________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૨૯-૧૩૧]
(
૮૧
અને પ્રશંસાપાત્ર રાજનીતિજ્ઞતાનાં ઉત્તમ ઉદાહરણો જોવા મળે છે. કાવ્યરસિકોને આનંદ આપે એવાં વર્ણનો તેમ જ ધર્મી જનોને ધર્મનો બોધ કરાવે એવી બાબતો અહીં આપી આ ચરિત્રને નમૂનેદાર બનાવાયું છે. [સમાનનામકકૃતિઓ- સકલકીર્તિ અને અજ્ઞાતકર્તૃક અભય.ચરિત્રનો જિ.ર.કો. પૃ. ૧૩માં ઉલ્લેખ છે.]
ભાષાંતર– આ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર થયેલું છે અને એ છપાવાયું છે. જુઓ નીચે ટિ, ૧
'નરવર્મચરિત્ર યાને સમ્યકત્વાલંકાર (વિ. સં. ૧૩૨૩)- આના કર્તા ખરતરમ્ ગચ્છના વાચનાચાર્ય વિવેકસમુદ્રગણિ છે. એઓ જિનેશ્વરસૂરિના શિષ્ય થાય છે અને બાહડના પુત્ર બોહિત્યના પુત્ર થાય છે. એમણે વિ. સં. ૧૩૦૪માં જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૩૨૩માં વાચનાચાર્ય અને વિ. સં. ૧૩૪રમાં ઉપાધ્યાય બન્યા હતા. એમણે જિનરત્નસૂરિના બે શિષ્ય- R ૧૩૧ ઉપાધ્યાય લક્ષ્મીતિલક અને ઉપાધ્યાય અભતિલગગણિની પાસે બે વ્યાકરણો, અનેકાન્તજયપતાકા, ન્યાયકન્ડલી, ન્યાયામ્બુધિખંડન વગેરેનો અભ્યાસ કર્યો હતો. એઓ જિનકુશલસૂરિના વિદ્યાગુરુ થાય છે. એઓ વિ. સં. ૧૩૭૯માં સ્વર્ગે સિધાવ્યા. એ ગણિએ પુણ્યસારકથાનક રચ્યું છે.
પ્રસ્તુત કૃતિ ૫૪૨૪ શ્લોક જેવડી છે અને એ પાંચ સર્ગમાં વિભક્ત છે. એ વિવેકસમુદ્રમણિએ પોતાના પિતાની અભ્યર્થનાથી રચી વિ. સં. ૧૩૨૩માં દીપોત્સવીના દિવસે ખંભાતમાં પૂર્ણ કરી હતી. આ કૃતિમાં નરવર્મા નૃપતિનું ચરિત્ર આલેખાયું છે. એમાં શ્રાવકનાં બાર વ્રતોની કથા અપાઈ છે. આ કૃતિના પ્રારંભમાં છે પદ્યો તેમ જ પ્રશસ્તિનાં ૨૨ પદ્યો શ્રી ભંવરલાલજી નાહટાએ “ઉપાધ્યાય વિવેકસમુદ્રવિરચિત નર-વર્મચરિત્ર” નામના 'હિંદી લેખમાં આપ્યાં છે.
"નરવર્મચરિત્ર (વિ. સં. ૧૪૧૨)- આ વિનયપ્રભ ઉપાધ્યાયની ૮૦૦ શ્લોક જેવડી રચના છે. એમણે આ કૃતિ વિ. સં. ૧૪૧૨માં રચી છે.
સિમાનનામકૃતિઓ– મુનિસુંદર કૃત પ00 ગ્રંથાઝની અને વિદ્યાકીર્તિએ સં. ૧૬૦૯માં રચના કરી છે. જુઓ જૈ.સા.બુ.ઈ. ભા. ૬/પૃ. ૩૦૨] ૧. આ કૃતિ અપ્રકાશિત છે. એની એકેક હાથપોથી આગ્રામાં તેમ જ જેસલમેરમાં છે. [આની રચના સં.
૧૩૨૫માં ખંભાતમાં થઈ છે. જુઓ ભા. જૈ.સા.બ્ર.ઈ. પૃ. ૬/૩૦૨]. ૨. જુઓ પ્રશસ્તિ (શ્લો. ૧૨-૧૩). અહીં બે વ્યાકરણ જ્યાં તેનો ઉલ્લેખ નથી. ૩. આ કથાનક સુરતના “શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” તરફથી વિ. સં. ૨૦૦૧માં છપાવાયું છે. એમાં ૩૪૨ પદ્યો છે અને એ કૃતિ વિ. સં. ૧૩૩૪માં જેસલમેરમાં રચાઈ છે. [ભાવચન્દ્રકૃત પુણ્યસાર કથાનક
હીરાલાલ હ. એ ઈ. સ. ૧૯૨૫માં છપાવ્યું છે.] ૪. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૮, અ. ૧૨)માં છપાયો છે અને એને આધારે મેં નરવર્મચરિત્રનો પરિચય આપ્યો છે.) એમાં એવો ઉલ્લેખ છે કે પ્રસ્તુત કૃતિને ઉપાધ્યાય વિનયપ્રભની કૃતિ હોવાનું જે અનુમાન જિ. ૨. કો. (વિ ૧, પૃ. ૨૦૪)માં કરાયું છે તે ખોટું છે કેમકે એ કૃતિ તો ૮૦૦ શ્લોક જેવડી નાની છે. ૫. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૦૯માં છપાવાઇ છે.
ઇતિ.ભા.ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org