________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. ઓ. ૯૦-૯૩]
પ૭
૯૮૯માં યાને શકસંવત્ ૮૫૩માં 'વિનયાદિકપાલના રાજયમાં વર્ધમાનપુરની પાસેના સ્થળમાં પૂર્ણ કર્યો હતો.
પ્રસ્તુત કોશમાં મોટે ભાગે અનુષ્ટ્રભૂમાં રચાયેલી નાનીમોટી *૧૬૫ કથાઓ છે અને અંતમાં સોળ પદ્યની પ્રશસ્તિ છે. આ કથાઓ નૈતિક, ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક સામગ્રી પૂરી પાડે છે. એના સંતુલન માટે વીરચન્દ્રના શિષ્ય શ્રીચન્દ્ર મૂળરાજ (ઇ.સ. ૯૪૧-૯૯૬)ના રાજ્ય દરમ્યાન ૫૩ સંધિમાં અપભ્રંશમાં રચેલો કહાકોસ જોવો ઘટે.
પ્રભાચન્દ્રકૃત કથાકોશમાં બૃહત્કથાકોશનો ઉપયોગ કરાયો હશે એમ બૃહત્કથાકોશના સંપાદક P ૯૩ કામચલાઉ વિધાન કર્યું છે.
૮૪મી તેમ જ ૮૯મી કથા અનુક્રમે રાવણના વધ અને સીતાની શુદ્ધિને લગતી છે. એ વાલ્મીકિકૃત રામાયણનું સ્મરણ કરાવે છે. આ રામાયણ ઇ. સ. ની પૂર્વેની ત્રીજી સદીમાં રચાયું સંભવે છે એમ પ્રો. વિન્તર્નિન્સનું માનવું છે.
૧૩૧મી કથાનું શીર્ષક “શ્રીભદ્રબાહુ કથાનક છે. એમાં બાર વર્ષનો દુકાળ પડશે એવું જણાતાં ભદ્રબાહુએ સાધુઓને કહ્યું કે મારું આયુષ્ય ક્ષીણ થવા આવ્યું છે એટલે હું તો અહીં જ રહીશ પણ તમે ‘લવણ” સમુદ્રની સમીપ જાઓ. એ સાંભળી નરેશ્વર ચન્દ્રગુપ્ત તો ભદ્રબાહુની જ પાસે રહ્યા. દસ પૂર્વના જાણકારમાં પ્રથમ એવા મુનિ ચન્દ્રગુપ્તિ વિસષાચાર્ય (? વિશાખાચાર્ય)ના નામે સંઘના અધિપતિ બન્યા. એમની સાથે સકળ સંઘ દક્ષિણના “પુન્નાટ’ દેશમાં ગયો. જ્યારે રામિલ, સ્થૂલવૃદ્ધ અને ભદ્રાચાર્ય પોતપોતાના સમુદાય સાથે સિન્ધ' વગેરે પ્રદેશમાં ગયા. ભદ્રબાહુ ઉજ્જયિનીના ભાદ્રપદમાં ગયા અને અનેક દિવસનું અનશન કરી ત્યાં કાળધર્મ પામ્યા.
આ ઉપરથી જણાશે કે કેટલાએક દિગંબરો શ્રુતકેવલી ભદ્રબાહુ અંતે દક્ષિણ દેશમાં ગયા હતા એમ જે કહે છે તે વાત આ હરિષણના મત સાથે તો મળતી આવતી નથી. આનાથી કોઈ પ્રાચીન અને ગ્રંથસ્થ દિ. કૃતિમાં આ સંબંધમાં કોઈ હકીકત હોય એમ જાણવામાં નથી.
૧. આથી “ગુર્જર-પ્રતિહાર વંશનો અને કનોજ' નામની રાજધાનીરૂપ રાજ્યનો નૃપતિ વિનાયકપાલ સમજવો
એમ સંપાદકે સૂચવ્યું છે. ૨. આથી સૌરાષ્ટ્રમાં આવેલું “વઢવાણ' સમજવું એમ સંપાદકનું તેમજ પં. નાથુરામ પ્રેમીનું કહેવું છે પરંતુ પ્રો.
હીરાલાલ જૈને એ બાબતની વિરુદ્ધનો સૂર “The Chief Political” Divisions of India during the 8th Century" નામના લેખમાં કાઢ્યો છે. આ લેખ “Indian Culture” (Vol. XI, NO.
41)માં છપાયો છે. ૩. નાનામાં નાની કથા ૧૨૫મી છે અને એમાં ચાર જ પડ્યો છે જ્યારે મોટામાં મોટી કથા ૫૭મી છે અને
એમાં ૮૫૮ પદ્યો છે. ૪. ૧૦૧મી કથા પછી ૧૦૨ના અંકપૂર્વક ૧ થી ૯ નો નિર્દેશ છે. એ નવ કથાઓને એક ગણતાં ૧૫૭
કથા છે. ૫. શ્લો. ૬૨ તેમજ ૬૫માં સ્થૂલભદ્ર' એવું નામ છે.
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org