________________
P ૨૨૪
૧૪)
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ "પ્રબન્ધચિન્તામણિ (વિ. સં. ૧૩૬૧)- આ મેરૂતુંગસૂરિની વિ. સં. ૧૩૬૧ની રચના છે. એઓ “નાગેન્દ્ર ગચ્છના ચન્દ્રપ્રભના શિષ્ય અને ગુણચન્દ્રના ગુરુ થાય છે. એ
એમણે વિચારશ્રેણિ તેમ જ મહાપુરુષચરિત લોકરંજનાર્થે–મુખ્યતયા જૈન સમાજના જનાર્થે રચ્યાં છે. વળી વઢવાણમાં એમણે આ પ્રબન્ધચિત્તામણિ નામની કૃતિ મુખ્યતયા ગદ્યમાં રચી છે. એની શૈલી ચ. પ્ર. જેવી સુગમ નથી વળી એ કંઈ સૂર્યોદય, ઋતુ વગેરેનાં પદ્યાત્મક વર્ણનોથી વિભૂષિત કાવ્ય નથી કિન્તુ સુભાષિતો દ્વારા અલંકૃત સંક્ષિપ્ત કથાઓના સંગ્રહરૂપ છે. આ કૃતિ ઐતિહાસિક દષ્ટિએ ઘણી મહત્ત્વની છે કેમકે એમાં વિ.સં. ૮૦૨માં થયેલી પાટણની સ્થાપનાથી માંડીને મંત્રીશ્વર વસ્તુપાલે “શત્રુંજય તીર્થની વિ. સં. ૧૨૭૭માં કરેલી યાત્રા સુધીના બનાવોની સાલ અપાઈ છે.*
પ્રસ્તુત કૃતિ પાંચ પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં વિક્રમાદિત્ય, કાલિદાસ, સિદ્ધસેન દિવાકર, શાલિવાહન. “ચાપોત્કટ’ (ચાવડા) વંશના વનરાજ વગેરે રાજાઓ અને સોલંકી મૂલરાજ તેમ જ મુંજરાજ અંગેના પ્રબંધો છે.
બીજા પ્રકાશમાં ખાસ કરીને ભોજ અને ભીમના પ્રબંધો છે. મયૂર, માઘ, ધનપાલ, બાણ અને માનતુંગનાં ચરિત્રો પ્રસંગવશાત્ આલેખાયાં છે.
ત્રીજા પ્રકાશમાં મુખ્યતયા સિદ્ધરાજનો અને ગૌણરૂપે દેવસૂરિ, આભડ, ઉદયન અને સાન્ત મંત્રીના પ્રબંધો છે.
P ૨ ૨૫
૧. આ કૃતિ રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીએ વિ. સં. ૧૯૪૪માં મુંબઈથી પ્રસિદ્ધ કરી હતી. ત્યાર બાદ એમણે
એનો ગુજરાતી અનુવાદ કરી તે પણ છપાવ્યો હતો. કાલાંતરે આ ‘ફાર્બસ ગુજરાતી સભા' તરફથી ઈ. સ. ૧૯૩૨માં અને એનો શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ કરેલો ગુજરાતી અનુવાદ પરિશિષ્ટ સહિત ઇ. સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ કરાયેલાં છે. મૂળ કૃતિ “સિં. જે. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થઈ છે. [આનું પુનર્મુર્ણ “પ્રાચ્ય સા. શ્રેણિ”માં થયું છે.] આ કૃતિનો સી. આર. ટૉનિએ કરેલો અંગ્રેજી અનુવાદ
બિબ્લિઓથેકા ઇન્ડિકા સિરીઝમાં ઈ.સ. ૧૮૯૮-૧૯૦૧માં છપાયો છે. આ મૂળ કૃતિનું પં. હજારીપ્રસાદજી દ્વિવેદીએ હિન્દીમાં કરેલું ભાષાન્તર “સિં. જે. ગ્રં.”માં ઈ.સ. ૧૯૪૦માં છપાવાયું છે. એને અંગે જિનવિજયજીએ લખેલું “પ્રાસ્તાવિક વક્તવ્ય” મહત્ત્વનું. એમાં પ્રસ્તુત કૃતિનો ઉત્તરોત્તર કોણે કોણે ક્યા કયા ગ્રંથમાં ઉપયોગ કર્યો છે તેની નોંધ છે. પ્રબન્ધચિન્તામણિગત વિશેષનામોની સૂચિ પુરાતન-પ્રબન્ધસંગ્રહના અંતમાં છપાવાઈ છે. ૨. આ “જૈન સાહિત્ય સંશોધક' (ખંડ ૨, અં. ૩-૪)માં ઈ. સ. ૧૯૨૫માં છપાવાઈ છે. ૩. આનું બીજાં નામ ધર્મોપદેશશતક છે. એ ૨૩૩૬ શ્લોક જેવડું છે. એમાં લોકપ્રિય ઋષભદેવાદિ પાંચ
તીર્થકર વિષે કેટલીક માહિતી અપાઈ છે. ૪. શ્રી. દુર્ગાશંકરકૃત ઉપર્યુક્ત અનુવાદની પ્રસ્તાવના (પૃ. ૭)માં કહ્યું છે કે “પ્ર. ચિ. પહેલાનાં કોઈ ગ્રંથમાં કાલાનુક્રમ નથી. મૂળરાજ વગેરે રાજાઓની વંશાનુક્રમ યાશ્રય વગેરેમાં છે, પણ કાલાનુક્રમ નથી.” ૫. સુવર્ણપુરુષની સિદ્ધિ અને પરકાયપ્રવેશવિદ્યા વિષે અહીં ઉલ્લેખ છે. ૬. આ વંશની વંશાવલી ઉપયુક્ત ગુજરાતી અનુવાદવાળી આવૃત્તિમાં પૃ. ૩૮-૪૨માં પરિશિષ્ટરૂપે અપાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org