________________
૧૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P ૧૭૮
એઓ જગર્ષિના શિષ્ય સિંહવિમલગણિના શિષ્ય થાય છે. આ મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અંતના પદ્યમાં પોતાના પિતાનું નામ શિવાસાધુ અર્થાત્ શિવાસાહ અને માતાનું નામ સૌભાગ્યદેવી હોવાનું જણાવ્યું છે.
નામ-સોમસૌભાગ્ય જેવા નામ ઉપરથી દેવવિમલગણિએ પોતાની આ કૃતિનું નામ યોજયું હશે એમ લાગે છે. વિશેષમાં “સૌભાગ્ય' શબ્દ યોજવામાં એમની અભિલાષા એમની માતાના નામને અમર કરવાની હશે.
વિભાગ– આ હીરસૌભાગ્ય કાવ્યને સત્તર વિભાગોમાં વિભક્ત કરાયું છે અને રઘુવંશાદિની પેઠે એ પ્રત્યેક વિભાગને “સર્ગ' કહ્યો છે. સત્તર સર્ગોમાં અનુક્રમે નીચે પ્રર્મોણે પદ્યસંખ્યા છે. :–
૧૩૮, ૧૪૨, ૧૩૫, ૧૪૯, ૨૧૮, ૧૯૫, ૧૭૧, ૧૫૬, ૧૩૧, ૧૫૮, ૧૩૦, ૨૨૭, ૩૦૬, ૮૨, ૧૪૨ અને ૨૧૪.
આમ ૨૭૮૯ પદ્યવાળા આ કાવ્યમાં ઓછાવત્તાં પોવાળા સર્ગો છે. તેમાં ચૌદમો સર્ગ સૌથી મોટો છે અને પંદરમો સૌથી નાનો છે.
પાઠાન્તર- છઠ્ઠા સર્ગ નું ૨૬મું પદ્ય ૨૫માં પદ્યના પાઠાંતરરૂપે રજૂ કરાયું છે.
ભાષા– મૂળ તેમ જ સ્વપજ્ઞ વૃત્તિ એ બંનેની ભાષા સંસ્કૃત છે. એમાં કેટલાક શબ્દોને સંસ્કૃતનો સ્વાંગ સજાવાયો છે તો કોઈ કોઈને સંસ્કૃત ભાષાના શબ્દ ગણી લીધા છે. જેમકે મોગલ માટે “મુદગલ', મોગલોમાં મહત્ત્વ જણાવનાર યવન જાતિના નામ તરીકે “ગાજી' (સ. ૧૪, ગ્લો. ૮૨), મીયાંખાન નામના શાહના સામંત માટે ખાનખાન' (સ. ૧૪, શ્લો. ૮૪), પાદશાહ માટે “પાતિસાહિ' (સ. ૧૪,
શ્લો. ૮૪ની વૃત્તિ), મહમ્મદ માટે “મહમુદ (સ. ૧, શ્લો. ૧૨૯), શેખ માટે “શેષ' (સ. ૧૭, શ્લો. ૧૯૧), ત્યારી (એક જાતનું નાણું) એ માટે ત્યારી’ અને ‘લ્યારિકા' (સ. ૧૭, શ્લો. ૧૭૧ ને ૧૭ર અનુક્રમે), કથીપો અર્થાત્ એક જાતના વસ્ત્ર માટે “કથીપક' (સ. ૧૭, શ્લો. ૧૭૧), ફરમાન માટે
સ્પરન્માન” (સ. ૧૧, શ્લો. ૧૮), પયગંબર માટે “પૈગંબર' (સ, ૧૩, શ્લો. ૧૩૭), કુર-આન માટે ‘કુરાન' (સ. ૧૩, શ્લો. ૧૪૩) અને ખુદા માટે “ખુદા” (સ. ૧૩, શ્લો. ૧૩૮). ૧. જે. ગ્રં. (પૃ. ૩૩૩) પ્રમાણે હીરસૌભાગ્ય નામની એક કૃતિ પધસાગર ગણિએ રચી છે. શું આ સાચી
હકીકત છે ? એની હાથપોથી મળે છે ખરી ? ૨. એઓ શ્રીપતિના આઠ શિષ્યો પૈકી એક છે. એઓ છ વિકૃતિના ત્યાગી હતા અને ગૌતમસ્વામીની પેઠે એઓ છ8 છ વડે પારણું કરતા હતાં. લુંપાકો વડે સૌરાષ્ટ્રના જે લોકોનું સમ્યકત્વરૂપ ધન લૂંટાયું હતું એ લોકોને એમણે પ્રતિબોધ પમાડ્યો હતો એમણે વાચક પાશચન્દ્રને વાદમાં પરાસ્ત કર્યા. તેથી તેઓ વાચક માલદેવ રાજાનું શરણું લઈ જોધપુરમાં ઘણો સમય રહ્યા હતા. ૩. એમણે સભા સમક્ષ જેમ વાદી દેવસૂરિએ દિ. કુમુદચન્દ્રને પરાજિત કર્યા હતા તેમ ગૌતમ નામના વાદીન્દ્રને
હરાવ્યા હતા. એમણે નારાયણ, દુર્ગ વગેરે રાજાઓને રંજિત કર્યા હતા. એમણે માંડલિક જેવા ચન્દ્રભાણ નામના કાયસ્થને પોતાનો ભક્ત શિષ્ય કર્યો હતો અને અજૈન સ્થાનસિંહને જૈન બનાવ્યો હતો. એમણે વૃષભ જિનના સમવસરણની રચના કરાવી હતી.
www.jainelibrary.org
For Personal & Private Use Only
Jain Education International