________________
૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
(૯-૧૦) 'જિનસહસ્રનામસ્તોત્ર અને એની સ્વોપજ્ઞ ટીકા. P ૧૧૦ (૧૧-૧૨) ત્રિષષ્ટિ-સ્મૃતિ-શાસ્ત્ર અને એની સ્વોપજ્ઞ ટીકા.
(૧૩) નિત્ય-મહોદદ્યોત (૧૪) પ્રમેય-રત્નાકર (૧૫) રત્નત્રય-વિધાન. (૧૬-૧૭) રાજીમતી-વિપ્રલંભ અને એની સ્વોપજ્ઞ ટીકા. અન્યકર્ણક ગ્રંથોની ટીકા–આ આશાધરે અન્ય રચેલા નિમ્નલિખિત ગ્રંથો ઉપર ટીકા રચી છે:
(૧) અમરકોશ. (૪) “આરોહણાસાર. (૨) 'અષ્ટાંગહૃદય. | (૫) ઇષ્ટોપદેશ. (૩) શિવાર્ય પાઈયમાં | (૬) કાવ્યાલંકાર.
રચેલી આરાહણા. | (૭) “ભૂપાલ-ચતુર્વિશતિકા. આ પૈકી દસ કૃતિઓ વિ. સં. ૧૨૮૫ પહેલાં, જિનયજ્ઞકલ્પ ૧૨૮૫માં, સાગાર-ધર્મામૃતની ટીકા ૧૨૯૬માં અને અનગાર-ધર્મામૃતની ટીકા ૧૩00માં રચાઈ છે.
પં. આશાધર પછી એમના જેવી બહુશ્રુત અને વિવિધ વિષયોને અંગે કૃતિઓ રચનારી
વ્યક્તિ દિગંબર સમાજમાં કોઈ થઈ જણાતી નથી.'' P ૧૧૧ વિષય-ઋષભદેવના સૌથી મોટા પુત્ર અને આ અવસર્પિણીની અપેક્ષાએ “ભારત વર્ષમાં
પ્રથમ ચક્રવર્તી ભરત નરેશ્વરનો અભ્યદય આ કાવ્યમાં વર્ણવાયો હશે એમ એનું શીર્ષક જોતાં જણાય છે. એ તો ઠીક, પણ “સિદ્ધ' અંકથી અંકિત આ કાવ્ય “બૃહત્કાવ્ય છે કે નહિ અને તે પણ સંસ્કૃતમાં છે કે નહિ એ જાણવું બાકી રહે છે. તેમ છતાં એને સંસ્કૃત બૃહત્કાવ્ય માની લઈ મેં એની અહીં નોંધ લીધી છે. જિનયજ્ઞકલ્પમાં આશાધરે આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે.
આર્ષભીય-કાવ્ય (ઉ. વિ. સં. ૧૭૪૫)–આ ન્યાયવિશારદ ન્યાયાચર્ય યશોવિજયગણિએ ઋષભદેવના પુત્ર ભરતને અંગે રચેલું પદ્યાત્મક કાવ્ય છે. એ અદ્યાપિ પૂરેપૂરું મળી આવ્યું નથી. આનો પરિચય મેં યશોદોહન (ખંડ ૨, ઉપખંડ ૨, પ્રકરણ ૨, પૃ. ૯૯-૧૦૧)માં આપ્યો છે. [“યશોભારતી પ્ર.” મુંબઈથી આ પ્રગટ થયું છે.] ૧. આ કૃતિ સ્વીપજ્ઞ ટીકા તેમજ શ્રુતસાગરની ટીકા સહિત ભારતીય જ્ઞાનપીઠ, કાશી' તરફથી ઈ.સ.
૧૯૫૪માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ છપાયેલી છે. જુઓ ઉપરનું ટિપ્પણ.
૩-૮, આની ટીકા મળતી નથી. ૯. આનાં નામ જિનયજ્ઞકલ્પની પ્રશસ્તિમાં અપાયાં છે. ૧૦. આશાધરની કૃતિઓની નોંધ મેં D 0 G C M (Vol. XIX, pt. 2, P. 236)માં લીધી છે. ૧૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org