________________
P ૧૪૮
P ૧૪૯
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
થશે એ જાણવા માટે એણે એક ઘડીમાં એક યોજન જનારી સાંઢણીઓ ઉપર પોતાના પુરુષોને આરૂઢ કરાવી એમને પૂર્વ દિશામાં મોકલ્યા. ત્યારબાદ ‘‘સિદ્ધચક્ર'ને અંગેના જે દેવે હેમચન્દ્રસૂરિને પહેલાં વરદાન આપ્યું હતું તે દેવે પૂર્વ દિશામાં સન્ધ્યાસમયે પહેલાંની જેમ ચન્દ્ર ઉગાડ્યો, રાત્રિને ચાંદરણીવાળી બનાવી અને ચાર પ્રહર સુધી ગગનમાં એ ચન્દ્રને રાખી સવારના સર્વ લોકની સમક્ષ પશ્ચિમ દિશામાં એ ચન્દ્રને અસ્ત થતો બતાવ્યો પેલા મોકલેલા પુરુષો સવારે આવ્યા અને એમણે ઉપર મુજબ કહ્યું: બધાને વિસ્મય થયો.
૯૨
સમાનનામક કૃતિઓ–ધનરત્ને ગદ્યપદ્યરૂપે વિ. સં. ૧૫૩૭માં કુમારપાલચિરત્ર રચ્યું છે. વળી સોમવિમલે તેમ જ સોમચન્દ્રગણિએ પણ આ નામની એકેક કૃતિ રચી છે. એ પૈકી સોમચન્દ્રગણિની રચના પદ્યાત્મક છે અને એનું પરિમાણ ૬૩૦૦ શ્લોક જેવડું છે.
`કુમારપાલદેવચરિત (? વિ. સં. ૧૪૨૪)–આ ‘રુદ્ર-પલ્લીય' ગચ્છના સંઘતિલકસૂરિના શિષ્ય સોમતિલકસૂરિની કોઇ કૃતિનો એક અંશ છે એમ એની પ્રારંભની નિમ્નલિખિત પંક્તિ જોતાં જણાય છે:
'अत्र श्रीकुमारपालदेवचरित्रं व्याक्रियते".
પ્રસ્તુત કૃતિમાં ૭૪૦ પદ્યો છે. પહેલાં ૨૦૦ પદ્યો કુમારપાલને રાજ્ય મળ્યું તે પહેલાંની બીનાઓ રજૂ કરે છે, અને એ લખાણ અજ્ઞાતકર્તૃક પ્રાચીન સંક્ષિપ્ત કુમારપાલદેવરિત સાથે શબ્દદૃષ્ટિએ પણ પ્રાયઃ મળતું આવે છે. ત્યાર પછીનાં ૫૦૦ પઘો રાજ્યપ્રાપ્તિ પછીની ઘટનાઓ જે પ્રબન્ધચિન્તામણિ વગેરેમાં જોવાય છે તે વર્ણવાઇ છે. એવી પણ કોઇ કોઇ બાબતો છે કે જે કુમારપાલ અંગેના અન્ય પ્રબન્ધોમાં નથી. દા.ત. નિમ્નલિખિત બાબતો :—
(૧) નાગપુર (નાગોર)ના મહામાંડલિક કુમાર સાથે કુમારપાલનું યુદ્ધ (શ્લો૦ ૬૧૨-૬૩૩) (૨) ‘રાકા’ પક્ષના સુમતિસૂરિ સાથે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિનો સંબંધ (શ્લો૦ ૬૭૪-૬૮૪)’.
આ સંક્ષિપ્ત કૃતિ વ્યવસ્થિત અને પ્રામાણિક છે. એ કુમારપાલપ્રબોધપ્રબન્ધને આધારે રચાયાનું જિનવિજયજીએ કહ્યું છે અને એનું કારણ એ દર્શાવ્યું છે કે અન્તિમ પદ્યમાં વિશેષાર્થીએ કુમારપાલપ્રતિબોધ જોવાની ભલામણ કરાઇ છે અને એ ઉપર્યુક્ત ગ્રંથ છે.
ઉપર્યુક્ત સોમતિલકસૂરિએ ઉર્ફે વિદ્યાતિલકે નીચે મુજબની કૃતિઓ પણ રચી છેઃ
૧. આ કૃતિ કુમારપાલચરિત્રસંગ્રહ (પૃ. ૯-૩૩)માં છપાવાઈ છે. ૨.જુઓ (પૃ. ૧૪૨)
૩. જુઓ કુમારપાલચરિત્રસંગ્રહનું ‘‘કિંચિત્ પ્રસ્તાવિક'' (પૃ. ૩).
૪. એજન, પૃ. ૩ અહીં એ ઉમેરાયું છે કે આનું થોડુંક સૂચન ચતુર્વિશતિપ્રબન્ધમાં જોવાય છે પરંતુ મને તો
એમાં એ જણાતું નથી.
પ. એજન, પૃ. ૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org