________________
P ૨૫૨
૩ ૨૫૩
૧૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ નવ પ્રકારો અને કયું સ્વપ્ન ક્યારે કેવી રીતે ફળે ઇત્યાદિ હકીકત વિસ્તારથી કહે છે.` આગળ જતાં સરસ્વતી પુત્રને જન્મ આપે છે અને એનું નામ ‘રત્નચૂડ’ પડાય છે. એ મોટો થતાં એને લેખશાળામાં મોકલાય છે. ત્યાં ભણીગણી તૈયાર થતાં એ પોતાના પિતાની દુકાને બેસે છે. ધનાઢય હોવાથી એ ગર્વિષ્ઠ રહે છે. એ ઉપરથી એક વેળા સૌભાગ્ય મંજરી નામની વેશ્યા એને કહે છે કે બાપની પૂંજી ઉપર આ અભિમાન શા કામનું ? એ ઉપરથી પરદેશ જવા તૈયાર થાય છે. એ સમયે એના પિતા એને ઉપદેશ આપે છે. પ્રવાસમાં કેમ વર્તવું વગેરે સામાન્ય શિખામણ આપી ધૂર્ત લોકોના ધામરૂપ ‘ચિત્રકૂટ’ દ્વીપમાં આવેલા ‘અનીતિપુર'માં નહિ જવું અને કદાચ જવું પડે તો ઝટ ત્યાંથી નીકળી જવાનું કહે છે.
રત્નચૂડ વહાણમાં કિંમતી વસ્તુઓ ભરી પરદેશ જાય છે અને કર્મસંયોગે એ જ ‘અનીતિપુર’માં આવી પહોંચે છે. એ વેળા ચાર વણિક એને મળે છે અને એઓ એને સગા છે એવી ખોટી છાપ એના ઉપ૨ પાડે છે અને વહાણમાં ભરેલો માલ અમે વેચી આપીશું અને તમે કહેશો તે ઇષ્ટ વસ્તુથી ભરી આપીશું એમ કહી એની સંમતિ મેળવી એ માલ એમાંથી ખાલી કરે છે.
બીજે દિવસે રત્નચૂડ રાજાને મળવા ઊપડે છે. ત્યાં કોઈ પાદુકા બનાવનાર એને પાદુકા ભેટ આપે છે. મૂલ્ય પૂછતાં એ કહે છે કે મને રાજી કરજો એટલે થયું. એની હા પાડી રત્નચૂડ આગળ વધે છે ત્યાં તો એક કાણિયો આવી એને કહે છે કે હું જુગારમાં હારી ગયો એટલે તમારા પિતા પાસે મેં મારી એક આંખ ગીરો મૂકી લાખ દીનાર લીધા હતા. એ ૨કમ આજે તમને હું પાછી આપું છું વાસ્તે તમે મને મારી આંખ પાછી આપો. રત્નચૂડ આ સાંભળી આભો બની જાય છે. છતાં દ્રવ્ય તો
એ લઈ લે છે.
રત્નચૂડ થોડોક ચાલ્યો એટલે એને ચાર ધૂતારા મળ્યા. એ માંહોમાંહે વાદ કરતા હતા કે સમુદ્રનું માપ નીકળે કે નહિ ? ચોથો ધૂતારો રત્નચૂડને પાનો ચડાવી એનું માપ કાઢી આપવાનું એની પાસે કબૂલ કરાવે છે અને કહે છે કે જો તમે આ કાર્ય કરી શકશો તો અમે ચારે જણ અમારું ધન તમને આપી દઈશું, નહિ તો તમારું બધું લઈ લઈશું, રત્નચૂડ શરત કબૂલ રાખે છે.
આ બધા ધૂર્ત જનોને કેમ પહોંચી વળવું એ વિચાર આવતાં રત્નચૂડ રણઘંટા વેશ્યાને ત્યાં જાય છે અને એને હજાર દીનાર આપી રાજી કરે છે. એ વેશ્યા એને સ્ત્રીનો વેષ પહેરાવી પોતાની માતા યમઘંટા પાસે લઈ જાય છે. તે પૂર્વે એ કહે છે કે આ ધૂતારાઓનું નગર છે. રાજા, મંત્રી, શેઠ, આરક્ષક (કોટવાલ), પુરોહિત અને મારી મા વિદેશીને છેતરી એનું ધન સરખે ભાગે વહેંચી લે છે. યમઘંટા રણઘંટાને પૂછે છે કે આ કોણ છે ? એનો એ બનાવટી ઉત્તર આપે છે. એવામાં પેલા ચાર વિણકો યમઘંટા પાસે આવી પોતે એક મુસાફરને કેવો ફસાવ્યો છે તે કહે છે. એ ઉ૫૨થી એ કહે છે કે જો એ મચ્છરોનાં હાડકાંથી વહાણ ભરી આપવાનું કહેશે તો તમે બની જશો. ત્યારે પેલા
૧. શ્લો. ૪૪માં કહ્યું છે કે જે શુભ આશયવાળો પુરુષ સ્વપ્નમાં મરઘી ઘોડી કે ક્રૌંચી જુએ તેને ત્યાં કન્યાનો જન્મ થાય અથવા તો તેને પત્ની મળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org