________________
P ૧૮૧
P ૧૮૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
નામ દ્વારા સ. ૧૨, શ્લો. ૨-૩માં વર્ણવાઈ છે.` રસ્તાનાં વૃક્ષ ઉપર ઊડતાં પોપટનાં ટોળાંઓ પણ કવિના લક્ષ બહાર ગયા નથી.
૧૧૨
પ્રાચીન તક્ષશિલા તે પેશાવરની પાસે આવેલી નગરી છે. એને દેવવિમલગણિએ ‘મક્કા’ કહી છે તે વાત યથાર્થ નથી.
આ હીરસૌભાગ્ય લગભગ ૩૫૦ વર્ષો જેટલું પ્રાચીન છે એટલે એ સમયની સામાજિક તેમ જ સાંસ્કૃતિક પરિસ્થિતિ જાણવા માટેનું એ એક મહત્ત્વનું સાધન થઈ પડે એવી એમાં સામગ્રી પિરસાઈ છે. ઐતિહાસિક અન્વેષણના રસિકોને અહીં વર્ણવાયેલાં નગરો, પર્વતો વગેરે વિચારવા જેવાં છે. ધાર્મિક દૃષ્ટિએ પણ આ કાવ્યનું મહત્ત્વ છે કેમકે એમાં વિવિધ વ્રતો, સાધુઓના આચાર-વિચાર, દેવાદિનું સ્વરૂપ વગેરેનું સંક્ષિપ્ત પરંતુ સચોટ નિરૂપણ છે. દેવવિમલગણિને મતે જે જે ગ્રન્થોનો અભ્યાસ આવશ્યક ગણાય તેનો અહીં નિર્દેશ છે. અલબત્ત એમણે તો હીરવિજયસૂરિએ શેનો શેનો અભ્યાસ કર્યો એ દૃષ્ટિએ આ બાબત સ. ૬, શ્લો. ૫૬, ૬૨ ને ૬૪ની સ્વોપજ્ઞ વૃત્તિમાં નીચે મુજબ નિર્દેશી છેઃ
પ્રમાણશાસ્ત્ર– તર્કપરિભાષા, મિતભાષિણી, શશધર, મણિકંઠ, વરદારજી, પ્રશસ્ત-પ(પા)દભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દુ અને કિરણાવલી
લક્ષણ યાને શબ્દશાસ્ત્ર–આઠ વ્યાકરણો નામે ઐન્દ્ર, ચાન્દ્ર, કાશકૃત્સ્ન, “આપિશલ, શાકટાયન, પાણિનીય, અમરચન્દ્રને જૈનેન્દ્ર અથવા બ્રાહ્મ, ઇશાન, ઐન્દ્ર, પ્રજાપત્ય, બૃહસ્પતિ,
૧.
"कुत्रचिद् वाणिनी स्रग्विणी शालिनी
यत्र लोकंपृणा क्वापि वातोर्मिका । हंसमाला क्वचित् क्वापि कन्या मृगी
कुत्रचिन्मालती पुष्पिताग्रा पुनः ॥२॥ क्वापि शार्दूलविक्रीडितं दृश्यते
क्वापि दृष्यद् भुजङ्गप्रयातं पुनः । सूरिशीतद्युते: સવંતઃ पद्धतौ
छन्दसां जातिवत् कुञ्जभूमिः स्म भूत् ॥३॥"
૨. નૈયાયિક દ્વિજ પાસે હીરવર્ષે (હીરવિજયસૂરિએ) આ ગ્રંથોનો અભ્યાસ કરી એમને પારિતોષિક અપાવતાં એ દ્વિજે એમને શૈવશાસ્ત્ર નામે ચિન્તામણિ ગ્રંથ આપ્યો. શું આ ગંગેશે રચેલો નવ્ય ન્યાયને લગતો ગ્રંથ હશે ?
૩. આ નામનાં બે વ્યાકરણો છે તો એ પૈકી અહીં કયું સમજવું તે જાણવું બાકી રહે છે એટલે બંનેના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧,નાં અનુક્રમે પૃ. ૧૦-૧૧ અને પૃ. ૧૨-૧૪)
Jain Education International
૪. એજન, પૃ. ૩૩, ૫૭, ૫૮ અને. ૨૭૦
૫. એજન પૃ. ૨૬૮
૬. આ યાપનીય શાકટાયનની કૃતિ હોય તો એ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૧, ૧૯, ૨૫, ૨૮, ૫૮, ૬૬, ૬૭ અને. ૩૧૪)
૭. આના પરિચય માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૬૭-૨૬૮ તેમ જ ઉપોદ્ઘાત (પૃ. ૪૬-૪૮, ૪૬-૪૮, ૫૦ અને ૫૧)
૮. આ જો દિ. પૂજ્યપાદની કૃતિ હોય તો એના પરિચય માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫, ૧૭૧૮, ૨૧-૨૨, ૨૮, ૩૩, ૪૦, ૧૩૪ અને ૨૨૮).
For Personal & Private Use Only
www.jainelibrary.org