________________
P ૨૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬
સમાનનામક કૃતિઓ દેવેન્દ્રગણિએ (નેમિચન્દ્રસૂરિએ) જે રત્નચૂડકથા રચી છે તે પ્રસ્તુત કથાથી ભિન્ન છે. એને 'તિલકસુન્દરી-રત્નચૂડકથાનક પણ કહે છે અને અક્ખાણમિણકોસ (આખ્યાન-મણિકોશ)ના ટીકાકાર આમ્રદેવે એનો ઉલ્લેખ કર્યો છે. [આ.મ. પં. અમૃતલાલ ભોજક સંપાદિત થઇ ‘પ્રાકૃત ગ્રં. પ.' દ્વારા ઇ.સ. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ છે.]
૧૬૦
‘ખરતર’ ગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ રત્નચૂડકથા રચી છે અને એની એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. આના ઉપર કોઈકનું ટિપ્પણ છે. શું આ પ્રસ્તુત વિષયની કૃતિ છે? આવો પ્રશ્ન નેમપ્રભની કૃતિ માટે પણ વિચારવો ઘટે.
પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય યશોદેવગણિએ જ. મ.માં જે કૃતિ રચી છે તે તો નામ પૂરતી સામ્ય ધરાવે છે કે વિષયની દૃષ્ટિએ પણ અભિન્ન છે તે જાણવું બાકી રહે છે. એની એક હાથપોથી વિ. સં. ૧૨૨૧માં લખાયેલી છે.
કથાકોશ યાને કલ્પમંજરી (
)– આ ‘આગમ’ ગચ્છના જયતિલકસૂરિની રચના
છે. એનું પરિમાણ ૨૯૦ શ્લોક જેવડું છે.
કથાકોશ– આ અજ્ઞાતકર્તૃક કૃતિમાં સંસ્કૃતમાં ૨૭ કથાઓ છે. એનો પ્રારંભ ‘ધનદ-કથા’થી કરાયો છે. શું આ પદ્યાત્મક કૃતિ છે ?
અંગ્રેજી અનુવાદ– આનો સી. એચ ટૉનીએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
સમાનનામક અન્ય કૃતિઓ– કથાકોશ નામની એકેક કૃતિ નિમ્નલિખિત દિગંબર ગ્રંથકારોએ રચી છે. ચન્દ્રકીર્તિ, પદ્મનન્દિ, બ્રહ્મ નેમિદત્ત, શ્રુતસાગર, સકલકીર્તિ અને સિંહસૂરિ. કથાકોશ યાને શકુનરત્નાવલી– આના કર્તા વર્ધમાન છે.
[રત્નપાલકથા : સોમમંડન. પ્ર. આ. સભા. રત્નપાલચરિત્ર : મુનિ નથમલ. પ્રકાશિત છે.] રત્નશેખર-રત્નવતી-કથા, ‘પર્વતિથિવિચાર, પર્વવિચાર ર્કિવા ‘વ્રતકથા (વિ. સં. ૧૪૬૩)– આના કર્તા જયતિલકસૂરિના કે પછી જયચન્દ્રના શિષ્ય દયાવર્ધનગણિ છે. એમણે ૩૮૦ શ્લોક જેવડી આ કૃતિ વિ. સં. ૧૪૬૩માં રચી છે.
૧. આ કથા પાઈયમાં હોય એમ લાગે છે. જો તેમ જ હોય તો એ
પાટણની વિ. સં. ૧૨૨૧ની તાડપત્રીય પ્રતિ ઉ૫૨થી ‘‘મણિવિજય ગણિવર ગ્રંથમાલા''માં ઇ. સ. ૧૯૪૨માં છપાવાઈ છે.
૨. આ પ્રશ્ન ૨૩૦૦ શ્લોક જેવડા અને રાજ્યવર્ધને રચેલા રત્નચૂડચરિત્રને અંગે પણ વિચારવાનો રહે છે. ૩. આ અનુવાદ ‘ઓરિયેન્ટલ ટ્રાંસ્લેશન ફંડ' તરફથી લંડનથી ઇ. સ. ૧૮૯૫માં પ્રસિદ્ધ કરાયો છે. ૪. એમની કૃતિને આરાધના-કથાકોશ પણ કહે છે.
૫. એમની કૃતિને વ્રતકથાકોશ તરીકે પણ ઓળખાવાય છે.
૬-૭. આ નામાંતરો જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૮)માં અપાયાં છે.
૮. એજન, પૃ. ૩૬૮ અહીં નામાંતર તરીકે રત્નશેખર-રત્નાવલી-કથા એવો ઉલ્લેખ છે, જો કે કર્તાનું નામ તો દયાવર્ધન અપાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org