________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૪૧-૨૪૪]
૧૫૩ ૩૮માં 'હિમાલય સાથે સરખાવવામાં કવિએ કમાલ કરી છે. ગ્લો. ૩૮માં વહાણની તુલના કરાઈ છે. શ્લો. ૮૪માં ‘ઉલૂલ” શબ્દ વપરાયો છે. એનો અર્થ મુદ્રિત અવચૂર્ણિ (પત્ર ૮૮૮)માં મંગલધ્વનિ' કરાયો છે.
અવચૂર્ણિ- આ ખંડકાવ્ય ઉપર સુધાભૂષણે અવચૂર્ણિ રચી છે. એ વિશાલરાજના શિષ્ય પં. વિવેકસાગરગણિના શિષ્ય થાય છે. ચૂર્ણિને કેટલાક ‘વૃત્તિ' કહે છે. એમાં શબ્દાર્થ પૂરતું સ્પષ્ટીકરણ છે.
ટીકા- આના કર્તા વિબુધરાજ છે.
કુમાર-વિહાર-પ્રશસ્તિ (લ. વિ. સં. ૧૨૩૦)- આના કર્તા “કલિ.’ હેમચન્દ્રસૂરિના શિષ્ય વર્ધમાનગણિ છે. એમણે આ કાવ્ય ૮૭ પદ્યમાં રચ્યું છે. એમાં “કુમારવિહાર' નામના ચૈત્યનું પ્રશંસાત્મક વર્ણન હશે એમ એનું નામ જોતાં જણાય છે.
લક્ષ્મણ-વિહાર-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૭૩)- આ પ્રશસ્તિ ખરતર' ગચ્છના કીર્તિરાજે વિ. સં. ૧૪૭૩માં રચી છે અને એનું સંશોધન જયસાગરગણિએ કર્યું છે. જે લક્ષ્મણવિહાર' અંગે આ પ્રશસ્તિ છે એ વિહાર-જિનાલય જિનરાજસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૪૫૯માં બંધાવવો શરૂ કરાયો હતો.
શાનિતનાથ-જિનાલય-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૭૩)- આના કર્તા ખરતર' ગચ્છના P ૨૪૪ જયસાગરગણિ છે. એમણે આ પ્રશસ્તિ વિ. સં. ૧૪૭૩માં રચી છે. આ દ્વારા એમણે શાન્તિનાથના જિનમંદિરની પ્રશંસા કરી છે.
“ચિત્રદુર્ગ-મહાવીર પ્રાસાદ-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૯૫)- આ નામ કહી આપે છે તેમ આ ચિત્રદુર્ગના અર્થાત્ ચિત્તોડના મહાવીરસ્વામીના જિનાલયને અંગેની ૧૦૪ શ્લોકની પ્રશસ્તિ છે. એ વિ. સં. ૧૪૯૫માં ચારિત્રરત્નમણિએ રચી છે. એમાં સોમસુન્દરસૂરિ વિષે ઉલ્લેખ છે.
સંભવ-જિનાલય-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૯૭)-આની રચના “ખરતર' ગચ્છના જયસાગરસૂરિના શિષ્ય સોમકુંજરે વિ.સં. ૧૪૯૭માં કરી છે. આ પ્રશસ્તિ સંભવનાથના જિનાલયને અંગેની છે. જુઓ જેસલ.સૂચી (પૃ. ૬૮-૬૯). ૧. શ્લો. ૭૬માં હિમાલયને ‘તુહિનગિરિ' કહ્યો છે. અહીં કુબેરાદ્રિ અને હેમાચલનો એટલે કે અવચૂર્ણિ પ્રમાણે - કૈલાસ અને મેરુનો ઉલ્લેખ છે. ૨. જૈ. આ. સ. તરફથી વિ. સં. ૧૯૬૬માં આ પ્રકાશિત છે. ૩. જુઓ પ્રો. પિટર્સનનો ત્રીજો હેવાલ (પૃ. ૩૧૬) ૪. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૬૩-૬૪). ૫. આ પ્રશસ્તિ “રૉયલ એશિયાટિક જર્નલ” (પુ. ૩૩, ૫. ૪૨-૬૦)માં ઈ. સ. ૧૯૦૮માં છપાવાઈ છે. ૬-૭. જિ. ૨. કો. (વિ. ૧, પૃ.૧૨૩)માં આનું નામ “ચિત્રકૂટ-મહાવીર-વિહાર પ્રશસ્તિ' અપાયું છે અને એ વિ. સં. ૧૫૦૮ની રચના હોવાનું કહ્યું છે. આ અંગે મુંબઈ સરકારની માલિકીની ભાં. પ્રા. સં. મે. માં
જે હાથપોથી છે તે તપાસવી ઘટે. ૮. આ પ્રશસ્તિનો કેટલોક સારાંશ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૫૪-૪૫૫)માં અપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org