________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૮૪-૧૮૬]
૧૧૫
ઉલ્લેખ છે. એ જ આ પ્રસ્તુત કાવ્ય હોવું જોઈએ. એ હિસાબે આ મહાકાવ્યનો મોટો ભાગ એ પૂર્વે રચાયો હશે. કેટલાકને મને એની શરૂઆત વિ. સં. ૧૬૩૯માં થઈ હતી. વિ. સં. ૧૬૫૬ સુધીની ઘટનાઓને આ કાવ્યમાં સ્થાન અપાયું હોય એમ લાગે છે. એથી આ એની ઉત્તર સીમા ગણાય.
'હીરસુન્દર-કાવ્ય- આના પ્રણેતા પણ દેવવિમલગણિ છે. એના પ્રથમ સર્ગની ટિપ્પણથી અલંકૃત હાથપોથી ઈડરના ભંડારમાં છે. આ સર્ગમાં ૧૨૧ પદ્યો છે. શરૂઆતનાં ત્રણ પદ્યો હીરસૌભાગ્યના પ્રારંભિક પઘોથી જુદાં પડે છે પરંતુ અંતિમ પદ્યમાં સામ્ય છે. | મુનિશ્રી દર્શનવિજયજીએ તો “હીરસૌભાગ્યે મહાકાવ્યનો પૂર્વભવ” નામના એમના લેખમાં એવું વિધાન કર્યું છે કે સૌથી “પ્રથમ હીરસુંદરકાવ્ય બનાવ્યું હતું અને પછી તેમાં ખૂબ જ પરાવર્તન કરી હીરસૌભાગ્યનું દેહઘડતર કર્યું છે”. જ્યાં સુધી મને હીરસુંદરકાવ્યનો પ્રથમ સર્ગ પણ પૂરેપૂરો જોવા નહિ મળે ત્યાં સુધી તો મને એક બીજો વિકલ્પ સૂઝે છે કે પ્રથમ મોટી કૃતિ રચી એ જ વિષયની આગળ ઉપર નાની કૃતિ રચાઈ છે એમ મનાય તો કેમ ?
સુખાવબોધા (લ. વિ. સં. ૧૬૭૧)–આ સ્વોપજ્ઞ વૃત્તિનું નામ છે. આ વૃત્તિમાં સમાસ અને છન્દ નિરૂપણ નથી. અલંકાર વિષે કવચિત્ ઉલ્લેખ છે. મૂળ કૃતિનો અર્થ સમજાય એવી રીતે શબ્દાર્થ અને ભાવાર્થ રજૂ કરાયા છે. શબ્દોના અર્થ કરતી વેળા હૈમ કોશ વગેરેની સાક્ષી અપાઈ છે. આ તેમ ? ૧૮૬ જ ભાવાર્થ માટે રઘુવંશ, નૈષધચરિત વગેરેમાંથી અવતરણો અપાયાં છે. કોઈ કોઈ વાર વ્યાકરણવિષયક ચર્ચા પણ છે. ક્રિયાકલાપનો પણ ઉપયોગ કરાયો છે.
સ. ૧૪, ગ્લો. ૭૩માંનો વારિત પ્રયોગ સિદ્ધ કરવા માટે પ્રક્રિયાકૌમુદીનો આશ્રય લેવાયો છે. કર્તાના સમયમાં પ્રચલિત કોઈ કોઈ ગુજરાતી શબ્દો પણ નજરે પડે છે. જેમકે ““સૂરવાય” (સ. ૯, શ્લો. ૯૨), હિન્દુ (પૃ. ૬૧૮), કથીપો (પૃ. ૯૦૨), માંડવો (પૃ. ૯૦૨), ઘાંટ (પૃ. ૯૦૨), ગંગેરિઉ (‘ખંજન પક્ષી) (પૃ. ૨૬૮), અણાવ્યું (પૃ. ૬૭૫) ઇત્યાદિ. પૃ. ૬૮૧માં નીચે મુજબનું ગુજરાતીમાં અવતરણ છે :
“જરા યોજવસ્તું પ્રાણ હોઈ, જાતઇ પ્રાણ પ્રાણ ન હોઈ,
પ્રાણનાથસ્તું પ્રાણ ન હોઈ, કીર્તિ પ્રીતિસ્યુ પ્રાણ ન હોઈ.” સ. ૧૪, શ્લો. ૩૦૨ની વૃત્તિ (પૃ. ૭૪૭)માં પદ્મસુન્દરકૃત ભારતીસ્તવનો ઉલ્લેખ છે.
આ સુખાવબોધાની પૂર્ણાહુતિ વિજયદેવસૂરિના રાજ્યમાં જે. સા. સં. ઈ. (પૃ. ૫૩૬) પ્રમાણે વિ. સં. ૧૬૭૧ કે ત્યાર બાદ કરાઈ છે. [૧. આ. “જૈન ગ્રંથ પ્ર. સ.” ખંભાતથી છપાયું છે. સંપા. મુનિ રત્નકીર્તિવિજય.] ૨. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૧૫, સં. ૧). ૩. સ. ૧૪, શ્લો. ૬૮માં અર્થાન્તરજાસ” અલંકારનું સૂચન છે. ૪. આનો અર્થ સમીરણ એટલે કે પવન છે. ૫. આમાંથી “વારં વાર તારતરસ્વનિતા તરફ ” એ પંક્તિ ઉધૃત કરાઈ છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org