________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૧૯૪-૧૯૭] .
૧૨૧
દ્વયાશ્રય-કાવ્ય (લ. વિ. સં. ૧૨૦૦)-આના પ્રણેતા “કલિ.' હેમચન્દ્રસૂરિ છે. ભટ્ટિએ પાણિનિકૃત અષ્ટા.ના સૂત્રોનાં ઉદાહરણો પૂરાં પાડવા માટે અને સાથે સાથે રામચન્દ્રનું ચરિત્ર રજૂ કરવા માટે “ભક્ટ્રિ-કાવ્ય' તરીકે ઓળખાવાતું જયાશ્રય-કાવ્ય ધરસેન ચોથાના સમયમાં ઇ.સ. ૬૪૦થી ઇ.સ. ૬૪૯ના ગાળામાં વલભીપુરમાં રચ્યું છે. આ ભટ્ટિનું દ્વયાશ્રય-કાવ્ય એ ગુજરાતની બલ્લે સમગ્ર ૧૯૬ ભારતવર્ષની સંસ્કૃત રચનાઓમાં પ્રથમ છે. એને જોઈને હેમચન્દ્રસૂરિને દયાશ્રય-કાવ્ય રચવાનું મન થયું હશે. ગમે તેમ પણ એમની આ રચના ભટ્ટિ-કાવ્ય કરતાં પછીની પરંતુ ચડિયાતી છે કેમકે એમાં એક તો સિ. હે.નાં સૂત્રોનાં ઉદાહરણો ક્રમપૂર્વક અપાયાં છે જ્યારે ભટ્ટિ-કાવ્યમાં તેમ નથી, અને બીજું એમણે પૌરાણિક પાત્રને કાવ્યનો વિષય ન બનાવતાં ઐતિહાસિક અને તે પણ ગુજરાતના પનોતા પુત્રને છાજે એવું ધમધતાથી સર્વથા રહિત અને વિદેશમાં પણ ગુજરાતની ગૌરવગાથા ગવાય એવું
જ્યાશ્રય-કાવ્ય રચ્યું છે. આમાં જેમ સિ. હે.નાં સૂત્રોનાં ઉદાહરણો અપાયાં છે તેમ “ચૌલુક્ય વંશનું *કીર્તન પણ છે. આમ આ કાવ્ય બે બાબતોના આશ્રયરૂપ હોવાથી એને જ્યાશ્રય' કહે છે.” અભયતિલકગણિ વગેરેના મતે વ્યાકરણ અને મહાકાવ્ય એ બંનેના લક્ષણોનો અહીં સુયોગ સધાયો છે. એથી આ કાવ્ય “યાશ્રય' કહેવાયો છે.
જેમ આ દ્વારા સિ. હે.ના આદ્ય સાત અધ્યાયોને લગતાં ઉદાહરણો ઉપસ્થિત કરાયાં છે તેમ કુમારવાલચરિય તરીકે ઓળખાવાતા અને જ.મ.માં રચાયેલા અન્ય દયાશ્રય-મહાકાવ્યમાં આઠમા અધ્યાયનાં સૂત્રોનાં ઉદાહરણોને અને કુમારપાલના જીવનવૃત્તાંતને-એમના રાજ્યકાર- P. ૧૯૭ ભારને સ્થાન અપાયું છે. આ બંને કાવ્યનો તલસ્પર્શી અભ્યાસ કરાય તો ગુજરાતના અને ૧. આ મહાકાવ્ય અભયતિલકગણિકૃત ટીકા સહિત “બૉમ્બે સંસ્કૃત ઍન્ડ પ્રાકૃત સિરીઝ'માં ઈ.સ. ૧૯૧૫
અને ઈ.સ. ૧૯૨૧માં એમ બે કટકે દસ દસ સર્ગ પૂરતું બે ભાગમાં પ્રકાશિત કરાયું છે. બીજા ભાગમાં પાણિનિકૃત અષ્ટા.થી સિ. હે.ની ભિન્નતાઓની નોંધ છે અને વીસે સર્ગનો સંસ્કૃતમાં સંક્ષિપ્ત વિષયાનુક્રમ અપાયો છે. આ બન્ને ભાગનું પુનર્મુર્ણ, ભૌગોલિક નામોની સૂચિ અને શ્રી એસ. પી. નારંગની અંગ્રેજી પ્રસ્તાવના જોડવા પૂર્વક મુનિ મુનિચન્દ્ર વિ. (હવે આચાર્યના પ્રયાસથી થયું છે.] સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ આ કાવ્યનું જે ગુજરાતી ભાષાન્તર કર્યું હતું તે ઈ.સ. ૧૮૯૩માં “ગાયકવાડ સરકાર” તરફતી છપાવાયું હતું, એમાં કોઈ કોઈ સ્થળે અશુદ્ધિઓ અને ગેરસમજૂતીઓ જોવાય છે. આ કાવ્યની રૂપરેખા પ્રો. કામદારે આલેખી છે અને એ આત્માનંદ-જન્મશતાબ્દી સ્મારક ગ્રંથમાં છપાઈ છે. [મુનિ મુનિચન્દ્ર વિ. (આ. કલાપૂર્ણસૂરિ મ.સા.)ના અનુવાદ સાથે દયાશ્રય ભા-૧ પ્રગટ થયો છે. અભ્યાસ કરનાર માટે ઘણો ઉપયોગી છે.] ૨. ભીમ નામના એક કાશ્મીરી કવિએ પણ ભટ્ટિની પેઠે વ્યાકરણ રચ્યું છે. ૩. ક્ષેમેન્દ્રને મતે આ “કાવ્ય-શાસ્ત્ર' ગણાય. ૪. આથી આમાં શુદ્ધ ઇતિહાસ પરિસીમિત બને છે. ૫. આ કીર્તનને લઈને આ કાવ્યને ચૌલુક્યવંશોત્કીર્તન પણ કહે છે. ૬. આને લઈને એમાં કેટલીક વાર કાવ્યતત્ત્વ જેવું જોઈએ તેવું ખીલ્યું નથી. ૭. જુઓ હૈમ યાશ્રય-કાવ્ય (સ. ૧, ગ્લો. ૨).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org