________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. આ. ૧૦૬-૧૦૯]
૬૭
P ૧૦૯
ભરતેશ્વરાભુદય (લ. વિ. સં. ૧૨૬૦)-આના કર્તા પંડિત દિ. ગૃહસ્થ આશાધર છે. એમનો જન્મ વિ.સં. ૧૨૩૫ની આસપાસમાં થયો હશે. એમણે અનગાર-ધર્મામૃતની વિ.સં. ૧૩૦૦માં જે ટીકા રચી છે તેની પ્રશસ્તિ એમનાં જીવન અને કવન ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડે છે. એઓ જાતિથી
વ્યાઘેરવાલ' યાને બધેરવાલ' હતા. એમના પિતા, માતા, પત્ની અને પુત્રનાં નામ અનુક્રમે નીચે મુજબ છે –
સલ્લક્ષણ, શ્રીરત્ની, સરસ્વતી, અને છાહડ. | વિ. સં. ૧૨૪૯ની આસપાસમાં–પંદરેક વર્ષની વયે આ પં. આશાધર “માંડલગઢ છોડીને ધારા'માં આવ્યા હશે. અહીં એમણે વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. આગળ જૈન ધર્મના ઉદયાર્થે એમણે પોતાનું જીવન “નલકચ્છપુરા' (નાલછા)માં વ્યતીત કર્યું હતું. અહીં એઓ લગભગ ૩૫ વર્ષ રહ્યા હતા.
નય-વિશ્વ-ચક્ષુ “કલિ-કાલિદાસ’ અને ‘પ્રજ્ઞા-પુંજ' તરીકે અભિનંદિત આ આશાધરે “માળવાના રાજા અર્જુનવર્માના ગુરુ “બાલ-સરસ્વતી’ મદનને કાવ્યશાસ્ત્રનો, વાદીન્દ્ર વિશાલકીર્તિને ન્યાયશાસ્ત્રનો અને ભટ્ટારક વિનયચન્દ્રને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો હતો
એમણે સંસ્કૃતમાં કૃતિઓ રચી કેટલીકને સ્વીપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે. દા. ત. ભરતેશ્વરાભ્યદય. વળી એમણે અન્યકર્તૃક ગ્રંથો ઉપર પણ ટીકાઓ રચી છે. આની અહીં હવે આપણે નોંધ લઈશું :
સ્વરચિત કૃતિઓ(૧) અધ્યાત્મ-રહસ્ય
(૨-૫) અનગાર-ધર્મામૃત અને સાગાર-ધર્મામૃત તેમ જ આ બંનેની ભવ્યકુમુદચન્દ્રિકા નામની સ્વપજ્ઞ ટીકા તથા જ્ઞાનદીપિકા નામની સ્વોપજ્ઞ પંજિકા.
(૬) ક્રિયાકલાપ.
(૭-૮) જિનયજ્ઞકલ્પ (વિ. સં. ૧૨૮૫) યાને પ્રતિષ્ઠાસારોદ્ધાર અને એની સ્વપજ્ઞ ટીકા. ૧. એમને અંગેનો પં. નાથુરામ પ્રેમીનો વિસ્તૃત લેખ જૈ. સા. ઈ. (પૃ. ૧૨૯-૧૪૯)માં છપાયો છે. એમની
કૃતિઓની નોંધ મેં જૈ. સંસા ઈ. (ખંડ ૧, પૃ. ૧૬, ૪૪-૪૬, ૧૦૯, ૨૨૯, ૨૮૦, ૨૮૬, ૨૯૬ અને ૩૦૦)માં લીધી છે. ૨. જઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૩૩) ૩. આ ૩૧ પદ્યની પ્રશસ્તિ જૈ. સા. ઈ. (પૃ. ૧૪૩-૧૪૯)માં છપાઈ છે. ૪. આ રજપૂતાનાની એક વૈશ્ય-જાતિ છે એમ જૈ. સા. ઈ. (પૃ. ૧૩૧)માં કહ્યું છે. પ-૭. સાગારધર્મામૃત તેમ જ અનગાર-ધર્મામૃત એ બંને કૃતિ ભવ્યકુમુદચન્દ્રિકા સહિત “મા. દિ. જૈ. ગ્ર”માં વિ. સં. ૧૯૭૨ અને ૧૯૭૪માં અનુક્રમે પ્રસિદ્ધ કરાઈ છે. [“રા. જૈ. શાસ્ત્રમાલા,” “ભારતીય જ્ઞાનપીઠ'' વ. દ્વારા પણ પ્રસિદ્ધ થયેલ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org