________________
૧૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P ૧૭૫
માહિતી મળે છે. પ્રથમ પદ્ય શ્લેષાત્મક છે. એ ઋષભદેવ તેમજ બ્રહ્મા એ બંને પક્ષમાં ઘટે છે. ઉપાજ્ય પદ્યમાં કર્તાનાં નામ પ્રતિષ્ઠાસોમ અને રચનાવર્ષ વિષે ઉલ્લેખ છે. અન્ય પદ્યમાં આ નવીન કાવ્ય સુમતિસાધુએ શોધ્યાનો ઉલ્લેખ છે.
ભાષાન્તર–આ કાવ્યનું ગુજરાતી ભાષાન્તર થયેલું છે અને એ છપાવાયું છે. સ. ૨, શ્લો. ૬૪માં સોમસુદરસૂરિએ કલાપાક વ્યાકરણનો અભ્યાસ કર્યાનો ઉલ્લેખ છે. સ. ૩, શ્લો. ૨૮માં દેવેન્દ્રસૂરિની અને સ. ૧૦, શ્લો. ૪૫માં બુરંગક' નામના વાઘનો અને સ. ૮, શ્લો. ૩૧માં “નફેરી’ વાદ્યનો ઉલ્લેખ છે. સ. ૭. શ્લો. ૪૬માં ગોવિન્દને અંબિકા દેવી તરફથી વરદાન મળ્યાની વાત છે. સ. ૧૦, શ્લો. ૬માં કહ્યું છે કે જયચન્દ્રસૂરિએ કાવ્યપ્રકાશ, સમ્મતિપ્રકરણ ઇત્યાદિ ગ્રન્થો અનેક શિષ્યોને ભણાવ્યા હતા.
'સોમસૌભાગ્ય-આ કૃતિ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સુમતિસાધુએ રચી છે અને એનો વિષય પણ ઉપર મુજબ છે. [એક અજ્ઞાતકક ત્રીજા સોમસૌભાગ્યનો ઉલ્લેખ જિ. ૨. કો.માં છે.]
[સુમતિસમ્ભવ– સુમતિસાધુના જીવન અને માંડવગઢના જાવડના ઐતિહાસિક પ્રસંગો યુક્ત આ કૃતિની એક માત્ર પ્રત એશિયાટિક સો. ઓફ બેંગાલ કલકત્તામાં છે. જૈ. સા. બુ. ઈ. ભા, ૬ પૃ. ૨૬૧.]
વિમલમન્નિચરિત્ર (લ. વિ. સં. ૧૫૮૦)–આ લાવણ્યસમયે વિ. સં. ૧૫૬૮માં ગુજરાતીમાં રચેલા વિમલપ્રબંધ ઉપરથી એમણે (?) કે લાવણ્યવિજયગણિએ રચ્યું છે. લાવણ્યસમયનો જન્મ અમદાવાદમાં વિ. સં. ૧૫૨૧માં થયો હતો. એમણે પાટણમાં વિ. સં. ૧૫૨૯માં લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૫૩૭માં સરસ્વતી દેવીએ એમના ઉપર કૃપા કરવાથી એમને વાણી ઉદ્ભવી કે જેને લઈને એમણે છંદ, ચોપાઇ, રાસ, ગીત અને સંવાદ રચ્યા. વિ.સં. ૧૫૫૫માં એમને પંડિત' પદવી મળી હતી.
વિમલચરિત્ર (વિ.સં. ૧૫૭૮)– આના કર્તાનું નામ ઇન્દ્રરંસગણિ છે. સૌભાગ્યનન્ટિએ આ વર્ષમાં વિમલચરિત્ર રચ્યું છે.
સિદ્ધચક્રકથા, નન્દીશ્વરાષ્ટાત્મિકકથા કિંવા નન્દીશ્વરકથા (ઉ.વિ.સં. ૧૬૦૮)-આના કર્તા પાંડવપુરાણ વગેરેના પ્રણેતા દિ. શુભચન્દ્ર છે. એમણે આ કથા દ્વારા સિદ્ધચક્રનો મહિમા વર્ણવ્યો છે. ૧. જ્ઞાનપ્રસારક મંડળ જિનલિ. લાયબ્રેરી દ્વારા]. ૨. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૬૯-૨૭૩). ૩. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૩૯, ૧૬૫, ૧૬૭, ૧૬૮, ૧૭૫, ૧૮૬, અને
૨૮૬-૨૮૮.) ૪. આને કેટલાક સૌભાગ્યકાવ્ય કહે છે. ૫. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી છપાવાયું છે. પણ મારા જોવામાં આવ્યું નથી. ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૮)માં “લાવણ્યવિજય(સમય)ગણિ” એવો ઉલ્લેખ છે. ૭. આ પ્રબંધ મણિલાલ બકોરભાઈ વ્યાસે સંપાદિત કરી વિ. સં. ૧૯૭૦માં છપાવ્યો છે. ૮. જુઓ જૈ. સા. સં. ઇ. (૫. ૩૬૦).
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org