________________
P ૨૪૯
૧૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ ૧. દેવેન્દ્રસૂરિકૃત કથા. આમાં ૮૩ પદ્યો છે. એના પ્રણેતા જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હોય તો આ
કથા મોડામાં મોડી વિ. સં. ૧૩૨૭ની ગણાય. ૨. રામભદ્રકૃત કથા. આમાં ૧૨૫ પદ્યો છે. એના રચનાર “વાદી દેવસૂરિના શિષ્ય જયપ્રભસૂરિના
શિષ્ય થાય છે. ૩. વિનયચન્દ્રપ્રણીત કથા. આમાં ૮૯ પદ્યો છે અને આના પ્રણેતા રત્નસિંહસૂરિના અંતેવાસી થાય
છે. એમણે પક્ઝોસવણાકપ્પ ઉપર વિ. સં. ૧૩૨૫માં નિરુક્ત રચ્યું છે. ૪. મહેશ્વરસૂરિરચિત કથા. આ પર પદ્યની કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૩૬પમાં લખાયેલી
છે. આ કૃતિના ‘પલ્લીવાલ” ગચ્છના છે. ૫. અજ્ઞાતકર્તૃક કથા. આમાં ૬૫ પદ્યો છે. એને અંગે કોઈ કે બાલાવબોધ રચ્યો છે. ૬. જિનદેવકૃત કથા. આ ૯૭ પદ્યોની કથા છે. આ મુનીશ્વર જિનપ્રભસૂરિના પ્રિય શિષ્ય થાય છે. ૭. માણિક્યસૂરિકૃત કથા. આમાં ૧૦૨ પદ્યો છે અને એનો પ્રારંભ “વન્દા હરિવન્ડામાંથી
થાય છે. ૮. દેવકલ્લોલકૃત કથા. આ વિ. સં. ૧૫૬૬ની રચના છે. એમાં ૧૦૪ પદ્યો છે અને એના પ્રણેતા
પાઠક કર્મસાગરના શિષ્ય થાય છે. ૯. અજ્ઞાતકર્તક કથા. આ ૬૭ પદ્યોની કથાની શરૂઆત “શ્રીવર્ધમાનપ'થી કરાઈ છે. અંતિમ
પદ્યના અન્ય ચરણમાં કર્તાએ પોતાનું ‘વિબુધતિલક' નામ ગોપવ્યું હોય તો ના નહિ. ૧૦. અજ્ઞાતકર્તક કથા. “નયાત્ સ ત્રિવાર્ય:'થી શરૂ થતી આ કથામાં ૧૯ પદ્યો છે. ૧૧. સમયસુન્દરમણિકૃત કથા. “શ્રીજીથી શરૂ થતી આ કથા ગદ્યમાં વિ. સં. ૧૬૬૬માં
રચાઈ છે. વચ્ચે વચ્ચે ૩૭ પદ્યો છે. કોઈકે એના ઉપર બાલાવબોધ રચ્યો છે.
આ ઉપરાંત પ્ર. ચ. પુષ્કમાલાની વૃત્તિ, શુભશીલગણિકૃત ભરતેશ્વર-બાહુબલિ-વૃત્તિ તેમ જ ઉવએસમાલાની સિદ્ધર્ષિકૃત વૃત્તિમાં કાલકાચાર્યનો વૃત્તાન્ત છે. નિસીહની જિનદાસગણિકૃત વિરોહચુણિમાં કાલકસૂરિની કથા છે તે આ સૂરિને અંગેની સ્વતંત્ર તેમ જ આનુષંગિક કથાઓમાં સૌથી પ્રાચીન હોય એમ લાગે છે.
જૈન મેઘદૂત યાને મેઘદૂત (ઉ. વિ. સં. ૧૪૪૯)- આના કર્તા અંચલ' ગચ્છના મહેન્દ્રસૂરિના પટ્ટધર મેરૂતુંગસૂરિ છે. એમણે સત્તરિભાસ ઉપર વિ.સં. ૧૪૪૯માં ટીકા રચી છે. એમાં એમણે પોતાની નીચે મુજબની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે –
(૧) મેઘદૂત (પ્રસ્તુત કૃતિ), (૨) એની વૃત્તિ, (૩) પદર્શન સમુચ્ચય (ષદર્શન-નિર્ણય), (૪) કાતંત્ર ઉપર બાલાવબોધ, (૫) ધાતુપારાયણ ઇત્યાદિ. ૧. આ કથા “જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ” તરફથી જે પક્ઝોસવણાકપ્પ કલ્પલતા સહિત ઈ.સ. ૧૯૩૯માં
છપાવાયેલ છે તેના અંતમાં પણ અપાયેલી છે. ૨. આ કાવ્ય શીલરત્નની ટીકા સહિત “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થયેલું છે. ૩. આની નોંધ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)માં લેવાની રહી ગઈ છે. આ આવૃત્તિમાં લીધી છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org