________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૨૯-૨૩૨]
૧૪૫ *ભરટક-લવિંશિકા (લ. વિ. સં. ૧૪૭૫)- આમાં ભરટક એટલે કે ભરડા વિષે બત્રીસ કથાઓ છે. પ્રો. હર્ટલના મતે આ “શૈવ” સંપ્રદાયના સાધુઓને અંગેના કટાક્ષ (satires) રજૂ કરે છે પરંતુ પ્રો. વિન્તર્નિન્સ જુદો મત ધરાવે છે એમ એમની કૃતિ નામે HIL (ભા.૧, પૃ. ૩૫૦ અને ૬૫૯) જોતાં જણાય છે. આ પુસ્તકના કર્તાનું નામ જાણવામાં નથી પણ એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય હોય એમ લાગે છે. એ શિષ્ય આ કથાઓ સાધુરાજ પાસેથી સાંભળીને કૌતુકને લઈને લખી P. ૨૩૧ છે. એમને સંસ્કૃત ભાષાનો બોધ હોવા વિષે શંકા રહેતી નથી, જોકે કેટલાક પ્રયોગો કેટલાકને ચિત્ત્વ જણાય તેવા છે. બુદ્ધિબળમાં અને નીતિના નિયમો પાળવામાં શિથિલ જણાતા ભરડાઓને અનુલક્ષીને તેમને સુધારવાના ઇરાદે આ કૃતિ યોજી હોય એમ લાગે છે. આ કૃતિની પ્રત્યેક કથાનો પ્રારંભ એ કથાના બીજને સૂચવનારા પદ્યથી કરાયો છે. પૃ. ૨૭માં પાઈય લખાણથી મિશ્રિત બનાવટી સંસ્કૃતમાં નિમ્નલિખિત પદ્ય છે –
"भरटक ! तव चट्टा लम्बपुट्ठाः समुद्धा
न पठति न गुणन्ते नेव कव्वं कुणन्ते । वयमपि च पठामो किन्तु कव्वं कुणामो
તfપ અg મામો વર્ષનાં ફોડત્ર કોષ:? ” ભોજપ્રબન્ધ યાને પ્રબન્ધનરાજ (વિ. સં. ૧૫૧૭)- આ ગદ્યાત્મક કૃતિના કર્તા રત્નમન્દિરગણિ છે. એઓ રત્નશેખરસૂરિના શિષ્ય નદિરત્નમણિના શિષ્ય થાય છે. એમના ગુરુભાઈનું નામ રત્નમંડનગણિ છે. આ રત્નમન્દિરગણિએ ઉપદેશતરંગિણી અને ઝાંઝણપ્રબન્ધ રચ્યાં છે. એમણે આ ભોજ પ્રબન્ધ યાને પ્રબન્ધરાજ વિ.સં. ૧૫૧૭માં રચ્યો છે. એમાં નરેશ્વર ભોજન અંગેનો અધિકાર છે. એમાં દાનને અંગેના વિવિધ પ્રસંગો વર્ણવાયા છે. એકંદરે સાત અધિકાર છે. આ કૃતિમાં ઐતિહાસિક કાલક્રમને જતો કરી કાલિદાસ, ભવભૂતિ વગેરેને સમકાલીન ગણ્યા છે. આ કૃતિની ભાષા જેવી જોઈએ તેવી પ્રૌઢ નથી, પરંતુ કથાનો રસ અખંડિત રાખવા પ્રયાસ કરાયો છે. કોઈ કોઈ સ્થળે ગુજરાતીમાં લખાણ છે. દા. ત. પત્ર ૯૩માં નીચે મુજબનું પદ્ય છેઃ
રૂપવંતી નઈ આશાલૂધી ચૂલ્હીપાશિ ન બઈસઈ સૂધા, આંગણિ લોડઈ ઘડી ઘડી તેણિ = ૨૩૨ કારણિએ કાચીવડી.” ૧. આ નાનકડી કૃતિનું અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણી તેમ જ શબ્દકોષ સહિત સંપાદન પ્રો. જોહાન્નિસ
હર્ટલે (Johannes Hertel) કર્યું છે અને એ કૃતિ લાઈસિંગથી ઈ.સ. ૧૯૨૨માં પ્રકાશિત કરાયેલી છે. પ્રસ્તાવનામાં “ભરડો” અને એના પર્યાયરૂપ ગણાતા શબ્દો વિષે ચર્ચા છે. [સોમસુન્દરસૂરિના શિષ્ય કૃત ભ.ધા. “હર્ષપુષ્પા.” માં. સં. ૨૦૪ માં પ્રસિદ્ધ થયેલ છે.] પાક્ષિકદિ અતિચારમાં સચકૃત્વને અંગેના ‘આકાંક્ષા” અતિચાર વર્ણવતાં ‘ભરડા'નો ઉલ્લેખ કરાયો છે. ૨. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૯૨). ૩. આ પ્રબન્ધ પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત કરાયો છે. ૪. પત્ર ૯૨માં “ઉતાવતુ પાર્થેfપ વતિ' એવો પ્રયોગ છે.
૧૦
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org