________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૧૨૬-૧૨૮]
:
મૂલ્યાંકન- આ મહાકાવ્ય કીર્તિકૌમુદી અને નરનારાયણાનન્દ સાથે સ્પર્ધા કરી શકે તેવું છે. એ સબળ 'વૈદર્ભી રીતિમાં રચાયું હોવાથી એમાં માધુર્ય અને પ્રસાદ જોવાય છે. એમાં કવિનું છંદ, ભાષા અને અલંકાર ઉપરનું પ્રભુત્વ તરી આવે છે. આ કવિની આ કૃતિ મધ્યકાલીન કવિઓના ભાષાડંબરથી મોટે ભાગે મુક્ત છે. આ કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વની છે.
કથારત્નસાગર (લ. વિ. સં. ૧૩૦૦)–આના કર્તા ‘મલધારી’ ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય નરચન્દ્રસૂરિ છે. એમણે મંત્રીશ્વર વસ્તુપાલની વિજ્ઞપ્તિ અનુસાર આ કૃતિ રચી છે. એમાં પંદર તરંગ છે. આ કૃતિનું પરિમાણ ૨૦૯૧ શ્લોક જેવડું છે. આ કૃતિમાં શીલ, તપ, દાન તથા વિવિધ સદ્ગુણોનું મહત્ત્વ કથાઓ દ્વારા દર્શાવાયું છે, આ કૃતિની વિ. સં. ૧૩૧૯માં લખાયેલી સચિત્ર તાડપત્રીય પ્રતિ મળે છે. ચિત્રો માટે આ પ્રતિનાં પત્ર ૧૬૩-૧૬૪ જોવા ઘટે. [આની સામગ્રી અને પ્રતિલિપિ આ. મુનિચન્દ્રસૂરિએ તૈયાર કરાવી છે.]
૭૯
પરિચય– આ કૃતિનો અંગ્રેજીમાં સંક્ષિપ્ત પરિચય L C V (પૃ. ૧૪૯)માં અપાયો છે.
પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર (વિ.સં. ૧૩૧૧)–આના કતાં ‘ખરતર’ ગચ્છના જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય લક્ષ્મીતિલક છે. અભયતિલક, ચન્દ્રતિલક, જિનપ્રબોધસૂરિ, જિનરત્નસૂરિ, ઉપાધ્યાય દેવમૂર્તિ, પૂર્ણકલશ, વિવેકસમુદ્રગણિ અને સર્વરાજગણિ એ બધા ગ્રન્થકારો ઉપર્યુક્ત લક્ષ્મીતિલકના ગુરુભાઇ થાય છે. વિશેષમાં જિનરત્નસૂરિ એમના વિદ્યાગુરુ થાય છે જ્યારે એઓ પોતે અભયતિલકના વિદ્યાગુરુ થાય છે. પ્રસ્તુત લક્ષ્મીતિલકે વિ.સં. ૧૩૧૧માં ‘જિનલક્ષ્મી’ અંકથી અંકિત અને ‘હ્રાન્તોવારાનતિશયાન્’ થી શરૂ થતું પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર ૧૭ સર્ગમાં રચ્યું છે. એમાં એમણે કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગૃતિ એ ચાર પ્રત્યેકબુદ્ધ રાજર્ષિઓનાં ચરિત્ર આલેખ્યાં છે.
સમાનનામક કૃતિઓ– જિનવર્ધનસૂરિએ તેમ જ સમયસુન્દરગણિએ પણ એકેક પ્રત્યેકબુદ્ધચરિત્ર રચ્યું છે. વળી આને અંગે પાઇયમાં તેમ જ અપભ્રંશમાં પણ કૃતિઓ છે.
[જૈનકથાસંગ્રહ : ભા. ૧ થી ૬ ‘જિનશાસન આરાધના ટ્રસ્ટ'' દ્વારા પ્રગટ થયા છે. આમાં અનેક પ્રાચીન કથાઓ છે.]
[યદુસુન્દરમહાકાવ્ય- આ. પદ્મસુન્દરસૂરિ. તેઓ નાગપુરીય તપાગચ્છ શાખાના આનન્દમેરૂના શિષ્ય હતા. ૧૬મા સૈકામાં અકબર દ્વારા સમ્માનિત. એલ.ડી.સીરિઝ ૧૦૫માં પ્રકાશિત ડી.પી. રાવલ દ્વારા સંપાદિત ગ્રંથકારની પ્રકાશિત રચનાઓ
(૧) અકબરશાહી શૃંગારદર્પણ (૨) કુશલોપદેશ (૩) પ્રમાણસુન્દર (૪) જ્ઞાનચન્દ્રોદયનાટક (૫) પાર્શ્વનાથચરિત
મહાકાવ્ય.
અપ્રગટ રચનાઓ :– (૧) પરમતવ્યવચ્છેદ સ્યાદ્વાદસુન્દરદ્વાત્રિંશિકા (અનૂપ સંસ્કૃત લાયબ્રેરી, બીકાનેર.) (૨) રાજપ્રશ્નીય નાટ્યપદભંજિકા (અનૂપ સં.લા.) (૩) ષભાષાગર્ભિત નેમિસ્તવ (અગરચંદ નાહટા સંગ્રહ, બિકાનેર.) (૪) વ૨મંગલિકા સ્તોત્ર ભારતીસ્તોત્ર (અ.ના.બિકાનેર) (૬) સારસ્વતરૂપમાલા (એલ.ડી.) (૭) હાયનસુન્દર (એલ.ડી.) (૮) સુન્દરપ્રકાશ શબ્દાર્ણવ (એલ.ડી.) (૯) રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય (ખંભાત) આની અપૂર્ણ નકલ પ્રાકૃતટેક્ષ્ટ સો. માં છે. (૧૦) જંબૂચિરત્ર (એલ.ડી.) (૧૧) પ્રજ્ઞાપનાસૂત્ર અવસૂરિ (એલ.ડી.)]
૩. કવિ અપરાજિતે બાલચન્દ્રસૂરિને અંગેની એક પ્રશંસોક્તિમાં એમની વૈદર્ભી રીતિની પ્રશંસા કરી છે તે યથાર્થ ઠરે છે.
Jain Education International
For Personal & Private Use Only
P ૧૨૮
www.jainelibrary.org