________________
૧૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
P ૨૦૭
અજિતદેવસૂરિના શિષ્ય થાય છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૩૫)માં તેમજ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૦)માં કહ્યું છે, જ્યારે જિનવિજયજીના લેખ પ્રમાણે તો એઓ દેવસૂરિના ગુરુભાઈ વિજયસિંહસૂરિના શિષ્ય થાય છે.
સંશોધન- આ કિસન્ધાન કાવ્યનું સંશોધન પ્રજ્ઞાચક્ષુ કવિવર શ્રીપાલે કર્યું હતું.
સ્વોપજ્ઞ ટીકા- આ કાવ્ય ઉપર કર્તાએ જાતે ટીકા રચી છે. એ પણ જ્યારે મળે છે તો પછી મૂળ સહિત એ સમુચિત રીતે પ્રસિદ્ધ થવી ઘટે.
ત્રિસન્ધાન-સ્તોત્ર (વ. વિ. સં. ૧૪૭૫)- આ પાંચ પદ્યના સ્તોત્રના કર્તા સોમસુન્દરસુરિના શિષ્ય રત્નશેખરસૂરિ છે. અંતિમ પદ્ય અને એની અવચૂરિ અંગેની નોંધ જોતાં એમ જણાય છે. આ
સ્તોત્રમાં આબુ અને જીરાપલ્લી એ બે તીર્થમાંના ત્રણ તીર્થકરો નામે ઋષભદેવ, નેમિનાથ અને પાર્શ્વનાથના પક્ષમાં ઘટે એવાં પાંચ પડ્યો છે. આમ આ ત્રિસંધાન-સ્તોત્ર છે.
આ રત્નશેખરસૂરિએ નવખંડપાર્થસ્તવ, નવગ્રહસ્તવગર્ભિત પાર્થસ્તવ તેમ જ ભાષાત્રયસમ ચતુર્વિશતિજિનસ્તવ રચ્યા છે. વળી વિ. સં. ૧૫૧૬માં એમણે ૪૦૬૫ શ્લોક જેવડો “આચારપ્રદીપ રચ્યો છે. આ ઉપરાંત એમણે સદ્ગપડિક્કમણસુત્ત યાને વંદિતૃસુત્ત ઉપર વિ. સં. ૧૪૯૬માં અર્થદીપિકા નામની વૃત્તિ, સવિધિ ઉપર વિ.સં. ૧૫૦૬માં 'વિધિકૌમુદી નામની સ્વોપજ્ઞ વૃત્તિ તેમ જ સડાવસ્મય ઉપર કોઈક સમયે વૃત્તિ રચી છે.
પંચ-સંધાન અને ષટ-સંધાન કાવ્યો- જેમ જૈન શ્વેતાંબર કૃતિઓ તરીકે દ્વિસંધાન-કાવ્યો ૧. આ લેખનું નામ “મહાકવિ વિજયપાલ અને તેના પિતામહ મહાકવિ શ્રીપાલ છે. આ લેખ “પુરાતત્ત્વ”
(વિ. ૧, અં. ૧ પૃ. ૧૦૩-૧૨૧)માં છપાયો છે. ૨. જુઓ પત્તન.સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૭). ૩. “પાર્થનિસ્તવ” એ નામથી આ સ્તોત્ર જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૭૩)માં અવચૂરિ સહિત છપાયું છે. ૪. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૫. આ નોંધ પ્રમાણે આ સ્તોત્રના કર્તા રત્નશેખરગણિ છે. આ નોંધ ચતુરવિજયજીએ લખી છે. ૬, આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૬૯-૭૦)માં છપાયો છે. ૭. આ પ્રકાશિત છે. એજન, પૃ. ૭૧-૭૨
: ૮. આ પ્રકાશિત છે. એજન, પૃ. ૧૦૭-૧૧૩ ૯. આ “દે. લા. જૈ. પુ. સ.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં છપાયો છે. ૧૦. આ વૃત્તિ મૂળ સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૧૯માં પ્રકાશિત થયેલી છે. ૧૧. આ વૃત્તિ મૂળ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ.સં. ૧૯૭૪માં પ્રસિદ્ધ કરાઈ છે. ૧૨. એમ મનાય છે કે ભોજકૃત શૃંગારપ્રકાશમાં દંડીના દ્વિસંધાન-કાવ્ય વિષે ઉલ્લેખ છે. જો એ વાત સાચી હોય
તો એ આ જાતનાં કાવ્યો રચનાર તરીકે પ્રથમ ગણાય. કોઈકે નલ-હરિશ્ચન્દ્રીય નામનું ‘દ્વિસંધાન-કાવ્ય' રચ્યું છે. આ કાવ્યનાં પદ્યો પૂર્વાનુપૂર્વીએ વાંચતાં નળની કથા અને પશ્ચાનુપૂર્વીએ-ઉલટા ક્રમે વાંચતા હરિશ્ચન્દ્રની કથા પૂરી પાડે છે. આમ આ વિલક્ષણ કાવ્ય છે આ તેમ જ અન્ય અજૈન દ્વિસંધાન-કાવ્યો વિષે મેં “અનેક સંધાનકાવ્યો” નામના મારા લેખમાં વિચાર કર્યો છે. એ લેખ “જૈ. સ. પ્ર. (વ. ૧૫, સં. ૧૩, પૃ. ૨૬૪૨૬૯)માં છપાયો છે. એમાં જૈન શાર્થીઓ વગેરેને પણ સ્થાન અપાયું છે.”
-
એ
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org