________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૫૫-૨૫૮]
૧૬૧ 'રૌહિણેયકથા (લ. વિ. સં. ૧૪૭૦)- આ રૌહિણેય ચોરની કથા “કાસદ્રહ' ગચ્છના દેવચન્દ્રના શિષ્ય દેવમૂર્તિએ રચી છે. એમણે વિ. સં. ૧૪૭૦ની આસપાસમાં ‘વિક્રમચરિત્ર રચ્યું છે.
આ કથાનું મુખ્ય પાત્ર રોહિણેય નામનો ચોર છે. એ કેમે કર્યો પકડાતો ન હતો. તેને રે ૨૫૭ શ્રેણિક નરેશ્વરના પુત્ર અને એમના મહામંત્રી અભયકુમાર એક વેળા પકડી પાડે છે અને ચોરી કબૂલ કરાવવા માટે એક યુક્તિ રચે છે. જે ઓરડામાં એ ચોરને રાખ્યો હતો તે જાણે ઈન્દ્રભવન ન હોય તેમ તેને તેઓ શણગારે છે અને અપ્સરાઓની જગ્યાએ વારાંગનાઓ રાખે છે. નિદ્રાધીન બનેલો ચોર જાગતાં આ સ્વર્ગ તમને કેમ મળ્યું એમ એને પેલી વારાંગનાઓ પૂછે છે. રૌહિણેયે મહાવીરસ્વામીનું વચન પગમાં કાંટો વાગતાં એ કાઢતી વેળા કમને સાંભળ્યું હતું કે દેવ-દેવીની આંખ મિંચાતી નથી તેમ જ તેમના પગ જમીનને અડકતા નથી. આ વાત યાદ આવતાં એ સમજી ગયો કે આ સ્ત્રીઓ અપ્સરાઓ નથી પણ આ તો બનાવટ છે. આ ઉપરથી પ્રતિબોધ પામી એણે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
અંગ્રેજી અનુવાદ– આ કથાનો અંગ્રેજીમાં અનુવાદ એચ. જોન્સને કર્યો છે.
ગીતવીતરાગ કિવા જિનાષ્ટપદી (લ. વિ. સં. ૧૪૭૫)- આના કર્તા દિ. “અભિનવ' ચારકીર્તિ છે. એમનો સમય વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ હોવાનું મનાય છે. એમણે આ કૃતિ ‘દ્રવિડ દેશના સિંહપુરમાં “ગાંગેય વંશના રાજપુત્ર દેવરાજના આગ્રહથી રચી છે. એ ગીતગોવિંદના અનુકરણરૂપ છે. જેમ જયદેવે ગીતગોવિંદમાં કૃષ્ણ અને રાધાના પ્રણયનું વર્ણન કરી શૃંગારપ્રધાન ભક્તિકાવ્ય રચ્યું છે તેમ પ્રસ્તુત કૃતિમાં વીતરાગનાં-જૈનોના તીર્થંકરનાં ગુણગાન છે. આ કૃતિ અનુકરણની દૃષ્ટિએ કેટલી સફળ બની છે એ જાણી શકાય તે માટે એ પ્રકાશિત થવી ઘટે. [આ P ૨૫૮ ગીતવીતરાગ પ્રબન્ધ નામે “ભારતીય જ્ઞાનપીઠ વારાણસીથી સં. ૨૦૨માં છપાઈ છે.]
ટીકા- આ ગીતવીતરાગ ઉપર અન્ય ચારકીર્તિએ ટીકા રચી છે. એ પણ અપ્રસિદ્ધ છે.
શૃંગાર-ધનદ (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા નીતિધનદના રચનારા ધનદ છે. આ કૃતિને શૃંગાર-શતક તરીકે પણ ઓળખાવાય છે. એમાં ૧૦૩ પદ્યો છે. એ દ્વારા સ્ત્રીનાં અંગોપાંગ અને વિષયસેવનનું વર્ણન કરાયું છે. એ માટે “શાર્દૂલવિક્રીડિત' છંદ પસંદ કરાયો છે. ચોથા પદ્યમાં આ કૃતિ પ્રથમ આપવાનું બાકીની બે નીતિ-ધનદ અને વૈરાગ્ય-ધનદ નામની ૧. આ “જૈ. આ. સ” તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયેલી છે. ૨. જુઓ પૃ. ૧૨૧-૧૨૨ * ૩. આ અનુવાદ Studies in honour of M. Bloomfield નામના પુસ્તક (પૃ. ૧૫૯ ઈ.)માં ઈ. સ.
૧૯૩૦માં છપાયો છે. ૪. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. ૫. આની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.ર૪૨-૨૪૩)માં લીધી છે. ૬. એમના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.૨૪૨-૨૪૩)
૧૧
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org