________________
P ૧૪૪
૨ ૧૪૫
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
અને એને થયેલી રાજ્યની પ્રાપ્તિ એ બાબત રજૂ કરાઇ છે. ચોથો સર્ગ કુમારપાલના દિગ્વિજયને લગતો છે. પાંચમા સર્ગમાં પુણ્યના ફળનો ઉપદેશ વર્ણવાયો છે. છઠ્ઠા સર્ગમાં દયાનો ઉપદેશ અપાયો છે. સાતમો સર્ગ શ્રાવકોના ધર્મના સ્થાપનને અંગેનો છે. આઠમાં સર્ગમાં કૃપા-સુન્દરીનાં લગ્ન, દાનાદિનો ઉપદેશ, ચૈત્યોનું નિર્માણ ઇત્યાદિ બાબતો રજૂ કરાઇ છે. નવમા સર્ગમાં દેવાધિદેવની પ્રતિમા લાવવી તે તેમ જ તીર્થયાત્રા વિષે વર્ણન છે. દસમા સર્ગમાં કુમા૨પાલના સ્વર્ગવાસને લગતી હકીકત છે.
૯૦
ઇન્દ્રજાળના પ્રયોગો- પાંચમાં સર્ગમાં શ્લો. ૧૪૫-૨૪૮માં નીચે પ્રમાણે હકીકત વર્ણવાઈ છે :
:
દેવબોધિ કુમારપાલને જૈન ધર્મ છોડી દઈ એનાથી ચડિયાતા શ્રૌત ધર્મ અંગીકાર કરવાનું કહે છે. વિશેષમાં બ્રહ્મા વગેરે દેવોને તેમ જ તમારા પૂર્વજોને પુછી જુઓ એમ દેવબોધિએ એ રાજાને કહી મંત્રબળ વડે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને તેમ જ મૂલરાજ વગેરે કુમારપાલના સાત પૂર્વજોને પ્રત્યક્ષ બતાવ્યા અને એમને મુખે શ્રૌત ધર્મ સ્વીકારવાનો ઉપદેશ અપાવ્યો.
વાગ્ભટ મંત્રીએ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિને દેવબોધિની આ વાત કહી. રાજાએ વાગ્ભટને પૂછયું કે દેવબોધિની બરાબરી કરી શકે એવું બળ હેમચન્દ્રસૂરિમાં છે ખરું ? વાગ્ભટે કહ્યું કે કાલે સવારે એમના વ્યાખ્યાનમાં આવશો તો ખબર પડશે. આ તરફ હેમચન્દ્રસૂરિએ પોતાના શિષ્યને કહી રાખ્યું કે આવતી કાલે મારું વ્યાખ્યાન ચાલુ હોય તેવામાં હું જે આસન ઉપર બેસી વ્યાખ્યાન આપતો હોઉં તે ખેંચી લેવું. શિષ્યે તેમ કર્યું અને હેમચન્દ્રસૂરિએ અદ્ધર રહીને વ્યાખ્યાન આપ્યું. દેવબોધિથી આમ થઈ શકે તેમ નહોતું. અને તો રંભા યાને કેળના બનાવેલા સુખાસનનો આશ્રય લેવો પડતો હતો અને મૌન સેવવું પડતું હતું.
વ્યાખ્યાન પૂર્ણ કરી હેમચન્દ્રસૂરિ કુમારપાલને એક ઓરડામાં લઇ ગયા. એ સૂરિએ મંત્રદ્વારા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરોને તેમ જ કુમારપાલના પૂર્વજોને સાક્ષાત્ હાજર કરી તેમના મુખે ઉપદેશ અપાવ્યો. એથી કુમારપાલ વિસ્મય પામ્યો અને દેવબોધિની વાત સાચી કે તમારી એમ હેમચન્દ્રસૂરિને પુછ્યું. સૂરિએ જવાબ આપ્યો કે આ તો ઇન્દ્રજાળ છે. દેવબોધિ એની એક કળા જાણે છે તો હું સાત જાણું છું. એને લઇને અમે બંનેએ આ દૃશ્યો યોજ્યાં છે. તમે કહો તો વિશ્વ દેખાડું પણ એ બધું કંઇ નથી કેમકે એ ફૂટ નાટકની ચતુરાઇ છે.
'કુમારપાલચરિત્ર (વિ. સં. ૧૪૮૭)– આ રત્નસિંહસૂરિના શિષ્ય ચારિત્રસુન્દરગણિએ ‘વિ. સં. ૧૪૮૭માં દસ સર્ગમાં રચ્યું છે. આના પાંચમા સર્ગ (પત્ર ૩૨આ −૩૩૨)માં નીચે મુજબ ‘‘અમાવાસ્યાનું પૂર્ણિમામાં રૂપાન્તર'' રૂપ ઘટના વર્ણવાઇ છે :
૧. આ જૈ. આ. સ.’” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાયું છે.
૨. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૨).
૩. આ તેમ જ પ્રકારાન્તરે વર્ણવાયેલી ઘટના માટે જુઓ મારો લેખ નામે ‘‘આઠ સો વર્ષ પર છોડાયેલો કુત્રિમ ચન્દ્ર અને અમાસનું પૂનમમાં થયેલું રૂપાન્તર”. આ લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ’” ના. તા. ૧-૧૧૫૭ના દૈનિકમાં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org