________________
P ૮૭
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
દિવાલો ઉપર આલેખાયેલાં અને એમાં કોતરાયેલાં ચિત્રોથી વિભૂષિત ભવ્ય જૈન મંદિરો અને એની આકર્ષક પ્રતિમાનું વર્ણન આ ચરિતમાં સ. ૨૨, શ્લો. ૫૭-૭૭માં અપાયું છે. સાથે સાથે વિવિધ પ્રકારની પૂજા વિષે પણ માહિતી અપાઈ છે.
૫૪
આ કાવ્યમાં સ્વભાવ, કાળ વગેરે કારણો ગણાવાયાં છે તેમ જ .વિશ્વની નિત્યતા અને અનિત્યતા વિષેના એકતરફી વિચારોની ઝાટકણી કઢાઈ છે. અહીં શૂન્યવાદ, ક્ષણિકવાદ અને પ્રતીત્યસિદ્ધિ એ બૌદ્ધ મંતવ્યોનું ખંડન કરાયું છે. જન્મને પ્રાધાન્ય ન આપતાં ગુણને પ્રાધાન્ય આપી વર્ણની શ્રેષ્ઠતા નક્કી કરવી ઘટે એવું અહીં પ્રતિપાદન કરાયું છે.
સ. ૨૫, શ્લો ૭૪-૯૮માં રુદ્ર, બ્રહ્મા અને વિષ્ણુ એ અજૈન દેવોનાં દૂષણો દર્શાવી એ ‘દેવાધિદેવ’ પદને લાયક નથી એમ કહેવાયું છે. આ સર્ગમાં કેટલાંક વૈદિક અનુષ્ઠાનો ઉપ૨ પણ પ્રહાર
કરાયા છે.
સ. ૨, શ્લો. ૫૩-૫૬માં શિબિકા (પાલખી)નું વર્ણન છે.
સ. ૪, માં કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ છે. સ. ૫ માં વિશ્વનું વર્ણન છે અને એના શ્લો. ૧૦૩માં કહ્યું છે કે ‘સ્વયંભૂ(રમણ)' સમુદ્રમાંનો ક્ષુદ્ર મત્સ્ય જે મહામત્સ્યના કાનમાં રહે છે તે સ્મૃતિદોષથી અધોગતિને પામે છે. સ. ૬ તિર્યંચોના પ્રકારો અને એનાં દુઃખો વિષે, સ. ૭ ભોગભૂમિના P. ૮૮ મનુષ્યો અને સ. ૮ કર્મભૂમિના મનુષ્યો વિષે અને સ.૯ દેવો અને સ્વર્ગ વિષે માહિતી પૂરી પાડે છે. સ. ૧૦માં મુક્તિનો, સ. ૧૧માં જીવાદિ છ દ્રવ્યોનો અને સ. ૨૭માં કાળ અને ૬૩ કારણપુરુષોનો એટલે કે શલાકા-પુરુષોનો અધિકાર છે. આ પ્રમાણેના આ નવ સર્ગોને કથાના મુખ્ય વહેણ
સાથે કંઈ લેવા-દેવા નથી.
સંતુલન–અશ્વઘોષે બૌદ્ધ દર્શનનાં તત્ત્વો રજૂ કરવાના ઈરાદે સૌન્દરનન્દ અને બુદ્ધચરિત રચ્યાં છે તેમ જટાસિંહનન્દિએ જૈન ધર્મના સિદ્ધાન્તોના નિરૂપણાર્થે કાવ્યને વાહન બનાવ્યું છે. જટાસિંહનન્દિ ઉપર અશ્વઘોષનો ખૂબ પ્રભાવ પડ્યો હોય એમ લાગે છે. બંનેને ઉપજાતિ છંદ P૮૯ વિશેષતઃ પ્રિય છે. છેલ્લા બે સર્ગો જૈન શ્રમણોની જીવનચર્યા રજૂ કરે છે. એ રીતે એ સૌન્દરનન્તમાંના
૧. ‘‘સૌધર્મ” વગેરે. કલ્પ બાર, નહિ કે સોળ ગણાવાયા છે. જુઓ શ્લો. ૭-૯.
૨. નન્દ એ મહર્ષિ બુદ્ધનો ઓરમાન ભાઈ થાય છે. એ પોતાની પત્ની સુંદરીમાં અતિશય આસક્ત રહેતો હતો. તેમ છતાં એમને પરાણે બુદ્ધે દીક્ષા આપી હતી અને વિવિધ દૃષ્ટાંતો દ્વારા વૈરાગ્યમાં સ્થિર કર્યા હતા. આ હકીકત આ સૌન્દરનન્દ કાવ્યમાં વર્ણવાઇ છે. આવસ્ટયની ચુણિ (પૂર્વ ભાગ, પૃ. ૫૬૬) અને આ આગમ ઉપરની મલગિરિસૂરિષ્કૃત વૃત્તિ (ભા. ૩, પત્ર ૫૩૩૨)માં જે સુન્દરીમાં આસક્ત રહેનારા નાસિક્ય નંદ વણિકની કથા અપાઈ છે તે આ કાવ્યનું સ્મરણ કરાવે છે. ડૉ. સાંડેસરાએ જૈ. આ. ગુ.માં આની નોંધ લીધી છે પરંતુ એમણે સૌન્દરનન્દને બદલે સૌન્દરાનન્દ એવું નામ પૃ.૯૫, ૨૦૨ અને ૨૬૧માં નોંધ્યું છે. પ્રકાશિત પુસ્તક જોતાં તો ખરું નામ સૌન્દરનન્દ છે એટલે એ હિસાબે આ ભૂલ ગણાય. ૩. ૧૮૭૯ પદ્યો ઉપજાતિમાં છે જ્યારે બાકીનાં પદ્યો માટે અનુભૂ‚ વ્રુતવિલંબિત, પુષ્પિતાગ્રા, પ્રહર્ષિણી, ભુજંગપ્રયાત, માલભારિણી, માલિની, વસંતતિલકા અને વંશસ્થ એ છંદો વપરાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org