________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૭૦-૧૧૭૪]
૧૦૭
સુકૃતસાગર (લ. વિ. સં. ૧૫૧૦)- આ સોમસુન્દરસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિનાં શિષ્ય નન્દિરત્નના શિષ્ય રત્નમંડનગણિની રચના છે. એમણે વિ. સં. ૧૫૧૭માં ભોજનપ્રબન્ધ રચ્યો છે. ઉપદેશ-તરંગિણી પણ એમની કૃતિ છે. સારસ્વતોલ્લાસકાવ્ય- આ રત્નમંડનગણિની ૧૫૩ પદ્યોની કૃતિ છે. આ નામથી તો કોઈ કૃતિ જિ.ર.કો. માં નોંધાયેલી નથી. વળી આ સુકૃતસાગરના સંક્ષેપરૂપે
P. ૧૭૩ એમણે પૃથ્વીપરપ્રબન્ધ રચ્યો હોય એમ લાગે છે."
આ સુકૃતસાગર આઠ સર્ગમાં વિભક્ત છે. એમાં ૧૩૭૨ પદ્યો છે. એ દ્વાર કવિએ પેથડકુમાર (પૃથ્વીધર)ને અને એના જેવા દાની અને ધર્મરાગી એના પુત્ર ઝાંઝણનો જીવનવૃતાંત આલેખ્યો છે. આમ આ ઐતિહાસિક કાવ્ય છે.
સોમસૌભાગ્ય'-(વિ.સં. ૧૫૨૪)–આ ઐતિહાસિક કાવ્ય પ્રતિષ્ઠા સામે વિ. સં. ૧૫૨૪માં રચ્યું છે. એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય થાય છે.
પરિમાણ-અંતર્યમકથી અલંકૃત અને વસન્તતિલકા, અનુષ્ટભ, ઉપજાતિ, આર્યા ઈત્યાદિ વિવિધ છંદોમાં રચાયેલું આ કાવ્ય દસ સર્ગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૬૩, ૭૨, ૫, ૬૩, ૬૧, પ૯, ૯૪, ૯૨, ૧૦૦ અને ૭૪ એટલે કે કુલ્લે ૭૪૭ પદ્યો છે.
વિષય-આ કાવ્યમાં “સોમસુન્દરસૂરિનો જીવનવૃત્તાન્ત આલેખાયો છે. પ્રથમ સર્ગમાં એમની જન્મભૂમિનું વર્ણન છે. દ્વિતીય સર્ગ એમના જન્મ મહોત્સવ વગેરે ઉપર પ્રકાશ પાડે છે. તૃતીય સર્ગમાં રે ૧૭૪ એમની પટ્ટપરંપરા અપાઇ છે. આ કાવ્યમાંથી આપણને અનેક ઐતિહાસિક વ્યક્તિઓ અને સ્થળો વિષે ૧. આ “જૈ. આ. સ” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાયો છે. આ પ્રદ્યુમ્નસૂરિ સંપાદિત સુકૃતસાગર
પ્રસિદ્ધ થયું છે. એમણે કરેલું ભાષાંતર પણ પ્રગટ થયું છે. આ પૂર્ણચન્દ્રસૂરિએ “સુકૃતસાગર'નામે સરસ
કથા લખી છે. તેની બે આવૃત્તિ પ્રગટ થઈ છે.] ૨. આ પ્રબન્ધ અમદાવાદથી ઇ. સ. ૧૯૨૨માં છપાવાયો છે. ૩. આ ૩૩૦૦ શ્લોક જેવડી કૃતિ “ય. જૈ. ગ્ર.”માં વીરસંવત્ ૨૪૩૭માં પ્રસિદ્ધ કરાઈ છે. આની વિ. સં.
૧૫૧૯માં લખાયેલી એક હાથપોથી મળે છે ૪. એમણે અલંકારશાસ્ત્રને અંગે મુગ્ધમેધાલંકાર અને જલ્પકલ્પલતા એ બે કૃતિઓ સંસ્કૃતમાં તેમ જ
નેમિનાથનવરસફાગ અને નારી નિરાસફાગ એ એકૃતિઓ ગુજરાતીમાં રચી છે. નારી નિરાસફાગમાં
આંતરયમકવાળા દૂહાની વચ્ચે સંસ્કૃત પદ્ય છે. આ ફાગ પ્રાચીનફાગુસંગ્રહ (પૃ. ૬૮-૭૫)માં છપાવાયો છે. ૫. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૩). ૬. એમણે વિ. સં. ૧૩૪૦માં તીર્થયાત્રા શરૂ કરી હતી. એની માહિતી માટે જુઓ જૈ સા. ઈ. (પૃ. ૪૦૬-૪૦૭). ૭. આ કાવ્ય ગુજરાતી ભાષાન્તર સહિત જૈન જ્ઞાનપ્રસારક મંડળ” તરફથી મુંબઇથી ઇ. સન ૧૯૦૫માં પ્રકાશિત
કરાયું છે. એનો વિસ્તૃત પરિચય મેં “સોમસૌભાગ્યનું વિહંગાવલોકન” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૮. અં. ૧૧)માં છપાયો છે. મુનિ રત્નજયોતવિ. કૃત ટીકા અને હિન્દી અનુવાદ
સાથે સોમસૌભાગ્યનું પ્રકાશન રંજનવિ. લાયબ્રેરી માલવાડાથી સં. ૨૦૫૬માં થયું છે.] ૮. આ નામની એક અજ્ઞાતકર્તૃક કૃતિ આગ્રાના ભંડારમાં છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૩). ૯. સોમસુન્દર-સૌભાગ્યગુણવર્ણન નામની કૃતિ કોઈકે રચી છે. એમાં સોમસુન્દરસૂરિના ગુણોનું વર્ણન હશે
એમ એનું નામ જોતાં લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org