________________
P. ૨૩૫
૧૪૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ | દર્શનરત્નરત્નાકર (વિ. સં. ૧૫૭૦)- આના કર્તા સિદ્ધાન્તસાર છે. એઓ ‘તપા' ગચ્છના જયાનન્દસૂરિના શિષ્ય સોમજયસૂરિના શિષ્ય ઇન્દ્રનદિના શિષ્ય થાય છે. એમણે ૧૯૮૬૪ શ્લોક જેવડી આ કૃતિ વિ. સં. ૧૫૭૦માં રચી છે. એ દ્વારા એમણે ઋષભદેવનું જીવન-ચરિત્ર આલેખ્યું છે. એમાં વિશેષતા એ છે કે એમના જીવનમાં બનેલી વિવિધ ઘટનાઓના સમર્થનાર્થે એમણે અવતરણો આપ્યાં છે.
આધાર (ઉપજીવન)- કર્તાએ પ્રશસ્તિનાં અંતિમ બે પદ્યો દ્વારા પોતે કયા કયા ગ્રંથનો ઉપયોગ કરી પ્રસ્તુત કૃતિ રચી એ દર્શાવ્યું છે. એ ગ્રંથોનાં નામ નીચે મુજબ છેઃ
અંગો, ઉપાંગો, છેદસૂત્રો, ઉત્તરાધ્યયન, પિણ્ડનિર્યુક્તિ, આવશ્યકનિર્યુક્તિ અને હૈમ આદિનાથ ચરિત્ર.
મદનપરાજય (ઉં. વિ. સં. ૧૫૭૩)- આ દિ, મલ્લગિના પુત્ર નાગદેવની રચના છે. એમાં જૈન તીર્થકરને હાથે મદનનો અર્થાત્ કામદેવનો પરાજય સરસ રૂપક તરીકે આલેખાયો છે. આને લઈને આ કૃતિ મહર્ષિ બુદ્ધના માર ઉપર મેળવેલા વિજયનું સ્મરણ કરાવે છે. પ્રસ્તુત કૃતિ હરિદેવે “અપભ્રંશ'માં રચેલા મયણપરાજયચરિયના આધારે યોજાઈ છે અને એ પાંચ પરિચ્છેદોમાં વિભક્ત કરાઈ છે. એ મુખ્યતયા ગદ્યમાં રચાઈ છે. પ્રત્યેક પરિચ્છેદના અંતમાં આ કૃતિનું નામ સ્મર-પરાજય છે એવો ઉલ્લેખ પણ જોવાય છે. આ મદન પરાજયમાં અત્તરકથાઓ છેઃ (૧) કકુદ્રમ રાજાની, (૨) હેમસેન મુનિની, જિનદત્ત શેઠની, સિંહ બનાવનારાઓની, યદ્ભવિષ્યની તેમ જ બ્રહ્મા અને ઈન્દ્રના સંવાદને લગતી.
મદન-પરાજયમાં નિમ્નલિખિત અજૈન ગ્રંથોનો ઉપયોગ કરાયો છે – ' (૧) મૃચ્છકટિક, (૨) પંચતત્ર, (૩) સુભાષિતત્રિશતી, (૪) પ્રબોધચન્દ્રોદય, અને (૫) હિતોપદેશ.
જૈન ગ્રંથો પૈકી નીચે મુજબનાનો અહીં ઉપયોગ કરાયો છે - ૧. આ કૃતિનો આદ્ય બે લહરી પૂરતો પ્રથમ વિભાગ “જૈન સાહિત્યવર્ધક સભા” તરફથી અમદાવાદથી વિ.
સં. ૨૦૧૦માં અને ત્રીજી લહરીના ચાર તરંગરૂપ દ્વિતીય વિભાગ તેમ જ ત્રીજી લહરીના પાંચમાં તરંગથી માંડીને ચોથી લહરીના અંતિમ તરંગ પૂરતો તૃતીય વિભાગ પણ આ જ સભા તરફથી અનુક્રમે વિ. સં. ૨૦૧૩માં અને વિ. સં. ૨૦૧૫માં પ્રકાશિત કરાયેલ છે. આ ત્રણે વિભાગોના સંપાદકો શ્રી. ભક્તિમુનિજી અને શ્રીનિપુણમુનિજી (હવે પંન્યાસ) છે. એમણે પત્રોના હાંસિયાઓમાં વિષયોનું સૂચન કર્યું છે. આ દ.ર.નું ભાષાંતર મુનિશ્રી અમિતયશ વિ.મ.એ કર્યું છે અને તે બેંગ્લોરથી ૩ ભાગમાં પ્રગટ થયું છે. ૨. ત્રિષષ્ટિનું પ્રથમ પર્વ. ૩. આ કૃતિ હિન્દી સાર અને વિસ્તૃત (પૃ. ૧-૯૪ જેવડી) હિન્દી પ્રસ્તાવના સહિત “ભારતીય જ્ઞાનપીઠ કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત કરાઈ છે. આ પ્રસ્તાવનામાં આખ્યાન-સાહિત્યના ધર્મ-કથા, નીતિ-કથા, લોક-કથા અને રૂપક-કથા એમ ચાર વિભાગો પાડી એનો વૈદિક, બૌદ્ધ અને જૈન એમ ત્રણ દૃષ્ટિએ વિચાર કરી રૂપકાત્મક સાહિત્ય વિષે પુષ્કળ માહિતી અપાઈ છે.
P ૨૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org