________________
પ૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
|
તારાગ(ય)ણ (ઉ. વિ. સં. ૮૯૫)-આ નામના કાવ્યો અને એના કર્તા તરીકે શ્વેતાંબરશિરોમણિ ભદ્રકીર્તિનો ઉલ્લેખ તિલકમંજરી (ગ્લો. ૩૨)માં છે. આ ભદ્રકીર્તિ તે બપ્પભટ્ટિસૂરિ
છે એમ આ તિલકમંજરીના ટિપ્પનમાં શાન્તિસૂરિએ કહ્યું છે. પ્ર. ચ. (શૃંગ ૧૧, શ્લો. ૬૬૦) P. ૯૧ પ્રમાણે બપ્પભટ્ટિસૂરિએ બાવન પ્રબંધો રચ્યા છે. તેમાંનો એક તે તારાગણ છે. આ બપ્પભટ્ટિસૂરિનો
જન્મ વિ. સં. ૮૦૨માં થયો હતો અને એઓ વિ. સં. ૮૯૫માં સ્વર્ગ સંચર્યા હતા. એ હિસાબે એમનું આ કાવ્ય વિ. સં. ૮૨પથી વિ. સં. ૮૯૫ના ગાળામાં રચાયેલું ગણાય. આ કાવ્ય હજી સુધી તો મળી આવ્યું નથી. બાકી એમણે રચેલી ચતુર્વિશતિકા તો મળે છે. ઉપરાંત અનુભૂતિસિદ્ધસારસ્વત-સ્તોત્ર યાને શારદા સ્તોત્ર, “શાન્તો વેષ?”થી શરૂ થતું વીરસ્તવન પણ મળે છે. પ્ર. ચ. (શંગ ૧૧, શ્લો.. ૬૧૯)માં “નતિ નદિક્ષારથી શરૂ થતી શાન્તિ દેવતાની પ્રશંસારૂપ સ્તુતિના કર્તા તરીકે આ બપ્પભટ્ટિસૂરિનો ઉલ્લેખ છે. કાવ્યશિક્ષા કે એવી કોઈ કૃતિ આ બપ્પભટ્ટિસૂરિએ રચી હશે એમ લાગે છે.'
તારાગણને “પ્રબંધ' કહ્યો છે એટલે એ કથાત્મક કૃતિ હશે. ગમે તેમ પણ એ પદ્યાત્મક બૃહત્કાવ્ય હશે અને એ તીર્થકર સિવાયની વ્યક્તિને અંગે હશે એમ માની લઈ મેં એની અહીં નોંધ લીધી છે. [આ થોડા સમય પૂર્વે “તારાયણો” નામે પ્રાકૃતગ્રન્થ પરિષદ્ અમદાવાદ દ્વારા ઈ.સ.
૧૯૮૭માં પ્રગટ થયું છે. શ્રીહરિવલ્લભ ભાયાણીએ આનું સંપાદન કર્યું છે.] P. ૯૨
બૃહત્કથા-કોશ (વિ. સં. ૯૮૯) –આના કર્તા દિ. હરિફેણ છે. એઓ પુન્નાટ' સંઘના મૌનિભટ્ટારકના શિષ્ય શ્રીહરિષણના પ્રશિષ્ય થાય છે અને કવિ ભરતસેનના શિષ્ય થાય છે. એમણે આ ૧૨૫૦૦ શ્લોક જેવડો કથાઓનો કોશ “ખર' નામના ચોવીસમાં વર્ષમાં વિ. સં. ૧. એમનું જીવચરિત્ર મેં આ સૂરિકૃત ચતુર્વિશતિકાના મારા ગુજરાતી ઉપોદ્દાત (પૃ. ૪-૪૪)માં આલેખ્યું છે.
એ ઉપોદ્ધાત ચતુર્વિશતિકા, એના ઉપરની અજ્ઞાતકર્તક ટીકા, આ સૂરિએ રચેલા શારદા-સ્તોત્ર અને મારા એના ગુજરાતી અનુવાદ, બપ્પભટ્ટિસૂરિ-ચરિત (સંસ્કૃત) ઇત્યાદિ સહિત “આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાયો છે. [આ. ભષ્ણુપ્તસૂરિ મ.નું ‘મને તારી યાદ સતાવે'માં કથારૂપે જીવન છે.] ૨. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૩. આ પ્રસિદ્ધ થયેલું છે. જુઓ ટિ. ૧. ૪. આ વીર-સ્તવન, ચતુર્વિશતિપ્રબન્ધની “ફાર્બસ ગુજરાતી સભા” તરફથી મારી સંપાદિત કરેલી જે
આવૃત્તિ ઇ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે તેના પાંચમા પરિશિષ્ટ તરીકે અપાયું છે. આ સ્તવનનો મારો સમશ્લોકી ગુજરાતી અનુવાદ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૮-૪૪૬ના અંકમાં પ્રસિદ્ધ કરાયો છે. પ. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૪, ૧૫૫ અને ૧૭૧). ૬. આ કોશ‘ભારતીય વિદ્યાભવન' તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૯૯માં પ્રસિદ્ધ કરાયો છે. એનું સંપાદન
વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ અંગ્રેજી ઉપોદ્યાત ઇત્યાદિ સહિત ડૉ. એ. એન. ઉપાધ્યએ કર્યું છે. ૭. તા. ૧૫-૧૦-૯૩૧ અને તા. ૧૩-૩-૯૩૨ના ગાળામાં આ કોશ પૂરો કરાયો હશે એમ ઉપર્યુક્ત ઉપોદઘાત (પૃ. ૧૨૧)માં ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org