________________
પર
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
એમનો સમય મોડામાં મોડો વિક્રમનો છઠ્ઠો સૈકો ગણાય છે. એમણે સમ્મઈપયરણ ઉપર ટીકા રચી
છે પણ એ હજી સુધી તો મળી આવી નથી. એમની સુપ્રસિદ્ધ કૃતિ નયચક્ર કિંવા દ્વાદશારનયચક્રના P ૮૪ નામે ઓળખાવાય છે. પ્ર. ચ. (શંગ ૧૦)માં આ જ મલ્લવાદીનો જીવનવૃત્તાંત આલેખાયો હોય એમ
લાગે છે. એ હિસાબે એમણે પ્રસ્તુત પદ્મચરિત્ર ૨૪૦૦૦ શ્લોક જેવડું રચ્યું હતું પણ એ અપ્રાપ્ય છે. એનું નામ વિચારતાં એમાં રામચન્દ્ર અને સતી સીતાનો વૃત્તાંત અપાયો હોવો જોઈએ. જો એ સંસ્કૃતમાં હોય તો પઉમચરિયા એ જેમ જૈન પાઠય સાહિત્યમાં પ્રાચીનતમ રામકથા છે તેમ સંસ્કૃતમાં આ કૃતિને ગણી શકાય એમાં રાવણનું ચિત્ર પગના અંગૂઠા પૂરતું યે સીતાએ ચિતરી આપ્યાની હકીકત આવતી હોય તો એ દૃષ્ટિએ પણ એ પ્રથમ ગણાય.
વરાંગ-ચરિત (લ. વિ. સં. ૭૫૦)–આના કર્તા જટાસિંહનદિ છે. એમને સિંહનદિ, જટિલ, જટાચાર્ય અને જડિય પણ કહે છે. એઓ કર્ણાટકના વતની હશે. આ ચરિત જે બે હાથપોથીઓ ઉપરથી પ્રસિદ્ધ કરાયું છે તેમાં એકમાં કર્તાનું નામ નથી પરંતુ ચામુંડરાયે કન્નડમાં જે ચામુંડરાયપુરાણ
યાને ત્રિષષ્ટિ. રચ્યું છે તેમાંની એક કંડિકા એ હાથપોથીગત લખાણના અનુવાદરૂપે જોવાય છે તેમ P ૮૫ જ એ પછી જે એક પદ્ય 'ઉદ્ધત કરાયું છે તે વરાંગચરિત (સ.૧)ના ૧૫મા પદ્યરૂપે જોવાય છે. આ
ઉપરથી આ જ ચરિતના કર્તા જટાસિંહનદિ છે એમ મનાય છે. વરાંગચરિત અને એના કર્તા એ ૧. જુઓ અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞવૃત્તિ (ખંડ ૧, પૃ. પટને ૧૧૬). ૨. આ કૃતિના પહેલાનાં ચાર આરા પૂરતો પ્રથમ ખંડ એને અંગેની સિંહસૂરિકૃતટીકા સહિત “ગા.પી.ગ્રં.”માં
ઈ.સ. ૧૯૫રમાં પ્રસિદ્ધ થયો છે. એમાં ટીકાગત વિશેષ નામોની સૂચી અપાઈ છે. આ જ કૃતિ સિંહસૂરિગણિ શ્રમણકૃત ન્યાયાગમાનુસારિણી ટીકા સહિત ચાર ભાગમાં અનુક્રમે વિ. સં. ૨૦૦૪, ૨૦૦૭, ૨૦૧૩ અને ૨૦૧૬માં “લ. જ. ગ્રં.”માં પ્રસિદ્ધ કરાઈ છે. પ્રથમ ભાગમાં પહેલા બે આરા પૂરતું, દ્વિતીય ભાગમાં એ પછીના ચાર આરાને અંગેનું તૃતીય ભાગમાં બીજા બે આરાને લગતું અને ચતુર્થ ભાગમાં બાકીના ચારે આરા અંગેનું લખાણ છે. ચોથા-અંતિમ ભાગમાં પં. વિક્રમવિજયજીગણિએ ગુજરાતીમાં વિસ્તૃત “પ્રાફકથન' લખ્યું છે. એનો મુનિશ્રી ભાસ્કરવિજયજીની સૂચના થતાં મેં અંગ્રેજીમાં અનુવાદ વિકટ પરિસ્થિતિ હોવા છતાં એક પખવાડિયામાં તૈયાર કરી આપ્યો હતો. એ “Foreword”ના નામની સાથે સાથે છપાવાયો છે પરંતુ એનાં મુદ્રણપત્રો મને ન મોકલતાં નામનું અંગ્રેજી જાણનાર પાસે તપાસાવાયાં હોવાથી એમાં જાતજાતના મુદ્રણદોષો ઉદ્ભવ્યા છે. એમ જાણવા મળતાં આ વાત મેં શ્રી વિજયલબ્ધિસૂરિજીને કહેતાં એમણે મારું અંગ્રેજી લખાણ પ્રાક-કથનના હિન્દી ભાષાંતર સહિત ફરીથી છપાવવા ૫. વિક્રમવિજયજીને સૂચવ્યું હતું પરંતુ અત્યાર સુધી તો એનો અમલ થયો નથી. [મુનિશ્રી જંબૂવિજય મ.સા.એ સંપાદિત તા. નયચક્રના ભાગો આત્માનંદસભાએ પ્રગટ કર્યા છે. આમાં
મુનિશ્રીએ ટીકાના આધારે મૂળનું અનુસંધાન કરવા ભગીરથ પ્રયત્ન કર્યો છે.] ૩. આ ચરિત “મા. દિ. જે. .” માં ૪૦માં ગ્રંથ તરીકે ઈ. સ. ૧૯૩૮માં છપાવાયું છે. એમાં એના સંપાદક ડૉ. એ. એન. ઉપાધેએ અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના અને એના હિંદી અનુવાદરૂપે કૈલાશચન્દ્ર શાસ્ત્રીએ લખેલો સાર અપાયા છે. વળી, સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે. કેટલેક સ્થળે પાઠ ત્રુટક છે. દા.ત. જુઓ પૃ. ૧૭૨, ૨૮૧ અને ૨૪૨. ૪. પાંચમાં સર્ગનો શ્લો. ૧૦૩ યશસ્તિલક (આ. ૭, પૃ. ૩૩૨)માં ઉદ્ધત કરાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org