________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૫૦-૧૫૪]
૯૫
વર્ણવાઈ છે. સાથે સાથે “કલિ” કાળનો પ્રભાવ વર્ણવાયો છે. સાતમા અધિકારમાં મોહ અને વિવેક વચ્ચેનું યુદ્ધ, મોહનો પરાજય અને પરમાત્માનું હૃદયંગમ સ્વરૂપ એ બાબતો હાથ ધરાઈ છે.
આ કૃતિમાં અજૈન દર્શનોનું સ્વરૂપ રજૂ કરાયું છે. વળી એ ઉપદેશોથી પણ અલંકૃત છે. 'ભાષાંતર– આ પ્રસ્તુત કૃતિનું ગુજરાતીમાં કરાયેલું ભાષાંતર છે.
શ્રીધરચરિત (વિ. સં. ૧૪૬૩)- આ મહાકાવ્ય “અંચલ' ગચ્છના માણિક્યસુન્દરસૂરિએ વિ. સં. ૧૪૬૩માં રચ્યું છે. મેરૂતુંગસૂરિ એમના દીક્ષાગુરુ થાય છે જ્યારે જયશેખરસૂરિ એમના વિદ્યાગુરુ થાય છે. એમણે નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે –
અજાપુત્રકથાનક, ગુણવર્મચરિત્ર, ચતુષ્કર્વી, ધર્મદત્તકથા, પૃથ્વી-ચન્દ્રચરિત્ર અને શુકરાજકથા. ૧૫૩ વળી એમણે આવસ્મય ઉપર ટીકા પણ રચી છે. [એક શ્રીધરચરિત્રની નકલ પ્રા...સો. માં છે. કર્તાનું નામ જાણવાનું બાકી છે.]
માણિક્ય'થી અંકિત પ્રસ્તુત કૃતિ નવ સર્ગમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :- ૩૧, ૩૧, ૩૩, ૧૧૧, ૬૦, ૧૨૪, ૯૧, ૫૮૩, અને ૨૫૫ (૨૪૯+૬).
આમ અહીં ૧૩૧૯ પદ્યો છે જ્યારે એનો ગ્રંથાગ્ર ૧૬૮૯ શ્લોકનો છે.
વિષય- પ્રથમ સર્ગમાં ઋષભદેવાદિ તીર્થંકરો વગેરેની સ્તુતિ કરાઈ છે અને કર્તાએ પોતાની ગુરુપરંપરા વર્ણવી છે. અંતમાં કહ્યું છે કે પ્રથમ ભાવમાં શ્રીધર નૃપતિ અને તૃતીય ભવમાં વિજયચન્દ્ર નૃપ થનારનું ચરિત્ર અપાય છે વિશેષમાં આ સર્ગમાં છન્દ શાસ્ત્રને લગતી કેટલીક બાબતો રજૂ કરાઈ છે.
દ્વિતીય સર્ગનો પ્રારંભ આર્યા વગેરે છંદોનાં ગદ્યાત્મક લક્ષણોથી કરાયો છે. પછી એ છંદોમાં વિજયચન્દ્રનાં માતાપિતા વિષે તેમ જ સિદ્ધપુરુષના આગમન વિષે ઉલ્લેખ છે.
તૃતીય સર્ગમાં સિદ્ધપુરુષ પોતાનો પરિચય કરાવી વિજયચન્દ્રના પિતાને એક ગુટિકા આપે છે એ બીના વર્ણવાઈ છે.
ચતુર્થ સર્ગની શરૂઆત કેટલાક છંદોના ગદ્યાત્મક નિરૂપણથી કરાઈ છે. ત્યાર બાદ વિજયચન્દ્રનો P ૧૫૪ જન્મ, કાલાંતરે એમનું વનમાં ગમન અને એક મુનિના મુખથી અહિંસાના ફળનું શ્રવણ તથા આગળ ૧. આ ગુજરાતી ભાષાંતર “જે. ધ. પ્ર. સ.” તરફથી [વિ. સં. ૧૯૬૫માં “આર્યરક્ષિત પુ. સંસ્થા” તરફથી
(સં. ૧૯૯૬) અને “મુક્તિચન્દ્ર આ. ટ્રસ્ટ” દ્વારા ] છપાવાયું છે. ૨. આ કૃતિ દુર્ગપદવ્યાખ્યાન સહિત “ચારિત્રસ્મારક ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૫૧માં પ્રકાશિત કરાઇ છે.
એમાં સંસ્કૃતમાં નવ સર્ગનો સારાંશ અપાયો છે. ૩. આ અમદાવાદથી ઇ.સ. ૧૯૦૧માં છપાવાયું છે. એ વિ. સં. ૧૪૮૪માં રચાયું છે. એની પ્રશસ્તિમાં
ચતુપર્ણી, પૃથ્વીચન્દ્રચરિત્ર અને શુકરાજકથાનો ઉલ્લેખ છે. ૪. આ “હંસવિજયજી ફી લાઈબ્રેરી” તરફથી વિ. સં. ૧૯૮૦માં છપાવાયું છે. એમાં ૫૦૦ પદ્યો છે. ૫. આ પ્રશસ્તિનાં પદ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org