________________
P ૧૦૭
P ૧૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
બારમાં સર્ગમાં વજસ્વામીની જીવનરેખા આલેખાઈ છે, દુકાળ પડતાં એઓ જાદુઇપટ ઉપર સકળ સંઘને બેસાડી ‘'પુરી' જાય છે અને ત્યાં ‘પર્યુષણ’ પર્વ ઉજવે છે એ વાત અહીં કહેવાઈ
છે.
૬૬
તેરમાં સર્ગમાં આર્યરક્ષિતનો જીવનવૃત્તાન્ત અપાયો છે. વજસ્વામી પછી વજ્રસેન પટ્ટધર બને છે એ વાત અહીં કહેવાઇ છે. વળી જૈન શ્રમણોના સમસ્ત વંશોની ઉત્પત્તિ વજસ્વામીથી છે એવો પણ અહીં ઉલ્લેખ છે.
‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ ત્રિષષ્ટિ.માં તેમ જ આ પરિશિષ્ટપર્વમાં કથાનકો વગેરે અનુમાં રચી અને પ્રવાહિતાનાં જ્વલંત ઉદાહરણો પૂરાં પાડ્યાં છે.
આ બંને બૃહત્-કાવ્યમાંની કથા એ કહાવલીની જેમ કેવળ સંગ્રહરૂપ નથી પરંતુ એમાં એકસૂત્રતા, સુશ્લિષ્ટતા, પ્રવાહિતા અને પ્રસાદ છે તેમ જ સાહિત્યિક સૌષ્ઠવ છે.
સમકાલીનતા—લોક-સાહિત્યની, કથાનકોની તેમ જ જૈન પટ્ટાવલીની દૃષ્ટિએ પણ મહત્વની કૃતિરૂપ આ પરિશિષ્ટ-પર્વની રચના યોગશાસ્ત્રની વિવૃત્તિની સાથેસાથે થઈ હોય એમ લાગે છે કેમકે યોગશાસ્ત્ર (પ્ર.૩, શ્લો. ૧૩૧)ની વિવૃત્તિ (પત્ર ૨૫૮આ-૨૬૫આ) માં જે સ્થૂલભદ્રની કથા છે તે પરિશિષ્ટ-પર્વના સર્ગ ૮ના શ્લો. ૨-૧૯૩માં અને સર્ગ ૯ના શ્લો. ૫૫-૧૧૧માં લગભગ એ જ શબ્દોમાં નજરે પડે છે.
અંબડ-કથા (લ. વિ. સં. ૧૨૬૦) આ ૧૨૬૦ શ્લોક જેવડી કથાના રચનારા મુનિરત્નસૂરિ છે. એમણે વિ.સં. ૧૨૫૫માં અમમચરિત્ર રચ્યું છે. પ્રસ્તુત અંબડ-કથામાં અંબડ ક્ષત્રિયનું અને સાથે સાથે એની બત્રીસ પુત્રીઓની ઉત્પત્તિનું વર્ણન અપાયું છે.
`અંબડ-ચરિત્ર (. )–આ ગદ્યાત્મક ચરિત્રના કર્તા પં. અમરસુન્દર છે.
સમાનનામક કૃતિઓ–વિ.સં. ૧૫૭૧ ‘પહેલાં જયમેરુએ અને વિ.સં. ૧૫૯૯માં વાચક હર્ષસમુદ્રે તેમ જ અન્ય કોઇકે અંબડ-ચરિત્ર નામની એકેક કૃતિ રચી છે.
૧. આને ‘‘જગન્નાથપુરી’’ તરીકે કેટલાક ઓળખાવે છે દા.ત. કલ્યાણવિજયજીએ પ્ર.ચ.ના ‘પ્રબન્ધ-પર્યાલોચન' (પૃ. ૧૬)માં એમ કહ્યું છે.
૨.જુઓ હેમસમીક્ષા (પૃ. ૩૦૬).
૩. આ કથા અમદાવાદથી ઇ.સ. ૧૯૨૩માં છપાવાઈ છે. આ કૃતિને આધારે ‘બહ્માણ’ ગચ્છના ઉપાધ્યાય ભાવે અંબડરાસ રચ્યો છે. વળી ઉપર્યુક્ત સંસ્કૃત કથાના ભાવાર્થ ઉપરથી વિનયસમુદ્રે વિ. સં. ૧૫૯૯માં અંબડ-ચોપાઈ અને મંગલમાણેકે વિ.સ. ૧૬૩૯માં અંબડ-કથાત્મક-ચોપાઇ રચી છે.
૪. આનો પરિચય મેં પૃ. ૩૧-૩૨માં આપ્યો છે.
પ. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ.સં. ૧૯૧૦માં છપાવાયું છે. આનો ડૉ. શાર્લટ ક્રાઉઝેએ કરેલો અંગ્રેજી અનુવાદ “Indische Novellen''માં લાઇપ્સિગથી ઇ.સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાયો છે. ૬. આમ કહેવાનું કારણ એ છે કે આ વર્ષમાં આ ચરિત્રની એક હાથપોથી લખાયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org