________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૭૭-૧૮૦]
૧૧૧
છંદ- આ કાવ્યમાં જાતજાતના છન્દોનો ઉપયોગ કરાયો છે. દા. ત. પ્રથમ સર્ગ મુખ્યતયા ઉપજાતિ છન્દમાં અને છેલ્લાં ત્રણ પદ્યો શાર્દૂલવિક્રીડિતમાં બીજો સર્ગ પ્રાયઃ વંશસ્થમાં, એનું ૧૩૮મું ૧૭૯ પદ્ય મન્દાક્રાન્તામાં, ૧૪૦મું હરિણીમાં અને ૧૪૧મું તથા ૧૫૨મું શાર્દૂલ.માં ત્રીજો સર્ગ મોટે ભાગે વસન્તતિલકામાં છે અને એનું ૧૩૪મું પદ્ય શિખરિણીમાં છે.
શૈલી– શૈલી સુગમ અને રોચક છે. એમાં વધુ પડતા સમાસો નથી. રસપ્રવાહ એકસરખો
વહે છે.
વિષય- આ કાવ્યનો મુખ્ય વિષય “જગત” હીરવિજયસૂરિની જીવનરેખા-એમનું ધર્મપ્રવર્તન આલેખવાનો છે. પાર્શ્વનાથને, વાદેવીને અને પોતાના ગુરુને પ્રણામ કરી તેમ જ સંતોને પોતાને અનુકૂળ રહેવા વિનવી દેવવિમલગણિએ કાવ્યનો પ્રારંભ કર્યો છે. હીરવિજયસૂરિના સંસારી પક્ષે પિતા કંરા અને માતા નાથીનું વર્ણન અપાયું છે. સ. ૩, શ્લો. ૨૬-૨૮માં લગ્ન-સમયના ગ્રહો અને એ દિવસનો ઉલ્લેખ છે. વૃત્તિમાં વિ. સં. ૧૫૮૩નાં માસ, તિથિ ઇત્યાદિનો જન્મ આશ્રીને નિર્દેશ છે. હીરવિજયસૂરિની બાલક્રીડા અને એમનો વિદ્યાભ્યાસ, એમની દીક્ષા, દેવગિરિ (દોલતાબાદ)માં દ્વિજ પાસે પઠન, એમને અપાયેલી વાચક અને સૂરિની પદવી, એમણે કરેલું “સૂરિ' મંત્રનું ધ્યાન, સમ્રાટ અકબર સાથેનો એમનો પરિચય, એમના વિવિધ સ્થળોમાં વિહાર અને ચાતુર્માસો, અકબર દ્વારા ‘અમારિનું પ્રવર્તન, સૂરિની સંલેખના અને અંતિમ આરાધના, એમણે આદરેલું અનશન એમનું વિ. સં. ૧૬૫રમાં નિર્વાણ, એમને અંગે રચાયેલી માંડવી, એમના મૃત દેહનો ચંદનાદિ વડે અગ્નિસંસ્કાર અને સૂપની રચના એમ મુખ્ય મુખ્ય બાબતો મનોહર પદ્યો દ્વારા નિરૂપાઈ છે.
આ પ્રમાણેના મુખ્ય વિષયની સાથે સાથે આનુષંગિક વિષયો તરીકે કેટલાંક નગરોનાં વર્ણન P ૧૮૦ છે. ચોથા સર્ગમાં મહાવીરસ્વામીથી માંડીને વિજયદાનસૂરિ સુધીની પટ્ટપરંપરા વર્ણવાઈ છે. વિવિધ ઋતુઓ, સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરેનાં વર્ણન છે. આઠમા સર્ગમાં શાસનદેવતાનાં સમસ્ત અંગોપાંગનું તાદશ વર્ણન કરાયું છે. હુમાયુ અને અકબરનો પરિચય દસમા સર્ગમાં કરાવાયો છે. આબુ, શત્રુંજય વગેરે ગિરિરાજ વિષે વિસ્તારથી કથન કરાયું છે. ચૌદમા સર્ગમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ નિરૂપાયું છે. વિશેષમાં એમાં છ વ્રતોની સમજણ અપાઈ છે. એક સ્થળે ‘ઝવાડા'(ઝીંઝુવાડા)ના સૂર્યદેવની પ્રતિમાનો ઉલ્લેખ આવે છે. સાભ્રમતી (સાબરમતી) અને એના કાંઠાની ભૂમિના ડુંગરો, ડાંગરના ક્યારાઓ અને એમાં શોભતાં પશુપક્ષીઓ-ગાયો, સારસો વગેરેનાં બહુ સુંદર વર્ણનો છે.
ગુર્જર દેશનું “અહમદાવાદ’ તે મુખ અને પાટણ” તથા “ખંભાત’ (‘સ્તંભતીર્થ')તે કુંડલ એમ ઉપમા કલ્પી છે. રાજનગર' (અમદાવાદ)થી “અણહિલપુર પાટણ' જતાં રસ્તાની કુંજભૂમિ' વિવિધ છન્દોનાં ૧. જૈ. ગ્રં (પૃ. ૩૩૩)માં હીરવિલાસકાવ્યની નોંધ છે. શું એ હીરવિજયસૂરિના જીવનવૃત્તાન્તને લગતી કૃતિ
છે ? અમદાવાદના ભંડારમાં એની હાથપોથી હોવાનું કહેવાય છે તો એ ત્યાં હોય તો એની તપાસ થવી ઘટે. ૨. શિશુપાલવધ (સ. ૧૧)માં “માલિની' છંદમાં પ્રભાતનું ભવ્ય વર્ણન છે. ૩. એના વર્ણન માટે જુઓ સ. ૧૪ના શ્લો. ૨૧૪-૨૪૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org