________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્યો : પ્રિ. આ. ૨૧૯-૨૨૧]
૧૩૭ પરાગ– આના કર્તા તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિના શિષ્ય વિજયલાવણ્યસૂરિજી છે.
તિલકમંજરીકથાસાર (વિ.સં. ૧૨૬૧)– આ અનન્તપાલનાભાઈ ધનપાલની વિ. સં. ૧૨૬૧ની રચના છે. પ્રિો. નારાયણ કંસારા સંપાદિત આ કૃતિ લા.દવિદ્યામંદિર દ્વારા ઈ.સ. ૧૯૭૦ પ્રસિદ્ધ છે.]
[‘તિલકમંજરીકાસાર' આ નામે આ. સુશીલસૂરિકૃત સંસ્કૃતસાર અને હિન્દી અનુવાદ સુશીલ સા. પ્ર. જોધપુર થી ૨૦૫૦માં પ્રસિદ્ધ થયું છે.]
તિલકમંજરીકથાસાર (વિ. સં. ૧૨૮૧)- ઉપર્યુક્ત તિલકમંજરીના સારરૂપે આ કૃતિ લક્ષ્મીધરે વિ. સં. ૧૨૮૧માં રચી છે.
'તિલકમંજરીસારોદ્ધાર- આ તિલકમંજરીની નાનકડી આવૃત્તિરૂપ છે. એના કર્તા લઘુ ધનપાલ છે.
તિલકમંજરીપ્રબન્ધ (વિ.સં. ૧૬૩૫) પદ્મસાગરે વિ. સં. ૧૬૩૫માં આ પ્રબન્ધ રચ્યો છે. શું એનો વિષય ઉપર્યુક્ત તિલક-મંજરીના જેવો જ છે ?
ધનપાલકૃત તિલકમંજરીકથાસારથી માંડીને તે પદ્મસાગરકૃતતિલકમંજરીપ્રબન્ધ સુધીની કૃતિઓ અંગે જે કેટલીક બાબતો મેં રજૂ કરી છે તેની ચકાસણી વગેરે માટે પ્રા. નારાયણ મણિલાલ કન્સારાનું ‘પલ્લીપાલ' ધનપાલકૃત તિલકમંજરીસારનું સંપાદન અને એમણે લખેલી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧-૪૦) ઉપયોગી હોઈ એના આધારે એમાંથી ખપપૂરતી વિગતો હું અત્ર સાભાર રજૂ કરું છું –
“કૂર્ચાલસરસ્વતી' કવિવર ધનપાલકૃત તિલકમંજરીના યથાર્થ સારરૂપે “પલ્લીપાલ' ધનપાલે તિલકમંજરીસાર રચ્યો છે. એમાં એમણે આ કૃતિનો આ ઉપરાંત કથાસંગ્રહ' અને “કથાસાર' તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત કૃતિ સંસ્કૃતમાં હૃદયંગમ ૧૨૦૩+૭=૧૨૧૦ પદ્યોમાં મુખ્યત્વે “અનુષ્ટ્રમ્ છંદમાં રચાઈ છે. એ “નવ વિશ્રામ (પ્રયાણક)માં વિભક્ત કરાઈ છે. એનાં નામો નીચે મુજબ છે :૧. “વિજયલાવણ્યસૂરિ જ્ઞાનમંદિર” બોટાદ દ્વારા આનો કેટલોક ભાગ પ્રસિદ્ધ થયો છે. ૨. જિનવિજયજીના મતે એઓ દિગંબર છે. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ.૧૯૯) ૩. આ કૃતિ “હેમચન્દ્ર સભા” તરફથી ગ્રંથાક ૧૨ તરીકે ઈ. સ. ૧૯૧૯માં છપાવાઈ છે. ૪. આ કૃતિ “હેમચન્દ્ર સભા તરફથી પ્રકાશિત કરાઈ છે. પ્રિો. નારાયણ કંસારા સંપાદિત “તિલકમંજરીથોદ્ધાર'
પ્રાચ્યવિદ્યાભવન વડોદરાથી ઈ.સ. ૧૯૮૪માં પ્રસિદ્ધ થયું છે.] ૫. આ કૃતિ પલ્લીપાલ' ધનપાલકૃત તિલકમંજરીસારના નામથી “લા. દ. વિદ્યામંદિર” તરફથી હાલ (૧૯૬૯માં) પ્રસિદ્ધ કરાઈ છે. [તિલકમંજરીકાસાર- આ. સુશીલસૂરિ કૃત સંસ્કૃતસાર અને હિન્દી અનુ.
“સુશીલસા.પ્ર.” જોધપુરથી છપાયું છે.] ૬. પૃ. ૬માં પત્તન.સૂચી અને જિ. ૨. કો.માંના તિલકમંજરીસાર સંબંધી ઉલ્લાખો ભ્રાન્ત હોવાનું સૂચવ્યું છે. ૭. અવશિષ્ટ છદોના નામ નીચે પ્રમાણે છે :પૃથ્વી, મંજુભાષિણી, મન્દાક્રાન્તા, માલતી, માલિની, શાર્દૂલવિક્રીડિત, શિખરિણી, સ્ત્રગ્ધરા અને હરિણી.
આ પૈકી મંજુભાષિણી અને માલતી નોંધપાત્ર છે. ૮. આની પદ્યસંખ્યા નીચે મુજબ છે : ૧૦૬, ૧૨૨, ૧૩૯, ૧૨૯, ૧૬૮, ૧૪૧, ૧૬૨, ૧૪૫ અને ૯૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org