________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P. ૧૩૨
P. ૧૩૩
'સમરાદિત્ય-ચરિત્ર યાને સમરાદિત્ય-સંક્ષેપ (વિ. સં. ૧૩૨૪)- આના કર્તા ‘ચન્દ્ર ગચ્છના દેવાનન્દસૂરિના પ્રશિષ્ય અને કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ છે. આ સૂરિના મોટા ગુરુભાઈ તે જયસિંહ અને નાના ગુરુભાઈ તે બાલચન્દ્ર છે. આ સૂરિએ ૪૮૭૪ શ્લોક જેવડું આ ચરિત્ર વિ. સં. ૧૩૨૪માં રચ્યું છે. એ સમભાવભાવી હરિભદ્રસૂરિની પ્રશમ રસથી નીતરતી અને “કલિ.” હેમચન્દ્રસૂરિ દ્વારા “સકલકથા’ તરીકે નિર્દેશાયેલી સમરાઇશ્ચકહા નામની રંગદર્શી કથાના સંક્ષેપરૂપ છે. આ સંક્ષેપનો નિર્દેશ ગ્રંથકારે જાતે વિ. સં. ૧૩૩૮માં રચેલા પવન્જાવિહાણની વૃત્તિની પ્રશસ્તિમાં કર્યો છે. એમણે ઉદયપ્રભ, દેવેન્દ્ર, ધર્મકુમાર, પ્રભાચન્દ્ર, બાલચન્દ્ર, માનતુંગ, મુનિદેવ, રત્નપ્રભ, વિનયચન્દ્ર વગેરેની કૃતિઓનું સંશોધન કર્યું છે.
પ્રસ્તુત સમરાદિત્ય-સંક્ષેપ એ નવ “ભવ' તરીકે નિર્દેશાયેલા નવ વિભાગમાં વિભક્ત છે. એમાં પઘોની સંખ્યા નીચે મુજબ છે :
૩૪૪, ૪૬૮, ૩૩૭, ૬૭૬, ૫૮૯, ૫૧૦, ૫૯૨, ૫૫૭ અને ૭૭૧ (૭૬૪-૭).
આમ અહીં કુલ્લે ૪૮૪૪ પદ્યો છે અને તેમાંનાં છેલ્લાં સાત પદ્યો પ્રશસ્તિરૂપ છે. અંતિમ °બે પદ્યોમાં આ સંક્ષેપને “પુષ્પથ' કહ્યો છે. એમાં ચક્રો તરીકે ત્રણ ૧. આ ડૉ. યાકોબી દ્વારા સંપાદિત કૃતિ મુંબઈના “જૈન જ્ઞાનપ્રચારક મંડળ” તરફથી ત્રણ ભવ પૂરતી ઇ.સ.
૧૯૦૫માં પ્રકાશિત થયેલી છે. એમ લાગે છે કે બાકીના ભાવ પૂરતી કૃતિ એ મંડળ તરફથી ઈ.સ. ૧૯૦૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં અશુદ્ધતા છે એમ માની પં. ઉમંગવિજયે (હવે સૂરિએ) એનું ટિપ્પણ સહિત સંપાદન કર્યું તે અંબાલાથી “આત્માનદ જૈન સભા'ના મંત્રીએ ઈ. સ. ૧૯૨૮માં વિસ્તૃત ઉપોદ્યાત અને વિષયાનુક્રમ સહિત પ્રકાશિત કર્યું. છે. [યાકોબી સંસ્કરણનું પુનઃપ્રકાશન “પ્રવચન પ્રકાશન” પુનાથી
. સ. ૨૦૦૨માં અને જિ.આ.ટ્ર.૧૦માં થયું છે.] ૨. ૫. પદ્મવિજયે સમરાદિત્યરાસ રચ્યો છે. ૩. HTL (Vol. II, P. 522)માં ઈ. સ. ૧૨૧૪નો ઉલ્લેખ છે. પણ “વારિધિ-પક્ષ-યક્ષ” એ શબ્દ
એ બ્રાંત ઠરે છે. [વિશેષ માટે જુઓ- “લેંગ્વજ ઓફ સમરાદિત્યસંક્ષેપ ઓફ પ્રદ્યુમ્નસૂરિ ડો.ઈ.ડી.કુલકર્ણી,
ઓલ ઇન્ડિઆ ઓરિ. કા. ૨૦ વર્ષ ભા. ૨. p. ૨૪૧માં પ્રસિદ્ધ.] ૪. એમણે સિદ્ધસારસ્વત નામનું વ્યાકરણ રચ્યું છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૮) ૫. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૯૬-૯૮) તેમ જ શ્રી હરિભદ્રસૂરિ (પૃ.૧૬૭-૧૭૪) ૬. આના ઉપર ક્ષમા કલ્યાણ અને સુમતિવર્ધને વિ. સં. ૧૮૭૪માં જે સંસ્કૃતમાં ટિપ્પણી રચી છે તે આ મૂળ કૃતિનું લગભગ સંસ્કૃત ગદ્યાત્મક રૂપાંતર છે.
"यावद् ग्रन्थर थाश्चतुर्दशशती श्रीहारि भद्रा इमे वर्तन्ते किल पारियानिकतया सिद्ध्यध्वयानेऽङ्गिनाम् । तावत् पुष्परथः स एष समरादित्यस्य मन्निर्मित: सक्षेपस्तदनुप्लव: प्रचरतु क्रीडाकृते धीमताम् ॥६॥ यस्मिंश्चक्राणि रत्नत्रितयमृषिगृहि श्रेयसी चोद्धियुग्मं कारुण्यं स्थालमुच्यैरितरयमचतु:काष्ठिकागाढबद्धम् । संवेग-स्वच्छमावौ शिखर-कलशको शुद्धबुद्धिः पताका साधु-श्राद्धौ च धुयॊ जयतु शमयुगः स्यन्दनः सैष शास्त्रम् ॥७॥"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org