________________
૧૫૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ 'મૃગાવતી-ચરિત્ર યાને ધર્મસારશાસ્ત્ર (લ. વિ. સં. ૧૨૭૦)- આના કર્તા “માલધારી P. ૨૪૫ ગચ્છના દેવપ્રભસૂરિ છે. એમણે ૧૮ સર્ગનું પાંડવચરિત્ર રચ્યું છે. એમનું આ મૃગાવતી-ચરિત્ર પાંચ
*વિશ્રામમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ર૬૪, ૨૯૮, ૨૫૪, ૩૬૬ અને ૬૬૬ પદ્યો છે. આમ ૧૮૪૮ એકંદર પદ્યો છે. પ્રથમ વિશ્રામનું નામ “મૃગાવતી-સમાગમ” છે. બાકીના માટે નામ અપાયાં નથી. પાંચમા વિશ્રામમાં પદ્ય પ૬૯-૫૯૧માં મધુબિન્દુનું દૃષ્ટાંત વર્ણવાયું છે.
મૃગાવત્યાખ્યાન (ઉં. વિ. સં. ૧૬૫૨)- આ ૮૦૦ શ્લોક જેવડું આખ્યાન હીરવિજયસૂરિએ રચ્યું છે.
મૃગાવતી-કથા- આના કર્તાનું નામ જાણવામાં નથી.
"સુકતસંકીર્તન (લ. વિ. સં. ૧૨૯૦)- આ ઐતિહાસિક કાવ્યના રચનાર ઠક્કુર અરિસિંહ છે. એઓ લવણસિંહના પુત્ર, વાયડ’ ગચ્છના જીવદેવસૂરિના ભક્ત અને અમરચન્દ્રસૂરિના કલાગુરુ થાય છે. આ અરિસિંહને હાથે કાવ્યદીક્ષા લેનારા આ અમરચન્દ્રસૂરિએ રાણા વીરધવલ સાથે એમનો પરિચય કરાવ્યો તે પ્રસંગને તેમ જ મંત્રીશ્વર વસ્તુપાલ સાથેના પ્રાસ્તાવિક વિનોદને લક્ષીને શીઘ કાવ્યો આ અરિસિંહે રચેલાં મળે છે. એમની મુખ્ય કૃતિ તો આ સુકૃતસંકીર્તન છે. એ ૧૧ સર્ગમાં વિભક્ત છે. એમાં પ૫૫ પદ્યો છે. આ કાવ્યમાં વનરાજથી માંડીને સામંતસિંહ સુધીના, મૂલરાજથી માંડીને ભીમદેવ સુધીના તેમ જ અર્ણોરાજથી માંડીને વિરધવલ સુધીના નૃપતિઓનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે જ્યારે વિસ્તારથી તો વસ્તુપાલનું ચરિત્ર આલેખાયું છે અને તેમ કરતી વેળા એ મંત્રીશ્વરે કરેલી
યાત્રાનું વર્ણન કરાયું છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગના અંતનાં પાંચ પાંચ પદ્યો અમરચન્દ્રસૂરિએ રચ્યાં P ૨૪૬ છે. એ પૈકી પહેલાં ત્રણ વસ્તુપાલની પ્રશંસારૂપ છે અને ચોથું પદ્ય આ અરિસિંહના અને એના કાવ્યચાતુર્યના કીર્તનરૂપ છે, જ્યારે પાંચમું પદ્ય આ પદ્યો રચનાર અમર પંડિતનું નામ પૂરું પાડે છે.
રાજીમતી-વિપ્રલંભ (લ. વિ. સં. ૧૨૯૫)- આ ખંડ કાવ્યના અને એની સ્વોપજ્ઞ વૃત્તિના કર્તા દિ, પં. આશાધર છે. એમણે આ કાવ્યનો ધર્મામૃતની પ્રશસ્તિ (શ્લો. ૧૨)માં ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય કે એની ઉપર્યુક્ત વૃત્તિ હજી સુધી તો અનુપલબ્ધ છે. પરંતુ એનો વિષય રાજમતીનો નેમિનાથથી વિયોગ થયો તે હોવો જોઈએ એમ એનું નામ વિચારતાં જણાય છે.
૧. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૦૯માં પત્રાકારે પ્રસિદ્ધ કરાયું છે. ૨. પાંચમાં વિશ્રામની પુષ્મિકામાં પ્રસ્તુત કૃતિ માટે “ધર્મસારચૂડામણિ' એવું વિશેષણ વપરાયું છે. એ ઉપરથી
આ નામ યોજાયું હશે. ૩. જુઓ પૃ. ૧૧૨ ૪. આનાં પરિમાણ નીચે મુજબ છે :
પત્ર ૧-૨૫, ૨૬-૫૩, ૨૩-૭૭, ૭૭-૧૧૫ અને ૧૧૬-૧૭૨. ૫. આ કાવ્ય “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાયું છે. [આનો અંગ્રેજી અનુવાદ ઇંડીયન
એટીક્વરી ભા. ૩૧માં મૂળ અને બુલરનો જર્મન અનુવાદ સિત્સંગસ્વરિખે (ભા. ૧૧૯, સ. ૧૮૯૯)માં બન્ને જર્મન અને અંગ્રેજી સાથે સિંધી ગ્રં. ૩૨માં પ્રકાશિત છે.] . ૬. L C V (પૃ. ૯૪)માં ૫૫૩નો ઉલ્લેખ છે પરંતુ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૩)માં તો પપપનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org