________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૬૪-૧૬૭]
૧૦૩
વિષય- પહેલી કથા ચન્દ્રવીર શુભાને અંગે છે. એમાં શ્રાવક- ધર્મનો પ્રભાવ વર્ણવાયો છે. બીજી કથા ધર્મધનની છે, એમાં દાનાદિના પુણ્યરૂપ ફળનું નિરૂપણ છે. ત્રીજી કથાનો નાયક સિદ્ધદત્ત P ૧૬૬ કપિલ છે. એમાં શ્રાવકધર્મની આરાધના અને વિરાધનાનો વિચાર કરાયો છે. ચોથી કથા સુમુખ નૃપ વગેરેને ઉદેશીને છે. એમાં ચાર નિયમના પાલનનો અધિકાર છે.
પહેલી કથાના અંતમાં એ “દેવકુલપાટકમાં વિ. સં. ૧૪૮૪માં આશ્વિન માસમાં રચાયાનો ઉલ્લેખ છે. એવી રીતે ત્રીજી કથાના અંતમાં એ કથા દેવકુલપાટકમાં વિ. સં. ૧૪૮૪ના માગસર મહિનામાં રચાયાનો નિર્દેશ છે.
ઉપર્યુક્ત ચારે કથાઓનું સંશોધન લક્ષ્મીભદ્ર મુનિએ ગુરુભક્તિને લઈને કર્યું હતું એમ છેવટની કથાના પ્રસંગના ઉલ્લેખ ઉપરથી જણાય છે.
સમાનનામક કૃતિ–સંયમરત્નસૂરિએ ૧૬૩૧ શ્લોક જેવડી મિત્રચતુષ્કકથા રચી છે. શું એનો વિષય ઉપર મુજબનો જ છે ?
મિત્રકથા અને મિત્રત્રકથા- આ નામની એકેક અજ્ઞાતકર્તક કૃતિ લીંબડીના ભંડારમાં છે. શું એનો વિષય મુનિસુન્દરસૂરિકૃત ઉપર્યુક્ત કૃતિને મળતો આવે છે ?
'હમ્મીર-મહાકાવ્ય યાને હમ્મીર-મદ-મર્દન-કાવ્ય (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા નયચન્દ્રસૂરિ છે. એઓ ‘કૃષ્ણર્ષિ ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રના શિષ્ય થાય છે. એમણે P ૧૬૭ “રંભામંજરી નામની નાટિકા રચી છે. એઓ તોમર (તંવર) વંશના રાજા વીરમના દરબારના લબ્ધપ્રતિષ્ઠ કવિ હતા. એમને શારદા દેવી તરફથી વરદાન મળ્યું હતું. એના પ્રભાવે એઓ છ ભાષામાં કુશળ બન્યા હતા.
પરિમાણ– પરંજ્યોતિના કીર્તનથી શરૂ કરાયેલું આ પ્રસ્તુત ઐતિહાસિક મહાકાવ્ય “વીર’ અંકથી અંકિત છે અને એમાં ૧૪ સર્ગ છે. એમાં પદ્યની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૧. આ મુંબઈથી ઇ. સ. ૧૮૭૯માં પ્રકાશિત કરાયું છે. એમાં ચોથા સર્ગનું ૧૪૩મું અને અંતિમનું ૨૯મું પદ્ય ખંડિત છે. આનું સંપાદન નીલકંઠ જનાર્દન કીર્તન કર્યું છે. એમાં ૪૭ પૃષ્ઠનું અંગ્રેજીમાં લખાણ છે. એમાં આ મહાકાવ્યનું ઐતિહાસકિ દૃષ્ટિએ મૂલ્યાંકન કરાયું છે. કોઈ કોઈ પદ્યનું અંગ્રેજીમાં ભાષાન્તર પણ કરાયું છે પ્રસ્તુત મહાકાવ્યના આધારે ચૌહાણ રાજાઓની હમ્મીરના પૂર્વજોનાં નામો આપી ટોડ પ્રમાણેનું એનું સંતુલન કરાયું છે. કૃષ્ણમાચારિયરે | c s L(પૃ. ૨૦૬-૨૦૭)માં આ મહાકાવ્યનો પરિચય આપ્યો છે. Indian Antiqary" (Vol. VII pp. 55-73)માં પ્રસ્તુત મહાકાવ્યમાંથી ઉતારા અપાયા છે. જિનવિજય સંપાદિત આ મહાકાવ્ય “રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન” જોધપરથી ઈ. સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ છે. આની ભૂમિકા ડો. દશરથશર્માએ લખી છે. વિશેષ માટે જુઓ ‘તેરહવી ચૌદવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય'
ડૉ. શ્યામશંકર દીક્ષિત' પૃ. ૧૬૬-૧૯૨] ૨. એમણે વિ. સં. ૧૪૪૦ની આસપાસમાં કમારપાલચરિત્ર રચ્યું છે. ૩. આ નાટિકા રામચન્દ્ર શાસ્ત્રી અને ભગવાનદાસ કેવલદાસ વ્યાસ દ્વારા મુંબઈથી ઈ. સ. ૧૮૮૯માં પ્રકાશિત કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org