________________
P ૧૨૩
P ૧૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
`વિક્રમાદિત્ય-ચરિત્ર' (વિ. સં. ૧૪૯૦)– આના કર્તા ‘સહસ્રાવધાની' મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલ છે. એમણે આ ચરિત્ર વિ. સં. ૧૪૯૦માં અને પ્રત્યત્તર પ્રમાણે ૧૪૯૯માં રચ્યું છે. આ તો પદ્યાત્મક કૃતિ છે પણ શું નિમ્નલિખિત કૃતિઓ પણ પદ્યાત્મક છે ?
૭૬
૬૦૦૦ શ્લોક જેવડું પં. સોમસૂરિએ રચેલું વિક્રમચરિત્ર. શ્રુતસાગરકૃત વિક્રમપ્રબન્ધકથા.
(૧)
(૨)
(૩) વિદ્યાપતિકૃત વિક્રમાદિત્યપ્રબન્ધ.
(૪-૬) અજ્ઞાતકકૃત વિક્રમનૃપકથા, વિક્રમપ્રબન્ધ અને વિક્રમાદિત્યકથા. (૭) ‘કવિ’ ગુણાર્ણવે ૫૫૦૦ શ્લોક જેવડો રચેલો વિક્રમાર્કવિજય.
આ બાર સર્ગના પ્રસ્તુત કાવ્યમાં ગન્ધર્વસેનના કે મતાંતર પ્રમાણે ગર્દભિલ્લના પુત્ર વિક્રમાદિત્યનાં સાહસ, દાન, પરોપકાર વગેરે ગુણોના નિરૂપણરૂપે અદ્ભુત કથાઓ અપાઇ છે. સાથે સાથે એના પુત્ર દેવકુમાર યાને વિક્રમચારિત્રનો જીવનવૃત્તાન્ત પણ આલેખાયો છે. વિશેષમાં પ્રસંગોપાત્ત સુભાષિતો પણ અપાયાં છે. નવમા સર્ગમાં વિક્રમાદિત્યનાં નાગદમની નામની ઘાંચણની પુત્રી દેવદમની સાથેનાં લગ્નની વાત છે. નાગદમની પાંચ દંડનું છત્ર બનાવી આપવા માટે એ રાજાને પાંચ આદેશ કરે છે : પ્રથમ આદેશ પ્રમાણે એ તામ્રલિપ્તીના રાજાના મહેલમાંથી રત્નની પેટી લાવે છે. બીજા આદેશ મુજબ એ ‘સોપારક’ નગરના સોમશર્માની પત્ની ઉમાદેવીનું ચરિત્ર જાણે છે અને એની પાસેથી ‘સર્વ૨સ' દંડ અને ‘વજ્ર' દંડ એમ બે દંડ મેળવે છે. ત્રીજા આદેશ અનુસાર એ મતિસાર મંત્રીને દેશમાંથી કાઢી મૂકે છે અને ચોથા આદેશ પ્રમાણે એને પાછો લાવે છે. પાંચમા આદેશ મુજબ એ ‘વિષાપહાર’ દંડ, ‘ભૂસ્ફોટ’ દંડ અને ‘મણિ’ દંડ એ ત્રણ દંડ મેળવે છે.
આ નવમા સર્ગમાં અન્યાયી રાજા અને પાષાણ મંત્રીની કથા છે. એમાં કહ્યું છે કે એક ડોસીનો દીકરો એક શેઠને ત્યાં ચોરી કરવા માટે જાય છે. એના ઘરમાં ખાતર પાડતાં ભીંત તૂટી પડે છે અને એ મરણ પામે છે. એની ફરિયાદ એ ડોસી રાજાને કરે છે ત્યારે રાજા આ શેઠને શૂળીએ ચડાવવા ૧. આ કાવ્ય “હેમચન્દ્ર ગ્રન્થમાલા''માં છપાવાયું હતું. ત્યારબાદ એ “શ્રીવિક્રમચરિત્રમ્” એ નામથી પં. ભગવાનદાસ હરખચન્દ્ર તરફથી વિ.સં. ૧૯૯૬માં પ્રકાશિત થયું છે. એનું સંપાદન એમણે જ કર્યું છે. એમને પાંચ હાથપોથીઓ મળી હતી. એના પાઠભેદ, રચના-ભેદ અને અર્થ-સંદર્ભને લક્ષ્યમાં રાખી એમણે બે વર્ગ પાડ્યા છે અને પ્રથમ વર્ગમાંની હાથપોથીઓ પ્રમાણે પાઠ આપ્યા છે. પ્રથમ વર્ગની હાથપોથીઓમાં રચનાવર્ષ તરીકે ૧૪૯૯નો ઉલ્લેખ છે જ્યારે દ્વિતીય વર્ગની હાથપોથીઓમાં ૧૪૯૦નો છે. પ્રથમ વર્ગની હાથપોથીઓમાં પંચદંડછત્રની કથા ૬૩૩ પદ્યમાં છે જ્યારે દ્વિતીય વર્ગની હાથપોથીમાં એ ૧૯૯૬ પદ્યમાં અને તે પણ જુદી જ રીતે અપાઈ છે. આથી આના સંપાદક એમ માનવા પ્રેરાયા છે કે એ વિસ્તૃત કથાના કર્તા પ્રસ્તુત શુભશીલ નહિ હશે અને કોઇકે એ કથા મૂળ ગ્રંથ સાથે જોડી દીધી હશે. આ સંપાદકે સંસ્કૃતમાં સર્ગદીઠ વિષયાનુક્રમ આપ્યો છે.
Jain Education International
૨. આ નામથી એક કૃતિ સાધુરત્નના શિષ્ય રાજમેરુએ ગદ્યમાં રચી છે અને એની એક હાથપોથી વિ.સં. ૧૫૮૯માં લખાયેલી છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org