૩૪૧ પદ્યમાં રચેલી અને સિદ્ધચક્ર-મત્રોદ્ધારની વિધિથી વિભૂષિત P ૨૬૧ સિરિવાલકહા સૌથી પ્રાચીન છે. સંસ્કૃત ચરિત્રોમાં ઉપર્યુક્ત કૃતિ પ્રાચીનતમ હોય એમ લાગે છે.'
શ્રીપાલચરિત્ર યાને શ્રીપાલકથા (વિ. સં. ૧૫૫૭)- આના કર્તા ‘વૃદ્ધ તપા' ગચ્છના ઉદયસાગરના શિષ્ય લબ્ધિસાગર છે. એમણે આ વરિત્ર વિ. સં. ૧૫૫૭માં રચ્યું છે.
શ્રીપાલચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૭૨)- આ અજ્ઞાતકર્તૃક ચરિત્રની એક હાથપોથી વિ. સં. ૧૫૭૨માં લખાયેલી મળે છે.
શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૫૭૩)- “વૃદ્ધ તપા' ગચ્છના વિજયરત્નસૂરિના શિષ્ય ધર્મવીરની રચના છે. આની વિ. સં. ૧૫૭૩માં લખાયેલી એક હાથપોથી મળે છે.
શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૫૮૫)- આ દિ. કૃતિ “સરસ્વતી’ ગચ્છના સિંહનદિ અને મલ્લિભૂષણના શિષ્ય બ્રહ્મ નેમિદત્તની નવ વિભાગમાં વિભક્ત કરાયેલી વિ. સં. ૧૫૮૫ની રચના છે.
શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૭૪૫)- આ ગદ્યાત્મક કૃતિના કર્તા જ્ઞાનવિમલસૂરિ છે. તેઓ ધીરવિમલના શિષ્ય થાય છે. એ સૂરિનું દીક્ષા સમયનું નામ નવિમલ હતું. એમણે વિજયપ્રભસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૭૧૦-૧૭૪૭ના ગાળામાં પણહાવાગરણ ઉપર ટીકા રચી છે. વળી એમણે વિ. સં. ૧૭૫૫માં તીર્થમાલા રચી છે. આ ઉપરાંત એમણે કેટલીક કૃતિઓ ઉપર ગુજરાતીમાં બાલાવબોધ P. ૨૬૨ રચ્યા છે. પ્રસ્તુત શ્રીપાલચરિત્ર નામની કૃતિ વિ. સં. ૧૭૪૫માં રચાઈ છે. એની પ્રશસ્તિના શ્લો. ૫-૬માં આના કર્તાએ કહ્યું છે કે આ ચરિત્ર પહેલાના પ્રાકૃત ગાથાબદ્ધ "ચરિત્ર અને વાચક (ઉપા.) વિનયવિજયકૃત (શ્રીપાલ રાજાનો ) રાસને આધારે મેં યોજયું છે.
૧. પાઈયમાં ત્રણ, અપભ્રંશમાં બે, સંસ્કૃતમાં પચ્ચીસેક અને ગુજરાતીમાં સોળેક કૃતિઓ રચાઈ છે. જુઓ “આ.
પ્ર.” (પુ. ૪૭, અં. ૪)માં છપાયેલો મારો લેખ નામે “શ્રીપાલચરિત્રો”શ્રી અગરચંદ નાહટાનો “શ્રીપાલચરિત્રસાહિત્ય” નામનો હિંદીમાં લખાયેલો લેખ “અનેકાંત” (વ. ૨, કિ. ૨, પૃ. ૧૫૫-૧૬૪)માં વીરસંવત્ ૨૪૬પમાં છપાયો છે. ૨. એમનો તેમ જ એમના કૃતિકલાપનો સંક્ષિપ્ત પરિચય મેં નવપદ-મહાભ્યની મારી ગુજરાતી “પ્રવેશિકા”
(પૃ. ૮-૧૧)માં આપ્યો છે. ૩. આના પરિચય માટે જુઓ ઉપર્યુક્ત પ્રવેશિકા (પૃ. ૬-૭) તેમ જ પા. ભા. સા. (પૃ. ૧૨૦-૧૨૧) ૪. ગુજરાતી કૃતિઓમાં માંડણ શ્રાવકે વિ. સં. ૧૪૯૮માં રચેલો શ્રીપાલરાસ યાને સિદ્ધચક્રરાસ સૌથી પ્રાચીન
જણાય છે. ૫. આનાં નામ માટે જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૬૨) ૬.આ સિરિવાલકહા જ હશે એમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org