________________
૧૦૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
આ પૈકી જયાનન્દ-રાજર્ષિ-કેવલિ-ચરિત્ર અત્રે પ્રસ્તુત છે. આમા જયાનન્દ કેવલીનો અધિકાર સંસ્કૃતમાં ૧૪ સર્ગમાં પદ્ય દ્વારા અપાયો છે અને એ દ્વારા શ્રાવકનાં વ્રત પાળવાનું ફળ વર્ણવાયું છે.
આ કૃતિનો ગ્રન્થાગ્ર ૭૫00 શ્લોક જેવડો છે. આનું સંશોધન કર્તાના શિષ્ય ચન્દ્રરત્નગણિએ કર્યું છે. એમણે આ ચરિત્રના અંતમાં બાર શ્લોકની પ્રશસ્તિ રચી છે. એમણે મુનિસુન્દરસૂરિને
સૂરિચક્રશિક્ર' કહ્યા છે. બાકી શાન્તિસ્તવ દ્વારા “મારી દૂર કરનાર તરીકે ઓળખાવતી વેળા એમને P ૧૬૧ ભદ્રબાહુ સાથે સરખાવ્યા છે અને “મરુ' વગેરે દેશમાં અમારી પ્રવર્તનાર તરીકેનો ઉલ્લેખ કરતી વેળા
કલિ. હેમચન્દ્રસૂરિનું સ્મરણ કરાવનારા તરીકે નિર્દેશ્યા છે.
આ ચરિત્રના સ. ૧ના શ્લો. ર૬ પછી દસાસુયખબ્ધની ચુર્ણિમાંથી ઉપાસકની પ્રતિમાના અધિકારને લગતું અવતરણ અપાયું છે. અહીં જે ક્રિયાવાદી અને અક્રિયાવાદીની હકીકત છે તેને આયાર, સૂયગડ અને ઉત્તરઝયણની નિષુત્તિમાં નિરૂપાયેલા ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીના સ્વરૂપ સાથે નામસામ્યને લઈને ખોટી રીતે ભેળવી દેવાયું છે.'
સ. ૮, શ્લો. ૧૧૦માં પાંચ ઔષધિઓનો નિર્દેશ છે અને એના સ્વરૂપનું વર્ણન ગ્લો. ૧૧૧૧૧૯માં છે પણ એનાં નામ નથી, જો કે માપ છે.
સત્યવિજયગણિના સન્તાનીય પદ્મવિજયે જયાનન્દ.ચરિત્રરૂપ કૃતિને સંસ્કૃતમાં ગદ્યરૂપે વિ. સં. ૧૮૫૮માં ગૂંથી છે. વિશેષમાં આ કૃતિની લોકપ્રિયતાને લઈને વિજયાનન્દસૂરિના શિષ્ય કવિ વાલાએ
વિ. સં. ૧૬૮૬માં ગુજરાતીમાં આ કૃતિ રાસરૂપે “જયાનન્દચરિત્ર'ના નામથી રચી છે અને એમાં P ૧૬૨ મુનિસુન્દરસૂરિનો “તપા' ગચ્છના એકાવનમા પટ્ટધર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઉપર્યુક્ત પદ્મવિજયે પણ
વિ.સં. ૧૮૫૮માં જયાનન્દકેવલિ-રાસ ગુજરાતીમાં રચ્યો છે. એમણે જયાનન્દ.ચરિત્રનો “નાના રસસંયુક્ત બહુ-વૈરાગ્ય-પવિત્ર” તરીકે નિર્દેશ કર્યો છે. આમ મુનિસુન્દરસૂરિ પછી જયાનન્દ કેવલીનાં ચરિત્રો રચાયેલાં મળે છે પણ એમની પૂર્વે કોઈએ જયાનન્દનું કોઈ ચરિત્ર રચેલું જણાતું નથી. જો એ ન જ હોય તો એ જયાનન્દ એ શું કાલ્પનિક વ્યક્તિ હશે એવો પ્રશ્ન ઉદ્ભવે છે પરંતુ નરેશ્વર શ્રીપાલ માટે પણ વિ. સં. ૧૪૨૮ કરતાં ઘણી વહેલી રચાયેલી કોઈ કૃતિ ક્યાં મળે છે એ વિચારવું ઘટે. થિંભનપાર્શ્વનાથકલ્પપ્રબંધ- આની નકલ પ્રાકૃત ટેસ્ટ સી. માં છે.]
- ૧. જુઓ આગમોદ્ધારકકૃત તાત્વિક-પ્રશ્નોત્તર. ૨. આ કૃતિ હીરાલાલ હંસરાજે જામનગરથી વિ. સં. ૧૯૬૮માં અને પં. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ
અમદાવાદથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ કરી છે. આનો ગુજરાતી અનુવાદ “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ.સં. ૧૯૮૩માં છપાયો છે. ૩. આ ગદ્યાત્મક કૃતિ પં. અમૃતલાલ અમરચંદ દ્વારા સંશોધિત કરાવી “એ. એમ. એન્ડ કંપની” તરફથી વિ.
સં. ૧૯૭૭માં છપાવાઈ છે. ૪. જુઓ આનન્દ-કાવ્ય-મહોદધિ (મૌક્તિક ૩)માંના “ગ્રંથકારો” (પૃ. પ-૭). ૫. અહીં જયાનન્દ.ચરિત્રનો ગ્રંથાગ્ર ૮૦૦૦ શ્લોકનો કહ્યો છે. ૬. આ રાસ “નડિયાદનું જ્ઞાનખાતું” તરફથી વિ. સં. ૧૯૪૫માં છપાવાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org