________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૫૫
ઉપર વિજયચન્દ્ર પાર્શ્વનાથ તરીકે થશે એ કથન તેમ જ અશ્વપરીક્ષા, ગજબ્રમ નૃપ સાથેનો સમાગમ, યોગી પાસેથી કન્યાને છોડાવવી, ચેટક દ્વારા “ગાડ' મંત્રની પ્રાપ્તિ તથા રત્નાવલી અને કનકમાલા સાથે લગ્ન એમ વિવિધ વાનગી પિરસાઈ છે.
પાંચમા સર્ગમાં ચેટક દ્વારા ચોરનું ગ્રહણ તેમ જ વિજયચન્દ્રનું માતાપિતા સાથેનું મિલન વર્ણવાયું છે.
છઠ્ઠા સર્ગના પ્રારંભમાં જાતજાતનાં વર્ણવૃત્તોની સમજણ અપાઈ છે. એમાં સુલોચના અને અષ્ટાપદ' પર્વતનું વર્ણન છે. ગ્લો. ૬૯-૭૬માં ચિત્રકાવ્ય દ્વારા પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે.
સાતમા સર્ગમાં સ્વયંવરનું વર્ણન છે.
આઠમા સર્ગમાં પ્રસ્તારનું નિરૂપણ શરૂઆતમાં છે. સુલોચનાનું હરણ અને એનું પ્રત્યાયન એ આ સર્ગના મુખ્ય વિષયો છે. આ સર્ગમાં યુદ્ધનું વિસ્તૃત વર્ણન છે.
નવમા સર્ગમાં વિજયચન્દ્રનું મોક્ષગમન વર્ણવાયું છે. અંતમાં પ્રશસ્તિ છે. વિશેષતા- છન્દ શાસ્ત્રનો બોધ કરાવવામાં આ કૃતિ ઉપયોગી થઈ પડે તેમ છે.
મલયસુન્દરીચરિત્ર (ઉ. વિ. સં. ૧૪૭૮)-આના કર્તા “આગમ' ગચ્છના જયતિલકસૂરિ છે. એમણે કોઈકે પૂર્વે પાઈયમાં રચેલા મલયસુન્દરીચરિયને જોઈને આ ચરિત્ર સંસ્કૃતમાં રચ્યું છે. એમાં અનુક્રમે ૩૯૯, ૭૩૨, ૪૬૯ અને ૮૨૪ પદ્યવાળા ચાર પ્રસ્તાવ છે.
પ્રથમ પ્રસ્તાવમાં મલયસુન્દરીના જન્મનું વર્ણન છે. પ્રસંગોપાત્ત અમુક જાતના રસ વડે લોખંડનું સુવર્ણ બન્યાની બીના રજૂ કરાઈ છે. બીજા પ્રસ્તાવ (ઉદેશ)માં પાણિગ્રહણનો અધિકાર છે. ત્રીજામાં સસરાના કુળનો સમાગમ વર્ણવાયો છે. ચોથામાં પૂર્વભવ ઉપર પ્રકાશ પડાયો છે.
'મલયસુન્દરીકથા કિવા મલસુન્દરીકથોદ્ધાર ( )- આના કર્તા પિપ્પલ' ગચ્છના ધર્મદેવગણિના શિષ્ય ધર્મચન્દ્ર છે.
“મલયસુન્દરીકથા ( )- આ ગદ્યાત્મક કથાના કર્તા “અંચલ' ગચ્છના માણિક્યસુદરસૂરિ છે. એમાં મલયસુન્દરીનો વૃત્તાંત રજૂ કરાયો છે.
સમ્યકત્વકૌમુદી (વિ. સં. ૧૪૫૭)કુ–આ ૯૯૫ શ્લોક જેવડી કૃતિ જયશેખરે વિ.સં. ૧૪૫૭માં રચી છે. એમાં સમ્યકત્વને અંગે કેટલીક બાબતો વિચારાઈ છે. ૧. ગૂઢ-ચિત્ર, નામ-ચિત્ર, વિભ્રમ-ચિત્ર અને અપભ્રંશ ભાષા-ચિત્ર. ૨. આ સર્ગમાં જાતજાતના અને પ્રાયઃ અપ્રચલિત છંદોમાં પદ્યો રચાયાં છે. ૩. આ “દૈ. લા. જૈ. પુ.” તરફથી ઈ. સ. ૧૯૧૬માં [અને દાનસૂરિ ગ્રં. વરતેજ ૨૦૦૯માં] છપાવાયું છે.
એ પૂર્વે હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૦માં આ છપાવાયું હતું. આની વિ. સં. ૧૪૭૮માં લખાયેલી હાથપોથી મળે છે. ૪. આનો પ્રો. હટલે કરેલો જર્મન “Indische Marchen” અનુવાદ (પૃ. ૧૮૫-૨૬૮)માં ઇ. સ. ૧૯૧૯માં છપાયો છે.
૫. આ મુંબઈમાં ઈ.સ. ૧૯૧૮માં છપાવાઈ છે.
P ૧પ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org