________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૩૨-૧૩૪]
‘રત્નોનો, ઉદ્ધિની જોડ તરીકે શ્રમણ અને ગૃહસ્થનાં ‘શ્રેયસ’નો, સ્થાલ તરીકે કારુણ્યનો એટલે અહિંસાનો, ચાર કાષ્ઠિકા તરીકે ઇતર યમનો (અર્થાત્ અવશિષ્ટ ચાર મહાવ્રતોનો) શિખર અને કળશ તરીકે અનુક્રમે સંવેગ અને શુદ્ધ ભાવનો, પતાકા તરીકે શુદ્ધ બુદ્ધિનો, બે બળદ તરીકે સાધુ અને શ્રાવકનો અને ધૂંસરી તરીકે શમનો નિર્દેશ છે.
વિષય– ગુણસેન અને અગ્નિશર્માના વૃત્તાંતથી આ ચરિત્રનો પ્રારંભ થાય છે. ગુણસેન એ સમરાદિત્ય તરીકેના ભવમાં મોક્ષે સિધાવે છે. અગ્નિશર્માના તપનું પારણું કરાવવાનું વચન ગુણસેન ફરી ફરીને આપે છે પણ એ પાળી ન શકાયાથી વેરની શરૂઆત થાય છે અને પછી તો પ્રત્યેક ભવમાં એ અગ્નિશર્માનો જીવ ગુણસેનના જીવને એક યા બીજી રીતે હેરાન કરે છે અને એ રીતે વેરના વિપાકનાં ઉદાહરણ પૂરાં પાડે છે. આ બંનેના ’ભવો વગેરે ઉપર પ્રકાશ પાડનારો કોઠો હું નીચે મુજબ
રજૂ કરું છુંઃ- [જુઓ પૃ. ૮૪]
સમરભાનુચરિત્ર (
રચ્યું છે.
૮૩
)– આ ૩૨૦૦ શ્લોક જેવડું સમરાદિત્યનું ચરિત્ર માણિક્યસૂરિએ P ૧૩૫
'સમરાદિત્યચરિત્ર (સં.૧૮૭૪)– આ સુમતિવર્ધનની કૃતિ છે.
પ્રભાવક-ચરિત યાને પૂર્વર્ષિચરત્રિ (વિ.સં. ૧૩૩૪)– આ પદ્માત્મક કૃતિના–કાવ્યના કર્તા પ્રભાચન્દ્રસૂરિ છે. એઓ ‘રાજ' ગચ્છના ધનેશ્વરસૂરિના સંતાનીય, પૂર્ણભદ્રના પ્રશિષ્ય અને ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમણે આ ૫૭૭૪ શ્લોક જેવડી કૃતિ રચવામાં પ્રાચીન ગ્રંથો તેમ જ બહુશ્રુત મુનિવરો પાસેથી સાંભળેલી હકીકતો કામમાં લીધી છે (જુઓ શ્લો. ૧૫). આનું સંશોધન કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. આ કૃતિ એ એક રીતે પરિશિષ્ટપર્વના અનુસંધાનરૂપ છે, કેમ કે વજસ્વામીનો જે વૃત્તાંત પરિશિષ્ટ-પર્વમાં અપાયો છે તેનાથી આ કૃતિનો પ્રારંભ કરાયો છે અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના ચરિત્ર સુધી એ લંબાવાયો છે. આમ આ કૃતિ વિક્રમની પ્રથમ શતાબ્દીથી માંડીને તેરમીના પ્રારંભ સુધીમાં થઈ ગયેલ ઐતિહાસિક વ્યક્તિઓનાં–મહાપ્રભાવક, સંરક્ષક અને શાસ્ત્રકાર મુનિવર્યોનાં કાર્યકલાપ અને ગુણગૌરવ ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે. આને
Jain Education International
૧. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર.
૨. આને ગુજરાતીમાં ‘ઊધ’ કહે છે. એનો અર્થ “ગાડાનો ધોરિયો” એટલે કે “બે બળદની વચ્ચે રહેતું ગાડાનું લાકડું' એમ કરાય છે.
૩. થાળું.
૪. આનો કોઠો ‘‘જૈ. સ. પ્ર.’’ (વ. ૧૮, અં. ૮)માં છપાવાયો છે અને એ પં. ધુરંધરવિજયજીએ તૈયાર કર્યો છે. ૫. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૫માં પ્રસિદ્ધ કરાયું છે.
૬. આ કૃતિ “નિર્ણયસાગર મુદ્રણાલય' તરફથી ઇ. સ. ૧૯૦૯માં પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ ઇ. સ. ૧૯૪૦માં ‘‘સિં હૈ. ગ્રં.''માં છપાવાઈ છે. એમાં અંતમાં અવતરણરૂપ પદ્યોની તેમ જ વિશેષનામોની સૂચીરૂપ બે પરિશિષ્ટો અપાયાં છે. |સિં. જૈ. પ્રકાશિત સંસ્કરણનું પુનર્મુદ્રણ પ્રાચ્ય સાહિત્ય પુનઃ પ્રકાશન શ્રેણિમાં આ. મુક્તિપ્રભસૂરિજીના પ્રયાસથી થયું છે.]
For Personal & Private Use Only
www.jainelibrary.org