________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૩૫-૧૩૭]
લઈને આ કૃતિ જૈન ઇતિહાસની રચના માટે મહત્ત્વની છે. એની સાથે સાથે વિષયની દૃષ્ટિએ સમાનતા ધરાવનારી–એની ભગની જેવી ત્રણ કૃતિઓ-પ્રબન્ધચિન્તામણિ, પ્રબન્ધકોશ અને વિવિધતીર્થકલ્પ બરાબર વિચારાય તો જૈન ઇતિહાસનો મોટો ભાગ તૈયાર થઈ જાય. આ ચાર કૃતિઓ એકબીજાની પૂરક અને એ સૌમાં પ્રસ્તુત કૃતિ રચનાસમય અને વિષયવિસ્તારની દૃષ્ટિએ P. ૧૩૬ પ્રથમ છે. આમાં જૈનોના નિમ્નલિખિત મુખ્યતયા ‘૨૨ પ્રભાવક મહાપુરુષોના પ્રબંધો અપાયા છે :
-
(૧) વજસ્વામી, (૨) આર્ય રક્ષિતસૂરિ, (૩) આર્ય નંદિલ, (૪) કાલકસૂરિ, (૫) પાદલિપ્તસૂરિ, (૬) વિજયસિંહસૂરિ, (૭) જીવદેવસૂરિ, (૮) આચાર્ય વૃદ્ધવાદી, (૯) આચાર્ય મલ્લવાદી, (૧૦) હરિભદ્રસૂરિ, (૧૧) બપ્પભટ્ટિસૂરિ, (૧૨) માનતુંગસૂરિ, (૧૩) માનદેવસૂરિ, (૧૪) મહાકવિ સિદ્ધર્ષિ, (૧૫) વીરગણિ, (૧૬) ‘વાદિવેતાલ' શાન્તિસૂરિ, (૧૭) મહેન્દ્રસૂરિ, (૧૮) સૂરાચાર્ય, (૧૯) *અભયદેવસૂરિ, (૨૦) વીરાચાર્ય, (૨૧) વાદી દેવસૂરિ અને (૨૨) હેમચન્દ્રસૂરિ.
પાદલિપ્તસૂરિના પ્રબંધમાં ‘વિદ્યાબલી’ અર્થાત્ વિદ્યાસિદ્ધ આર્ય ખપુટાચાર્યનો વૃત્તાંત છે. આવસ્ટયની ગુણ્ણિ (પૂર્વ ભાગ, ૫ત્ર ૫૪૨-૫૪૩)માં તેમ જ એ આવસ્સય ઉપરની મલયગિરિસૂરિકૃત વૃત્તિ (ભા. ૩, પત્ર ૫૧૪અ-૫૧૪આ)માં આ આચાર્યની જીવનરેખા આ લેખાઇ છે.
શ્રૃંગ ૮, શ્લો. ૧૫૮-૧૫૯માં કહ્યું છે કે વૃદ્ધવાદીસૂરિએ ભમી ભમીને (ગોળ ગોળ ફરીને) અને તાલના મેળપૂર્વક તાળીઓ પાડીને ગીત-હુંબડકો વડે એક રાસક રચી ત્યાં જે ગામના ગોવ્રજના રક્ષકો એકત્ર થયા હતા તેમને નિમ્નલિખિત હિતશિક્ષાનાં વચન કહ્યાં :
“નવિમારિગર, ન વિચોરિઝર્, પરવારદ અત્યુ નિવારઞફ । थोवाह वि थोवं दाइअइ, तउ सग्गि टुगुट्टुगु जाइयइ ॥१६०॥”
૮૫
પ્ર. ચ. (શૃંગ ૧૧) પ્રમાણે આમ નૃપતિએ ‘ગોમૂત્રિકા' બંધમાં એક પદ્ય રચ્યું હતું તે અહીં શ્લો. ૨૩૫ તરીકે અપાયું છે.
ચૌદમાં શૃંગગત સિદ્ધર્ષિના પ્રબન્ધ (શ્લો. ૮૯)માં નિમ્નલિખિત બાબતોનો ઉલ્લેખ છે :– (૧) કુવલયમાલા શૃંગારથી નિર્ભર છે. (૨) આ કથા દાક્ષિણ્યચન્દ્રસૂરિએ રચી છે. (૩) આ સૂરિ ઉવએસમાલાના વૃત્તિકા૨ સિદ્ધર્ષિના ગુરુભાઈ થાય છે.
આ પૈકી પહેલી બાબત સર્વથા સાચી છે. બીજી બાબતમાં ‘દક્ષિણ્યચન્દ્ર' નામ છે તે વિચારણીય
છે કેમ કે અન્યત્ર તો ‘દાક્ષિણ્યચિહ્ન’ નામ જોવાય છે. ત્રીજી બાબત ભ્રાન્ત છે કેમકે સિદ્ધર્ષિએ વિ. સં.
૧. કાવ્યદૃષ્ટિએ પણ આ કૃતિ મહત્ત્વની છે.
૨. આ પ્રત્યેકના જીવનચરિત્ર પૂરતા લખાણનો ‘શૃંગ’ તરીકે નિર્દેશ છે. એ હિસાબે અહીં ૨૨ શૃંગો છે અને
અંતમાં ગ્રંથકારની પ્રશસ્તિ છે.
૩. એમના જીવનવૃત્તાંતની સાથે કવિવર ધનપાલનું ચરિત્ર પણ આપ્યું છે.
૪. એમના ચરિત્રની સાથે સાથે જિનેશ્વરસૂરિનો જીવનવૃત્તાંત ગૂંથી લેવાયો છે.
૫. આનો ગુજરાતી સારાંશ હૈ. આ. ગુ. (પૃ. ૫૯-૬૦) માં અપાયો છે.
૬. વસુદેવહિણ્ડીમાં પણ શ્રૃંગારની પ્રચુરતા છે એમ કુવલયમાલા (કંડિકા ૪૨૮)માં નિર્દેશાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
P ૧૩૭
www.jainelibrary.org