________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૧૦૦-૧૦૩]
૬૩
સંસ્કૃતમાં એકેક પ્રદ્યુમ્નચરિત્ર રચ્યું છે. આ ઉપરાંત મલ્લિભૂષણ, શુભચન્દ્ર અને સોમસેન દ્વારા પણ એકેક પ્રદ્યુમ્નચરિત્ર રચાયું છે. એ ત્રણે પણ સંસ્કૃતમાં જ હશે. [જિનેશ્વર અને યશોધરે પણ પ્ર. ચ. રચ્યું છે.]
"ક્ષત્રચૂડામણિ (લ. વિ. ૧૧૨૫)- આના કર્તા “વાદીભસિંહ' તરીકે સુપ્રસિદ્ધ દિ. ઓડયદેવ - ૧૦૨ છે. એમણે ગદ્ય-ચિન્તામણિની રચના કરી છે. એમાં સૂચવાયા મુજબ એઓ પુષ્પસેનના શિષ્ય થાય છે. એમનો સમય વિક્રમની બારમી સદીનું પ્રથમ ચરણ હોવાનું મનાય છે.
ક્ષત્ર યાને ક્ષત્રિયોમાં ચૂડામણિરૂપ જીવજૂરનું ચરિત્ર આ 'પદ્યાત્મક કૃતિ નામે ક્ષત્ર-ચૂડામણિ દ્વારા આલેખાયું છે. તેમ કરતી વેળા પદ્યના પૂર્વાર્ધમાં કથા અને એના ઉત્તરાર્ધમાં અર્થાન્તરન્યાસ દ્વારા કોઈ નીતિ કે ઉપદેશનું સુંદર સૂક્ત રજૂ કરાયું છે. આના સંપાદક, તિરુત્તક્કદેવે તામિલમાં રચેલા
જીવકચિન્તામણિ નામના પદ્યાત્મક કાવ્ય સાથે આની તુલના કરી એમ કહ્યું છે કે આ જીવકચિન્તામણિ તે વાદીભસિંહની ઉપર્યુક્ત તેમ જ ગદ્યચિન્તામણિ એમ બે કૃતિની છાયારૂપે યોજાયેલું કાવ્ય છે. [આ ઉપરાંત હરિશ્ચન્દ્ર, ભાસ્કર, સુચન્દ્રાચાર્ય, બ્રહ્મણ્ય, અને શુભચન્દ્રની પણ રચના છે. જુઓ જૈ. સા. બુ. ઈ. ભા. ૬ પૃ. ૧૫૦-૧]
પંજિકા–આના કર્તાનું નામ જાણવામાં નથી.
ચૂડામણિકાવ્ય (લ. વિ.સં. ૧૧૩૦)-આના કર્તા દિ. વર્ધદેવ છે. આ કાવ્યનો ઉલ્લેખ શકસંવત્ ૧૦૫૦ની મલ્લિષણ-પ્રશસ્તિમાં છે.
પરિશિષ્ટ-પર્વ યાને સ્થવિરાવલી-ચરિત (લ. વિ. સં. ૧૨૨૫)–આ બે નામ પૈકી પ્રથમ ૧૦૩ નામ આ કૃતિના સ.૧ના શ્લો. પમાં જોવાય છે એટલું જ નહિ, પણ આ કૃતિ હૈમ ત્રિષષ્ટિ. પછી રચાઈ છે એમ એના કર્તા કલિ. હેમચન્દ્રસૂરિ કહે છે એ વાત પણ જાણવા મળે છે. બીજું નામ ૧. આનું સંપાદન ટી. પી. કુપૂસ્વામી શાસ્ત્રીએ ઇ. સ. ૧૯૦૩માં કર્યું છે અને એ તાંજોરથી છપાવાયું છે.
[આનો હિન્દી અનુવાદ દિ. જૈનપુસ્તકાલય સૂરતથી પ્રસિદ્ધ છે.] ૨. આનું સંપાદન પણ ઉપર્યુક્ત શાસ્ત્રીએ ઇ.સ. ૧૯૦૨માં કર્યું છે. [ભારતીય જ્ઞાનપીઠથી પણ પ્રકાશિત છે.] ૩. જુઓ જૈ. સા. ઇ. (પૃ. ૪૮૨). ૪. જિ. ૨. કો. (વિ૦ ૧, પૃ. ૯૭). માં તો ૧૧ લંભકમાં ગદ્યમાં રચાયાનો ઉલ્લેખ છે. ૫. ચોલ નરેશ કુલોતુંગ (રાજ્યકાલ વિ. સં. ૧૧૩૭-૧૧૭૫)ની અભ્યર્થનાથી તામિલમાં રચાયેલા પેરિય
પુરાણમાં આનો ઉલ્લેખ છે. ૬. આનું ડૉ. હર્મણ યાકોબીએ પ્રસ્તાવનાપૂર્વક કરેલું સંપાદન “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં કલકત્તાથી ઈ.સ.
૧૮૯૧માં પ્રકાશિત થયું હતું. એમાં પ્રો. લોયમેને અને ટોનિએ કેટલાક ઉમેરા કરી એની બીજી આવૃત્તિ ઇ. સ. ૧૯૩૨માં છપાવી હતી. “જૈ. ધ. પ્ર. સ.” તરફથી આ પરિશિષ્ટ-પર્વ વિ. સં. ૧૯૬૮માં પં. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠની સંસ્કૃત પ્રસ્તાવના સહિત બહાર પડાયું હતું. [અનેકાંત પ્ર. ધ્વારા પુનર્મુદ્રણ થયું છે.]
આ પરિશિષ્ટ-પર્વના કેટલાક અંશોનો પ્રો. હર્ટલે જર્મન અનુવાદ કર્યો છે. ગુજ. અનુવાદ પ્રગટ થયેલ છે.] ૭. મેરૂતુંગસૂરિકૃત વિચારશ્રેણિનું બીજું નામ “સ્થવિરાવલી' છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org