________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો ઃ [પ્ર. આ. ૯૪-૯૬]
:
'પ્રધુમ્નચરિત યાને ઉપેન્દ્રસૂનુ-ચરિત (લ. વિ. સં. ૧૦૭૦)–આના કર્તા દિ. આચાર્ય મહાસેન છે, એઓ ગુણાકરસેનના શિષ્ય અને જયસેનના પ્રશિષ્ય થાય છે. એઓ ‘સિન્ધુલ’ નરેશના મહામહત્તમ (મહાસચીવ) પર્યટના ગુરુ થાય છે. ભોજદેવનો પૂર્વવર્તી મુંજ રાજા આ મહાસેનનું સન્માન કરતો હતો. આ મહાસેને ચૌદ સર્ગમાં પ્રસ્તુત કૃતિ રચી છે, એ સર્ગોમાંની પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે—
૫૧. ૭૫, ૭૭, ૬૫, ૧૫૦, ૯૨, ૧૧૩, ૧૯૭, ૩૪૯, ૮૬, ૧૦૩, ૬૪, ૪૪, અને ૬૬. ન કાવ્યમાં ૧૫૩૨ ૫દ્યો છે:
પ્રથમ સર્ગનો પ્રારંભ નેમિનાથ, મહાવીરસ્વામી અને ભારતીને નમસ્કારપૂર્વક કરાયો છે. ત્રીજા પદ્ય ઉપરથી પ્રસ્તુત કૃતિનું નામ ઉપેન્દ્રસૂનુ-ચરિત યોજી શકાય તેમ છે. તેમ છતાં પ્રત્યેક સર્ગની પુષ્ટિકામાં ‘પ્રદ્યુમ્ન-ચરિત’ નામ હોવાથી અને મોટા પ્રમાણમાં એ પ્રચારમાં આવ્યાથી મેં એ રાખ્યું P ૯૬ છે. પ્રથમ સર્ગમાં સુરાષ્ટ્ર, (સૌરાષ્ટ્ર) દેશનું અને એના નગરજનો વગેરેનું તેમ જ ત્યાંના ભૂપતિ ઉપેન્દ્ર યાને કૃષ્ણ વાસુદેવનું વર્ણન છે. બીજા સર્ગમાં નીચેની બાબતો વર્ણવાઈ છેઃ
++
૫૯
નારદનું કૃષ્ણને ત્યાં આગમન, સત્યભામાદ્વારા થયેલી એમની ઉપેક્ષાથી એમનામાં પ્રકટેલો પ્રકોપ, ‘કુંડિન’ નગરે નારદનું ગમન, રુક્મિણીનો પટ, નારદનું કૃષ્ણ પાસે આવવું, કૃષ્ણનું મોહિત થવું, રુક્મિણીનાં અંગોપાંગનું કૃષ્ણે કરેલું વર્ણન અને એના હરણ માટે કૃષ્ણનું પ્રસ્થાન.
ત્રીજા સર્ગના મુખ્ય વિષયો તે રુક્મિણીનું હરણ અને એ પ્રસંગે યુદ્ધ થતાં કૃષ્ણે દાખવેલું શૌર્ય, કૃષ્ણના રુક્મિણી સાથે લગ્ન તેમજ નવદંપતીના દર્શન માટેની જનતાની ઉત્સુક્તા છે.
ચોથા સર્ગમાં રુક્મિણીની ગર્ભવતી તરીકેની દશા અને પુત્રનો જન્મ તેમ જ એ બાળકનું હરણ ઇત્યાદિ બાબતો આલેખાઈ છે.
પાંચમા સર્ગમાં પુત્રના હરણથી રુકિમણીએ અને કૃષ્ણે કરેલ વિલાપ વર્ણવાયો છે. આ ઉપરાંત નારદનું આગમન અને એમણે રુકિમણીને આપેલું આશ્વાસન, સીમન્ધરસ્વામી પાસે નારદનું ગમન, ચક્રવર્તીએ કરેલી પૂછ-પરછ અને પ્રદ્યુમ્ન સાથેના વેરનું કારણ એમ વિવિધ વિગતો રજૂ કરાઈ છે.
છઠ્ઠા સર્ગમાં ‘કોશલા’ દેશનું વર્ણન છે. વળી એમાં બન્ધ અને મોક્ષનાં કારણોનું નિરૂપણ છે. વિશેષમાં એમાં પૂર્ણભદ્ર અને માણિભદ્રનો વૃત્તાન્ત રજૂ કરાયો છે.
સાતમાં સર્ચમાં નારદ પ્રદ્યુમ્નનો સીમન્ધરસ્વામી પાસેથી પત્તો મેળવી એના અપહરણનું કારણ જાણી રુક્મિણીને આશ્વાસન આપવા જાય છે એ બાબત દર્શાવાઈ છે.
૧. આ કૃતિ ‘મા. દિ. જૈ. ગ્રં.''માં ગ્રંથાંક ૮તરીકે ઇ.સ. ૧૯૧૭માં બે હાથપોથીના આધારે સંશોધિત કરાવી પ્રસિદ્ધ કરાઈ છે. એમાંની એક હાથપોથી વિ. સ. ૧૬૭૮માં લખાયેલી છે. એમાં સંસ્કૃતમાં ટિપ્પણ પણ છે. [વિશેષ માટે જુઓ ‘સંસ્કૃત કાવ્યકે વિકાસમેં જૈન કવિયોંકા યોગદાન' ડો. નેમિચન્દ્ર, પૃ. ૧૦૯-૧૩૯.] ૨.જિ. ૨. કો. (વિ.૧, પૃ. ૨૬૪)માં પ્રસ્તુત મહાસેનને ચારુકીર્તિના શિષ્ય કહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org