________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૩૮
૯૬૨માં ઉપમતિભવપ્રપંચાકથા રચી છે જ્યારે કુવલયમાલા તો વિ. સં. ૮૩૫માં રચાઇ છે.
હેમચન્દ્રસૂરિના આસ્થાનનું અર્થાત્ વિદ્યાસભાનું હૃદયંગમ વર્ણન શૃંગ ૨૨માં ગ્લો. ૨૯૨૨૯૪માં કરાયું છે.
ભાષાન્તર- આ પ્ર. ચ.નું ભાષાંતર “જે. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૮૭માં છપાવાયું છે. એમાં મુનિ કલ્યાણવિજયજીએ લખેલ “પ્રબન્ધપર્યાલોચન” નોંધપાત્ર છે. [આનું પુનઃપ્રકાશન “આ
ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથમાલા'માં થયું છે. એના સંપાદક આ. મુનિચન્દ્રસૂરિએ અનેક નવી વિગતો ટિપ્પણમાં ઉમેરી છે.]
'પ્રબન્ધકોશ યાને ચતુર્વિશતિપ્રબન્ધ (વિ. સં. ૧૪૦૫)- આના કર્તા રાજશેખસૂરિ છે. એઓ “પ્રશ્નવાહન” કુળના, “કોટિક' ગણના ‘હર્ષપુરીય' ગચ્છના શ્રીતિલકસૂરિના શિષ્ય અને અભયદેવસૂરિના સંતાનીય થાય છે. એમણે 'પદર્શનસમુચ્ચય, 'અંતર-કથાસંગ્રહ, સંઘમહોત્સવ
૧. આનું સંપાદન મેં કર્યું છે અને મેં નવ પરિશિષ્ટો આપ્યાં છે. એ “ફા. ગુ. સ.” તરફથી . સ. ૧૯૩૨માં
છપાવાયો છે. આનો મારો ગુજરાતી અનુવાદ પણ આ સભા તરફથી ઇ. સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ કરાયો છે. મૂળ કૃતિ “સિં. જૈ. ગ્રં.” માં ઈ. સ. ૧૯૩૫માં છપાર્વાઇ છે. એમાં આ કૃતિની સમાન-વિષયક અન્ય કૃતિઓ સાથે તુલના કરાઇ છે અને આની રચનાશૈલી સંસ્કૃતના સામાન્ય અભ્યાસીને પણ સમજાય તેવી
છે એમ કહ્યું છે. [આનું પુનર્મુદ્રણ પ્રાચ્યસાહિત્ય પ્ર. શ્રેણિમાં આ. મુક્તિપ્રભસૂરિજીના પ્રયાસથી થયું છે.] ૨. આનો પ્રબધામૃતદીર્ષિકા તરીકે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૫)માં ઉલ્લેખ છે. ૩. આ ૧૮૦ પદ્યની નાનકડી કૃતિ “ય. જે. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૬માં પ્રકાશિત થયેલી છે. વળી
હારિભદ્રીય ડદર્શનસમુચ્ચય સહિત આ કૃતિ “આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૧૮માં છપાવાઈ છે. વિશેષમાં “ઋ. કે. ગ્વ. સં.” તરફથી જે “સંસ્કૃત-પ્રકરણાદિ-સમુચ્ચય” ઇ.સ. ૧૯૩૭માં પ્રસિદ્ધ કરાયો છે તેમાં આ કૃતિ તેમ જ ત. સૂ, તત્ત્વાર્થપરિશિષ્ટ, ન્યાયાવતાર, હારિભદ્રીય અષ્ટકપ્રકરણ, જ્ઞાનસારાષ્ટક, હારિભદ્રીય ષદર્શનસમુચ્ચય અને પ્રમાણનયતત્તાલોકાલંકાર છપાયાં છે. ૪. આ સંગ્રહાત્મક કૃતિ મુંબઈથી ઇ. સ. ૧૯૧૮માં છપાવાઈ છે. આને જ કેટલાક ચતુરશીતિ કથા કહે છે.
જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૭)માં આ કૃતિને “કૌતુકકથા’ કહી છે. ૫. “પ્રત્યારોનસ્વરૂપ, સરસ્વવિક્રમ:, ઢાત્રિશિરા, વિશેષMવતી, લવંતા ” એ નામથી જે કૃતિકલાપ
ઋ. કે. ગ્વ. સં.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાયો છે તેમાં આ કૃતિ ત્રીજી છે અને એ અવચૂર્ણિ સહિત અપાઇ છે. એના કર્તા રાજશેખરસૂરિ છે અને એઓ “હર્ષપુરીય” ગચ્છના શ્રીતિલકસૂરિનાં વંશજ છે એમ આ કૃતિના ૩૫માં પદ્યમાં ઉલ્લેખ છે. એથી હું એમને પ્રસ્તુત રાજશેખરસૂરિ માનું છું. વિશેષમાં આ પદ્યમાં આ કૃતિનો સંઘમહોત્સવ-પ્રકરણ તરીકે ઉલ્લેખ છે. આનું આદ્ય પદ્ય નીચે મુજબ છે :
"दातुर्वारिधरस्य मूर्द्धनि तडिद् गांङ्गेयशृङ्गारणा वृक्षेभ्यः फलपुष्पदायिनि मधौ मत्तालिबिन्दुश्रुतिः। भीतत्रातरि वृत्तिदातरि गिरौ पूजा झरैश्चामरैः
सत्कारोऽयमचेतनेष्वपि विधेः किं दातृषु ज्ञातृषु ? ॥१॥" આ કૃતિમાં ૩૬ પડ્યો છે અને એ દાનને અંગેનાં છે, એથી એની પુમ્બિકામાં એને જે દાનપત્રિંશિકા કહી છે તે નામ સાર્થક ઠરે છે. [હર્ષ પુષ્યામૃતગ્રં. ૧૨૮માં દાનષત્રેિ પ્રગટ થયેલ છે.].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org